The Economic Revolution
ipo-analysisipo-analysis-gujaratisme-ipo-gujarati

સહજ ફેશન્સ એનએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (દૂર રહો)

સહજ ફેશન્સ એનએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (દૂર રહો)

• એસએફએલ એ ઉચ્ચ-માનક કાપડનું ઉત્પાદન કરે છે, જે અત્યંત સ્પર્ધાત્મક અને ખંડિત સેગમેન્ટ છે.
• તેણે અહેવાલ કરેલ સમયગાળા માટે તેની નાણાકીય કામગીરીમાં અસંગતતા દર્શાવી છે.
• આઈ પી ઓ પહેલાંના વર્ષ માટે બોટમ લાઇનમાં અચાનક ઉછાળો ટકાઉપણા અંગે ભમર ખેંચાવે છે અને ચિંતા ઉભી કરે છે.
• અત્યાર સુધીના તેના નાણાકીય ડેટાના આધારે, ઇશ્યૂની કિંમત લોભામણી છે.
• આ “ઉચ્ચ જોખમ/ઓછું વળતર” સોદો છોડી દેવામાં કોઈ નુકસાન નથી.

કંપની વિશેઃ

સહજ ફેશન્સ લિ. (એસએફએલ) ઉચ્ચ-માનક ફેબ્રિકના ઉત્પાદનમાં રોકાયેલ છે જેનો ઉપયોગ વિવિધ હેતુઓ જેમ કે વસ્ત્રો, ઘરની વસ્તુઓ, ઔદ્યોગિક એપ્લિકેશનો વગેરે માટે થાય છે. તે મુખ્યત્વે પોલિએસ્ટર-આધારિત અને કોટન-પોલિએસ્ટર મિશ્રિત કાપડમાંથી કોટન સૂટીંગ ફેબ્રિક અને કોટન શર્ટિંગ ફેબ્રિક સિવાયના ઉત્પાદનમાં કુશળતા ધરાવે છે. તે સુતરાઉ યાર્નથી રંગાયેલા કાપડનું પણ ઉત્પાદન કરે છે જેની માંગ સમગ્ર વર્ષ દરમિયાન હોય છે. હાલમાં તેનું વેચાણ ગૃહ રાજ્ય રાજસ્થાન તેમજ ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા અન્ય રાજ્યોમાં પણ પ્રવેશેલ છે.
વર્ષ ૨૦૧૪ માં, આ કંપનીએ વેપારી નિકાસકારો દ્વારા ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચાડ્યા. ૨૦૧૫ માં, કંપનીએ બેકવર્ડ ઇન્ટિગ્રેશન સાથે વિસ્તરણમાં પ્રવેશવાનું નક્કી કર્યું જે ફેબ્રિક વણાટની પૂર્વ-પ્રક્રિયા છે. પ્રમોટરો અને મેનેજમેન્ટ દ્વારા વિકસાવવામાં આવેલ અનુભવ અને વેપાર સંબંધો કંપનીના વિકાસમાં મુખ્ય નિમિત્ત પરિબળોમાંના એક છે. તેનો હેતુ તેની બ્રાન્ડને ઉદ્યોગમાં એક વિશિષ્ટ નામ તરીકે વિકસાવવાનો છે. ૩૧ મે, ૨૦૨૩ સુધીમાં, તેના પગારપત્રક પર ૧૧૪ કર્મચારીઓ હતા અને જરૂરીયાત મુજબ લગભગ ૧૦-૨૦ કોન્ટ્રાક્ટ મજૂરો હતા.

ઈશ્યૂની વિગત અને મૂડીનો ઈતિહાસ

આ કંપની મેઈડન કોમ્બો આઈપીઓ સાથે ૪૪૭૬૦૦૦નવા ઈક્વીટી શેર (રૂ. ૧૩.૪૩ કરોડના) અને વેચાણ માટેની ઓફર (ઓએફએસ) ના ૧૭૬૦૦૦ શેર (રૂ. ૦.૫૩ કરોડના) , આમ કુલ ૪૬૫૨૦૦૦ શેર ઓફર કરીને મૂડી બજારમાં આવી રહેલ છે. આ શેરની કિંમત રૂ. ૩૦ પ્રતિશેર રાખવામાં આવેલ છે અને તે દ્વારા તે રૂ. ૧૩.૯૬ કરોડ એકત્રિત કરવા માગે છે. જાહેર ભરણા માટે આ ઈશ્યૂ તા.૨૫ ઑગષ્ટ , ર૦ર૩ ના રોજ ખુલશે અને તા.૨૯ ઑગષ્ટ, ર૦ર૩ ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૪૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરી શકાશે. ફાળવણી પછી, શેર એનએસઈ એસએમઈ ઈમર્થ પર સૂચિબદ્ધ થશે. ઇશ્યૂ કંપનીની પોસ્ટ-ઇશ્યૂ પેઇડ-અપ મૂડીના ૩૫.૩૩ % હિસ્સો ધરાવશે. બીઈએલ રૂ. ૦.૬૦ કરોડ આ આઈ પી ઓ પ્રક્રિયા માટે, અને ચોખ્ખી આવકમાંથી, તે રૂ. ૬.૬૮ કરોડ કાર્યકારી મૂડી માટે, રૂ. ૪.૨૦ કરોડ ચોક્કસ સુરક્ષિત દેવાંની ચુકવણી/પૂર્વચુકવણી માટે, રૂ. ૧.૯૫ કરોડ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ખર્ચશે.
ખમ્બાતા સિક્યોરિટીઝ લિમિટેડ એકમાત્ર લીડ મેનેજર છે અને બિગશેર સર્વિસીસ પ્રા. લિ. ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. એનએનએમ સિક્યોરિટીઝ લિમિટેડ કંપની માટે બજાર નિર્માતા છે.

સમાન મૂલ્ય પર પ્રારંભિક ઇક્વિટી શેર જારી કર્યા પછી, કંપનીએ સપ્ટેમ્બર ૨૦૧૧ અને માર્ચ ૨૦૨૩ વચ્ચે શેર દીઠ રૂ.૨૫ થી રૂ. ૭૫૦ની કિંમતની શ્રેણીમાં વધુ ઇક્વિટી શેર જારી કર્યા. . તેણે ઓગસ્ટ ૨૦૧૮માં ૧ માટે ૪૭ ના ગુણોત્તરમાં બોનસ શેર પણ જારી કર્યા છે. પ્રમોટરો દ્વારા શેરના સંપાદનની સરેરાશ કિંમત રૂ. શૂન્ય, રૂ. ૧૫.૦૮, રૂ. ૧૫.૦૯, રૂ. ૧૫.૧૧, રૂ. ૧૫.૧૬, અને રૂ. ૧૫.૪૫ પ્રતિ શેર.
આઈપીઓ પછી, આ કંપનીની વર્તમાન પેઇડ-અપ ઇક્વિટી મૂડી રૂ.૮.૬૯ કરોડ છે વધીને રૂ.૧૩.૧૭ કરોડ થશે . આઈપીઓ પ્રાઇસિંગના આધારે, કંપની રૂ.૩૯.૫૦ કરોડનું માર્કેટ કેપ નિહાળી રહી છે.
આર્થિક દેખાવ
આર્થિક દેખાવને મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં , આ કંપનીએ ટર્નઓવર / ચોખ્ખો નફો રૂ. ૯૯.૩૪ કરોડ / રૂ. ૦.૨૭ કરોડ (ના.વ. ૨૦), રૂ. ૭૪.૭૬ કરોડ / રૂ. ૦.૩૨ કરોડ (ના. વ. ૨૧), અને રૂ. ૮૬.૯૮ કરોડ / રૂ. ૦.૪૩ કરોડ (ના. વ. ૨૨)નોંધાવેલ છે. ના. વ. ૨૩ ના ૧૧માસ માટે, તેણે રૂ. ૯૦.૯૮ કરોડના ટર્નઓવર પર રૂ.૨.૮૯ કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો છે. આમ, તે નોંધાયેલા સમયગાળા માટે તેની ટોચની અને નીચેની રેખાઓમાં અસંગતતાને દર્શાવે છે. આઈ પી ઓ પહેલાના વર્ષમાં તેની બોટમ લાઇનમાં અચાનક ૭ ગણો વધારો થવાથી ભવાં ખેંચાય છે તેમજ તેના ટકાઉપણાની ચિંતા પણ થાય છે.
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં સરેરાશ શેર દીઠ આવક રૂ. ૦.૫૦ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૨.૫૮ % હતું. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજઇશ્યૂની કિંમત તેની એન એ વી રૂ. ૨૩.૨૬ ના આધારે તેની પી/બીવી ૧.૨૯થાય છે. અને આઈ પી ઓ પછીની એન એ વી ૨૪.૨૬ ના આધારે ૧.૨૪ ના પી/બીવીથી આવે છે.

જો આપણે નાણાકીય વર્ષ ૨૩ ની બમ્પર કમાણીને આઈ પી ઓ પછીની સંપૂર્ણ પાતળી પેઇડ-અપ ઇક્વિટી મૂડીનેઆધારે ગણીએ, તો માગવામાં આવેલ કિંમત ૧૩.૭૦ ના પી/ઈ પર આવે છે, જ્યારે તેની ના. વ. ૨૨ કમાણી પર આધારિત, પી/ઈ ૯૩.૭૫ છે. આમ ઇશ્યુ લોભી કિંમતનો દેખાય છે.

ડિવિડન્ડ પોલિસીઃ

કંપનીએ અત્યાર સુધી કોઈપણ નાણાકીય વર્ષ માટે કોઈ ડિવિડન્ડ જાહેર કર્યું નથી. તે તેની નાણાકીય કામગીરી અને ભાવિ સંભાવનાઓના આધારે લિસ્ટિંગ પછી યોગ્ય ડિવિડન્ડ નીતિ અપનાવશે.

લીસ્ટેડ સમાન કંપનીઓ સાથે સરખામણી

ઓફર દસ્તાવેજો મુજબ, આશ્ચર્યજનક રીતે એસએફએલ એ અરવિંદ લિમિટેડ, આરએસડબલ્યુએમ લિમિટેડ અને વર્ધમાન ટેક્સટાઈલને તેમના લિસ્ટેડ પીઅર તરીકે દર્શાવ્યા છે. તેઓ ૧૧.૮૫, ૨૪.૨૨ અને ૧૭.૬૬ (૨૨ ઓગસ્ટ, ૨૦૨૩) ના પી/ઈ પર ટ્રેડ કરી રહ્યાં છે. જો કે, તેઓ ખરેખર ચૂસ્ત રીતે તુલનાત્મક નથી.

મર્ચંટ બેંકરનો ટ્રેક રેકર્ડ

છેલ્લા બે નાણાકીય વર્ષમાં (ચાલુ એક સહિત) ખંભતા સિક્યોરિટીઝ તરફથી આ ૬મો આદેશ છે. લિસ્ટિંગની તારીખે છેલ્લી ૫ સૂચિઓમાંથી, તમામ ૨.૦૨% થી ૮૯.૧૧% સુધીના પ્રીમિયમ પર સૂચિબદ્ધ છે.

નિષ્કર્ષ / રોકાણ વ્યૂહરચના

કંપની અત્યંત સ્પર્ધાત્મક અને ખંડિત સેગમેન્ટમાં કાર્યરત છે. તેમ છતાં ના. વ. ૨૩ માટેના તેના સુપર પર્ફોર્મન્સના આધારે, ઇશ્યૂ સંપૂર્ણ કિંમતનો દેખાય છે, તેના અત્યાર સુધીના અસંગત નાણાકીય પ્રદર્શનના આધારે, ઇશ્યૂ લોભી કિંમતનો દેખાય છે. આ “ઉચ્ચ જોખમ/ઓછું વળતર” સોદો છોડવામાં કોઈ નુકસાન નથી.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the past, SME IPOs drew the attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. The above information is based on information available as on date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

Courtesy:  https://www.chittorgarh.com/

Related posts

Modi’s Navnirman Limited-BSE SME

દીપક કેમટેક્ષ બીએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (અરજી કરી શકાય)

Arvind and Company NSE SME IPO review (May apply)

Narendrabhai Joshi