હોલમાર્ક ઓપ્ટો એનએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (અરજી કરી શકાય)
• એચઓએલ વિવિધ વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગ સાધનોના ઉત્પાદનમાં રોકાયેલ છે.
• તેણે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં નાણાકીય કામગીરીમાં સતત વૃદ્ધિ નોંધાવી છે.
• ના.વ. ૨૩ ની કમાણીના આધારે, ઇશ્યૂ વ્યાજબી કિંમતનો લાગે છે.
• તે અત્યંત સ્પર્ધાત્મક અને ખંડિત સેગમેન્ટમાં કાર્યરત છે.
• સારી રીતે જાણકાર રોકાણકારો મધ્યમથી લાંબા ગાળાના વળતર માટે રોકાણ કરી શકે છે.
કંપની વિશેઃ
હોલમાર્ક ઓપ્ટો-મિકેટ્રોનિકસ લી. (એચઓએલ) સંશોધન, ઉદ્યોગ અને શિક્ષણ માટે વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગ સાધનોના ઉત્પાદનમાં રોકાયેલ છે. એટલે કે ઇમેજિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, સ્પેક્ટ્રોસ્કોપી, એનાલિટીકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, લેબ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ફિઝિક્સ લેબ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બ્રેડબોર્ડ/ટેબલ ટોપ્સ, ઓપ્ટો-મિકેનિક્સ, ઓપ્ટિક્સ, લીનિયર અને રોટેશન સ્ટેજ, મોટરાઇઝ્ડ લીનિયર અને રોટેશન સ્ટેજ, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન વગેરે.
તેની ઉત્પાદન સુવિધા નવીનતમ મશીનરી, સાધનો અને સરંજામોથી સજ્જ છે જે વિવિધ ઉત્પાદોનું ઉત્પાદન કરવામાં સક્ષમ છે. અત્યાધુનિક મશીનો, સાધનસામગ્રી અને સાધનો સાથે, હોલમાર્કના ટેકનિશિયન અને એન્જિનિયરો ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ઉત્પાદિત કરે છે, દરેક તેના પ્રકારમાં અલગ અને શ્રેષ્ઠ. તેના તમામ વિભાગો, પછી તે ઓપ્ટિક્સ ડિઝાઇન, ઓપ્ટિક્સ ઉત્પાદન, મિકેનિક્સ ડિઝાઇન, ઇલેક્ટ્રોનિક્સ આર એન્ડ ડી અથવા સોફ્ટવેર ડેવલપમેન્ટ સંબંધિત શાખાઓમાં અનુભવી વ્યાવસાયિકો દ્વારા સંચાલિત થાય છે. હોલમાર્ક વેચાણ પછીની સેવા પ્રદાન કરવાના તેના અભિગમમાં અનન્ય છે.
જ્યાં સુધી ગ્રાહકને વોરંટી અથવા ખરીદીના વર્ષને ધ્યાનમાં લીધા વિના તેની જરૂર હોય ત્યાં સુધી તે તમામ ઉત્પાદનો માટે જાળવણી અને ફેરફાર સપોર્ટ આપે છે. આ કંપનીે ઉદ્યોગો, સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓ માટે વૈજ્ઞાનિક સાધનો અને ઉપકરણોની ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન માટે આઈએસઓ ૯૦૦૧ઃ૨૦૧૫ પ્રમાણિત કંપની છે.
કંપની ભારતીય બજાર માટે વિવિધ આયાત વિકલ્પ ઉત્પાદોનું ઉત્પાદન કરે છે જે વિશાળ નિકાસ બજાર પણ શોધી શકે છે. આ કેટેગરીમાં જે પ્રોડક્ટ્સ આવે છે તેમાં સૌર કોષો માટે ક્વોન્ટમ એફિશિયન્સી મેઝરમેન્ટ સ્ટેશન, ફોટો-લિથોગ્રાફી માટે યુવી લેસર માર્કિંગ સ્ટેશન, ઓટોમેટેડ રોટરી એન્ટેના પોઝિશનર્સ, પાતળી ફિલ્મ માપન માટે સ્પેક્ટ્રોસ્કોપિક એલિપ્સોમીટર, યુવી ઓઝોન ક્લીનર્સ, સ્પેક્ટ્રોસ્કોપિક રિફ્લેક્ટોમીટર, ફોટો ડિટેક્ટર, સ્પેક્ટ્રોસ્કોપિક રિફ્લેકટોમીટર , વગેરે. છેલ્લા ત્રણ દાયકાઓમાં, આ કંપનીએ વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગ એપ્લિકેશન્સ માટે અનન્ય ડિઝાઇન સાથે સંખ્યાબંધ ઉત્પાદનો વિકસાવ્યાં છે. તેણે સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન્સ સાથે ૮૦૦ થી વધુ પ્રોડક્ટ્સ વિકસાવી છે અને અસંખ્ય કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ્સ પણ વિકસાવી છે.
તેણે અમુક ચોક્કસ સાધનોના ઉત્પાદન માટે ટેક્નોલોજીના ટ્રાન્સફર માટે કેટલીક અગ્રણી/પ્રીમિયર સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ સાથે ટેકનિકલ સહયોગ/ટાઈ-અપ કર્યા છે. આ ઑફર દસ્તાવેજ ફાઇલ કરવાની તારીખ સુધીમાં, તેના પગારપત્રક પર ૩૦૪ કર્મચારીઓ હતા.
ઈશ્યૂની વિગત અને મૂડીનો ઈતિહાસ
આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૨૮૫૦૦૦૦ નવા ઈક્વીટી શેર રૂ. ૪૦ ના મુકરર ભાવે ઓફર કરીને રૂ. ૧૧.૪૦ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈશ્યૂ તા.૧૫ સપ્ટેમ્બર , ર૦ર૩ ના રોજ ખુલશે છે અને તા.૨૦ સપ્ટેમ્બર, ર૦ર૩ ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૩૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી, શેર એન એસ ઈ એસ એમઈ ઈમર્જ પર સૂચિબદ્ધ થશે. ઇશ્યૂ કંપનીની પોસ્ટ-ઇશ્યૂ પેઇડ-અપ મૂડીના ૨૬.૯૯ % હિસ્સો ધરાવે છે. આ કંપની રૂ.૧.૫૪ કરોડ (૧૩.૫૧%) આ આઈ પી ઓ પ્રક્રિયા માટે ખર્ચશે .આ આઈપીઓમાંથી મળેલ ચોખ્ખી રકમમાંથી તે રૂ. ૩.૫૪ કરોડ વધારાના પ્લાન્ટ અને મશીનરીની ખરીદી માટે રૂ. ૪.૮૨ કરોડ કાર્યકારી મૂડી માટે, અને રૂ. ૧.૫૦ કરોડ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ખર્ચશે.
ફિનશોર મેનેજમેન્ટ સર્વિસિસ લિમિટેડ એકમાત્ર લીડ મેનેજર છે અને કેમિયો કોર્પોરેટ સર્વિસિસ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. નિકુંજ સ્ટોક બ્રોકર્સ લિમિટેડ કંપની માટે બજાર નિર્માતા છે.
કંપનીએ અત્યાર સુધી સમાન મૂલ્ય પર સમગ્ર ઇક્વિટી મૂડી જારી કરી છે અને ફેબ્રુઆરી ૨૦૨૩માં દરેક ૨ શેર માટે ૭ શેરના ગુણોત્તરમાં બોનસ શેર પણ જારી કર્યા છે. પ્રમોટરો દ્વારા શેરના સંપાદનની સરેરાશ કિંમત રૂ. ૦.૫૫, અને રૂ. ૦.૫૭ પ્રતિ શેર છે.
આઈ પી ઓ પછી,કેઈએલની વર્તમાન પેઇડ-અપ ઇક્વિટી મૂડી રૂ. ૭.૨૦ કરોડ વધારીને રૂ. ૧૦.૦૫ કરોડ થશે. આઈ પી ઓ કિંમતના આધારે, કંપની રૂ.૪૦.૨૦ કરોડની માર્કેટ કેપ નિહાળી રહી છે.
આર્થિક દેખાવ
આર્થિક દેખાવને મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં , આ કંપનીએ કુલ ટર્નઓવર / ચોખ્ખો નફો રૂ. ૧૫.૭૩ કરોડ / રૂ. ૦.૬૯ કરોડ (ના. વ. ૨૧), રૂ. ૨૧.૧૮ કરોડ / રૂ. ૧.૫૫ કરોડ (ના. વ.૨૨), અને રૂ. ૨૯.૧૮ કરોડ / રૂ. ૩.૫૬ કરોડ (ના. વ.૨૩).નોંધાવેલ છે.
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં આ કંપનીની સરેરાશ ઈપીએસ રૂ.૩.૩૬ અને સરેરાશ આરઓએનડબલ્યુ ૨૩.૩૦ % છે. ઇશ્યૂની કિંમત તા.૩૧ માર્ચ, ૨૦૨૩ ના રોજ તેના એનએવી રૂ.૧૬.૧૧ ના આધારે ૨.૪૮ ના પી/બીવીથી આવે છે.અને આઈ પી ઓ પછીના એન એ વી રૂ. ૨૨.૮૮ મુજબ ૧.૭૫ ના પી/બીવીથી આવે છે.
જો આપણે નાણાકીય વર્ષ ૨૩ ની કમાણીને આઈ પી ઓ પછીની સંપૂર્ણ પાતળી પેઇડ-અપ ઇક્વિટી મૂડીનેઆધારે ગણીએ, તો માગવામાં આવેલ કિંમત ૧૧.૩૦ ના પી/ઈ પર આવે છે,
ડિવિડન્ડ પોલિસીઃ
કંપનીએ ૬૦% (ના. વ.૧૯), ૭૫% (ના. વ.૨૦), ૧૦૦% (ના. વ.૨૧), ૧૦૦% (ના. વ.૨૨), અને ૩૦% (ના. વ.૨૩ – એક્સ-બોનસ ધોરણે) ના દરે ડિવિડન્ડ ચૂકવ્યું છે. તે તેની નાણાકીય કામગીરી અને ભાવિ સંભાવનાઓના આધારે લિસ્ટિંગ પછી યોગ્ય ડિવિડન્ડ નીતિ અપનાવશે.
લીસ્ટેડ સમાન કંપનીઓ સાથે સરખામણી
ઓફર ડોક્યુમેન્ટ મુજબ, આ કંપની સાથે સરખાવી શકાય તેવી કોઈ લીસ્ટેડ સાથે કંપની નથી.
મર્ચંટ બેંકરનો ટ્રેક રેકર્ડ
છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં (ચાલુ એક સહિત) ફિનશોર મેનેજમેન્ટ તરફથી આ ૨૨મો આદેશ છે. છેલ્લી ૧૦ લિસ્ટિંગમાંથી, લિસ્ટિંગની તારીખે ૩ ડિસ્કાઉન્ટ પર , ૧ ભાવોભાવ અને બાકીની ૧૬.૬૭% થી ૧૫૦% સુધીના પ્રીમિયમ સાથે ખોલવામાં આવેલ હતા.
નિષ્કર્ષ / રોકાણ વ્યૂહરચના
કંપની અત્યંત સ્પર્ધાત્મક અને ખંડિત સેગમેન્ટમાં છે. તેણે તેની ટોપ અને બોટમ લાઇનમાં સતત વૃદ્ધિ નોંધાવી છે.ના. વ.૨૩ ની કમાણીના આધારે, ઇશ્યૂ વ્યાજબી કિંમતનો લાગે છે. સારી રીતે જાણકાર રોકાણકારો મધ્યમથી લાંબા ગાળાના વળતર માટે રોકાણ કરી શકે છે.
Review Author
DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the past, SME IPOs drew the attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. The above information is based on information available as on date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.
(SEBI registered Research Analyst-Mumbai).
About Dilip Davda
Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.
Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.
Email: dilip_davda@rediffmail.com
Courtesy: https://www.chittorgarh.com/