The Economic Revolution
ipo-analysisipo-analysis-gujaratisme-ipo-gujarati

વનકલીક લોગી એનએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (દૂર રહો)

વનકલીક લોગી એનએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (દૂર રહો)

• સીએલઆઈએલએ તૃતીય-પક્ષ કરાર સાથે સંકલિત લોજિસ્ટિક્સ સેવાઓ પ્રદાતા છે.
• તેણે ભાગીદારી પેઢી તરીકે સરેરાશ કામગીરી પોસ્ટ કરી.
• પબ્લિક લિમિટેડ કંપની બન્યા પછી, તેની પાસે ના. વ. ૨૩ માટે માત્ર ૧૦૮ દિવસનો નાણાકીય ડેટા છે.
• ના. વ. ૨૩ની વાર્ષિક કમાણી પર આધારિત, તેનો આઈપીઓ ખૂબ જ કિંમતી છે.
• બસ આ મોંઘી “ઉચ્ચ જોખમ/નો-રીટર્ન” સોદાથી દૂર રહો

કંપની વિશેઃ

વનકલીક લોજીસ્ટિકસ ઈન્ડિયા લી. (સીએલઆઈએલ) એક સંકલિત લોજિસ્ટિક્સ સેવાઓ અને ઉકેલો પ્રદાતા છે. તેની સેવાઓને વ્યાપક રીતે(૧)નોન-વેસલ ઓપરેટીંગ કોમન કેરિયર (“એનવીઓસીસી”) તરીકે વર્ગીકૃત કરી શકાય છે; (ર) સમુદ્ર અને હવાઈ નૂર ફોરવર્ડિંગ (“ફ્રેટ ફોરવર્ડિંગ”);(૩) બલ્ક કાર્ગો હેન્ડલિંગ (“બલ્ક કાર્ગો”);(૪) કસ્ટમ ક્લિયરન્સ, જેના માટે તે તૃતીય પક્ષો સાથે વ્યવસ્થા ધરાવે છે જેમની પાસે માન્ય કસ્ટમ હાઉસ એજન્ટનું લાઇસન્સ છે અને (પ) સંલગ્ન લોજિસ્ટિક્સ અને પરિવહન સેવાઓ.

ઇન્ટિગ્રેટેડ એન્ડ-ટુ-એન્ડ લોજિસ્ટિક સર્વિસ પ્રોવાઇડર તરીકે, કંપની તેના ગ્રાહકોને સિંગલ-વિન્ડો સોલ્યુશન ઓફર કરે છે જેથી લોજિસ્ટિક્સ સેવાઓની સાંકળમાં વિવિધ સ્તરે બહુવિધ સેવા પ્રદાતાઓનો સંપર્ક કરવાની જરૂરિયાતને નકારી શકાય. આ કંપનીની સેવાઓમાં કન્ટેનર હેન્ડલિંગ, ક્લીયરિંગ અને ફોરવર્ડિંગ, કસ્ટમ્સ ક્લિયરન્સ, બ્રેક બલ્ક હેન્ડલિંગ અને બ્રોકરેજ, કસ્ટમ્સ અને ઇન્સ્યોરન્સ, વેરહાઉસિંગ, ડિસ્ટ્રિબ્યુશન અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, પોર્ટ અને ટર્મિનલ ઓપરેશન્સ અને કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન ઓપરેશન્સ સહિત તમામ પ્રકારના દાવાની વસૂલાતનો સમાવેશ થાય છે.

કંપની એસેટ-લાઇટ બિઝનેસ મોડલનું સંચાલન કરે છે અને તૃતીય પક્ષોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવશ્યકતાઓને આઉટસોર્સ કરે છે. વધુમાં, તેનું સંકલિત સેવા મોડેલ કંપનીને સેવાઓની વિશાળ શ્રેણી સાથે સંકળાયેલા ગ્રાહકો પાસેથી વધુ વ્યવસાયિક તકો પ્રદાન કરે છે, જે આવક અને નફાકારકતામાં યોગદાન આપે છે. તે ગ્રાહકો સાથે લાંબા સમયથી ચાલતા સંબંધોથી પણ લાભ મેળવે છે. કંપની ભારતમાં સેવાઓ પ્રદાન કરે છે અને તેનું પ્રાથમિક ધ્યાન આયાતકારોને ચીન, યુરોપ, સિંગાપોર અને મલેશિયા જેવા દેશોમાંથી માલની આયાત કરવા માટે આ સેવાઓ પ્રદાન કરવાનું છે જ્યાં તે એજન્સી ભાગીદારો દ્વારા હાજરી ધરાવે છે. એજન્સી ભાગીદારો સાથેની વ્યાપાર વ્યવસ્થા તેને અધિકારક્ષેત્રોમાં સેવાઓ પૂરી પાડવા સક્ષમ બનાવે છે જ્યાં તે સીધી રીતે કામ કરતી નથી. આ કંપનીની એજન્સી ભાગીદારી એ એજન્સી ભાગીદારો દ્વારા ભારતમાં વ્યવસાયની નવી તકો પ્રાપ્ત કરવામાં પણ મદદ કરે છે જેમની ભારતમાં સીધી કામગીરી નથી.

૩૧ ઓગસ્ટ, ૨૦૨૩ સુધીમાં, તેના પેરોલ પર ૨૦ કર્મચારીઓ હતા અને આ ઓફર દસ્તાવેજની તારીખ સુધીમાં, કંપનીએ ૬૨૭ વૈવિધ્યસભર ગ્રાહકોને તેની સેવાઓ પ્રદાન કરી છે.

ઈશ્યૂની વિગત અને મૂડીનો ઈતિહાસ

આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેના રૂ. ૧૦ ની મૂળ કિંમત ધરાવતા ૧૦૦૦૮૦૦ ઈક્વીટી શેર રૂ. ૯૯ ની મુકરર કિંમતે ઓફર કરીને રૂ. ૯.૯૧ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવી રહી છે. જાહેર ભરણા માટે આ ઈશ્યૂ તા.૨૭ સપ્ટેમ્બર , ર૦ર૩ ના રોજ ખુલશે છે અને તા.૦૩ ઓકટોબર, ર૦ર૩ ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૧૨૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી, શેર એન એસ ઈ એસ એમઈ પર સૂચિબદ્ધ થશે. ઇશ્યૂ કંપનીની પોસ્ટ-ઇશ્યૂ પેઇડ-અપ મૂડીના ૨૭.૭૭ % હિસ્સો ધરાવે છે. આ કંપની રૂ. ૧.૫૦ કરોડ આ આઈપીઓ પ્રક્રિયા માટે, અને ચોખ્ખી આવકમાંથી, તે રૂ. ૭.૨૧ કરોડ કાર્યકારી મૂડી માટે, અને રૂ. ૧.૨૦ કરોડ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે. ખર્ચશે. આ આઈપીઓ પ્રક્રિયા માટે ઊંચો ખર્ચ આઈપીઓ પછીના સંપૂર્ણ માળખાગત મોડને દર્શાવે છે.
ફેડેક્સ સિક્યોરિટીઝ પ્રા. લિ. એકમાત્ર લીડ મેનેજર છે અને બિગશેર સર્વિસીસ પ્રા. લિ. ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. એસએસ કોર્પોરેટ સિક્યોરિટીઝ લિમિટેડ કંપની માટે બજાર નિર્માતા છે.
સમાન ધોરણે પ્રારંભિક ઇક્વિટી શેર જારી કર્યા પછી, કંપનીએ એપ્રિલ ૨૦૨૩ માં શેર દીઠ રૂ.૫૮૦ના ભાવે વધુ ઇક્વિટી શેર જારી કર્યા. તેણે તે જ મહિનામાં ૧૦ માટે ૪૬૫ ના ગુણોત્તરમાં બોનસ શેર પણ જારી કર્યા છે. પ્રમોટરો દ્વારા શેર ખરીદવાની સરેરાશ કિંમત રૂ. ૯.૯૮, અને રૂ. ૧૦.૦૦ પ્રતિ શેર છે.
આઈ પી ઓ પછી,આ કંપનીની વર્તમાન પેઇડ-અપ ઇક્વિટી મૂડી રૂ. ૨.૬૦ કરોડ વધારીને રૂ. ૩.૬૦ કરોડ થશે. આઈ પી ઓ કિંમતના આધારે, કંપની રૂ.૩૫.૬૮ કરોડની માર્કેટ કેપ નિહાળી રહી છે.

આર્થિક દેખાવ

નાણાકીય કામગીરીના મોરચે, જેમ કે કંપનીની રચના ૧૪ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ કરવામાં આવી હતી, તેના પ્રથમ અપૂર્ણાંક નાણાકીય વર્ષ ૩૧ માર્ચ, ૨૦૨૩ ના રોજ સમાપ્ત થાય છે (એટલે કે ૧૦૮ દિવસ કામ કરવા માટે), તેણે કુલ રૂ. ૪.૧૬ કરોડની આવક પોસ્ટ કરી છે. અને રૂ.૦.૧૯ કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો. આ કામગીરી રૂ.૦.૦૧ કરોડની ઇક્વિટી મૂડી આધાર પર છે. પબ્લિક લિમિટેડ કંપની બન્યા પછી માત્ર ૧૦૮ દિવસના વર્કિંગ ડેટા સાથે આ આઈપીઓ કેવી રીતે મંજૂર થયો તે ખરેખર આશ્ચર્યજનક છે.
ના. વ. ૨૩ ના માત્ર ૧૦૮ દિવસના અપૂર્ણાંક સમયગાળા માટે, તેણે રૂ.૪.૦૮ની ઈપીએઈ અને ૯૫.૦૯% નો આરઓએનડબલ્યુ પોસ્ટ કરેલ છે. ઈશ્યુની કિંમત તા. ૩૧માર્ચ, ર૦ર૩ ના એનએવી રૂ. ૪.ર૮ના આધારે રૂ. ૨૩.૧૩ના પી/બીવીથી આવે છે અને આઈપીઓ પછીના એનએવી રૂ. ૩૨.૮૫ના આધારે ૩.૦૧ના પી/બીવીથી આવે છે.
જો આપણે ના. વ.૨૩ ની કમાણીને કંપનીની આઈપીઓ પછીની સંપૂર્ણ પાતળી પેઇડ-અપ ઇક્વિટી મૂડીને આધારે ગણીએ, તો માગવામાં આવેલ કિંમત ૫૪.૪૦ના પી/ઈ પર આવે છે. આમ આ ઈશ્યુ અતિશય ભાવનો છે.
ભાગીદારી પેઢી તરીકે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં, તેણે કુલ આવક/ચોખ્ખો નફો રૂ.૧૧.૬૭ કરોડ / રૂ. ૦.૩૩ કરોડ (ના. વ. ૨૦), રૂ. ૧૩.૩૩ કરોડ / રૂ. ૧.૦૨ કરોડ (ના. વ. ૨૧), અને રૂ. ૩૫.૨૧ કરોડ / રૂ. ૧.૩૦ કરોડ (ના. વ. ૨૨) નોંધાવ્યો છે. તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ સમાપ્ત થયેલા સમયગાળા માટે – ના. વ. ૨૩,માં તેણે કુલ આવક રૂ.૨૯.૪૨ કરોડ પર રૂ.૦.૯૯ કરોડ નો ચોખ્ખો નફો મેળવ્યો.

ડિવિડન્ડ પોલિસીઃ

કંપનીએ સંસ્થાપન પછી કોઈ ડિવિડન્ડ જાહેર કર્યું નથી. તે તેની નાણાકીય કામગીરી અને ભાવિ સંભાવનાઓના આધારે વ્યવહારું ડિવિડન્ડ નીતિ અપનાવશે.

લીસ્ટેડ સમાન કંપનીઓ સાથે સરખામણી

ઑફર દસ્તાવેજો અનુસાર, કંપનીએ એમિએબલ લોજિસ્ટિક્સ, કાર્ગોસોલ લોજિસ્ટિક્સ અને ટાઈમસ્કેન લોજિસ્ટિક્સને તેમના લિસ્ટેડ સાથીદારો તરીકે દર્શાવ્યા છે. તેઓ ૧૩.૫૭, ૧૪.૬૪ અને ૧૭.૫૭ (સપ્ટેમ્બર ટટ, ૨૦૨૩ મુજબ) ના પી/ઈ પર ટ્રેડિંગ કરી રહ્યા છે. જો કે, તેઓ ખરેખર ચૂસ્ત રીતે તુલનાત્મક નથી.

મર્ચંટ બેંકરનો ટ્રેક રેકર્ડ

છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં (ચાલુ એક સહિત) ફેડેક્સ સિક્યોરિટીઝ તરફથી આ ૧૯મો આદેશ છે. છેલ્લી ૧૦ લિસ્ટિંગમાંથી, લિસ્ટિંગની તારીખ૨ ડિસ્કાઉન્ટ પર ખોલવામાં આવેલ હતા, ૧ ભાવોભાવ અને બાકીના ૦.૨૧% થી ૧૦૮.૯૩% સુધીના પ્રીમિયમ સાથે ખુલેલ.

નિષ્કર્ષ / રોકાણ વ્યૂહરચના

કંપની તૃતીય-પક્ષ કરાર સાથે સંકલિત લોજિસ્ટિક્સ સેવાઓ પ્રદાન કરે છે. તેણે ભાગીદારી પેઢી તરીકે સરેરાશ કામગીરી પોસ્ટ કરી છે. ના. વ. ૨૩ માટે પબ્લિક લિમિટેડ એન્ટિટી તરીકે, તેની પાસે માત્ર ૧૦૮ દિવસનું કામ છે. ના. વ.૨૩ની વાર્ષિક કમાણીના આધારે, ઇશ્યૂની કિંમત ઘણી વધારે છે. આઈપીઓ પછીનો એક નાનો ઇક્વિટી આધાર મેઇનબોર્ડ પર સ્થળાંતર માટે લાંબી અવધિ સૂચવે છે. બસ આ મોંઘી “ઉચ્ચ જોખમ/નો-રીટર્ન” ઓફરથી દૂર રહો.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the past, SME IPOs drew the attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. The above information is based on information available as on date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

Courtesy:  https://www.chittorgarh.com/

 

Related posts

કમાન્ડ પોલીમર્સ બી એસ ઈ એસ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ ( દૂર રહો)

Narendra Joshi

ડ્રોનઆચાર્ય એરિયલ બી એસ ઈ એસ એમ ઈ આઈ પી ઓ સમીક્ષા (અરજી કરો)

Narendra Joshi

Quality Foils NSE SME IPO review (May apply)

Narendra Joshi