મેઘા ફ્લેક્ષ એન એસ ઈ એસ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ (અરજી કરી શકાય)

મેઘા ફ્લેક્ષ એન એસ ઈ એસ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ (અરજી કરી શકાય)

•    એમ એફ પી એલ લીનો બેગ્સના ઉત્પાદન અને પોલીપ્રોપીલીન ગ્રેન્યુલ્સના વેપાર સાથે સંકળાયેલ છે.
•    તેએ માર્જિન પર દબાણ સાથે સરેરાશ દેખવ દર્શાવે છે.
•    વિભાજિત સેગમેન્ટ્‌સને કારણે, માર્જિનનું ટકાઉપણું મુખ્ય ચિંતાનો વિષય છે.
•    તેના ના.વ. ૨૨ ના નાણાકીય પરિણામોના આધારે, ઇશ્યૂ સંપૂર્ણ કિંમતનો છે.
•    જોખમ લેનાર/રોકડ સરપ્લસ ધરાવતા રોકાણકારો લાંબા ગાળા માટે રોકાણ કરવાનું વિચારી શકે છે.

કંપની વિશેઃ
મેઘા ફ્લેક્ષ પ્લાસ્ટિક્સ લી.(એમ એફ પી એલ) મુખ્યત્વે લીનો બેગના ઉત્પાદનમાં રોકાયેલ છે જેનો ઉપયોગ બટાકા, ડુંગળી, લસણ, નારિયેળ, ફળો અને શાકભાજી જેવા કૃષિ પેદાશોના પેકેજીંગ માટે થાય છે. લીનો બેગ્સ ઉપરાંત, આ કંપની વણાયેલા ફેબ્રિક અને સુતળી (ફાઇબ્રિલેટેડ ટિ્‌વસ્ટેડ થ્રેડ)નું પણ ઉત્પાદન કરી રહી છે.આ કંપની જેનું મોટેભાગે ઉત્પાદન કરે છે તે છે લેનો બેગ્સ જે પ્લાસ્ટિક ગ્રેન્યુલ્સમાંથી બનાવવામાં આવે છે અને ફળો અને શાકભાજીના સંગ્રહ માટે ઘણી વખત ઉપયોગમાં લેવાય છે. વિવિધ ઉત્પાદનોના સંગ્રહ માટે આ ઉત્પાદનનો કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે.
આ કંપની બે સેગમેન્ટમાં કાર્યરત છે એટલે કે લેનો બેગ્સ, પીપી ફેબ્રિક્સ, સુતળીનું ઉત્પાદન અને પોલીપ્રોપીલીન ગ્રેન્યુલ્સનું ટ્રેડિંગ. આ ઑફર દસ્તાવેજો ફાઇલ કરવાની તારીખ સુધીમાં, તેના પગારપત્રક પર ૧૪૮ કર્મચારીઓ હતા.
ઈશ્યૂની વિગત અને મૂડીનો ઈતિહાસ
કાર્યકારી મૂડી માટે (રૂ. ૧૦.૧૭ કરોડ)અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ (રૂ.૦.૭૫ કરોડ) માટે તેની જરૂરિયાતોને ભાગરૂપે નાણાં એકત્રિત કરવા માટે આ કંપની મેઈડન આઈ પી ઓ સાથે તેનો રૂ. ૧૦ની મૂળ કિંમત ધરાવતા ૨૮૫૦૦૦૦ શેર, રૂ. ૪૦ પ્રતિશેરના મુકરર ભાવે ઓફર કરીને રૂ.૧૧.૪૦ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈશ્યૂ તા.૬ સપ્ટેમ્બર ર૦રર ના રોજ ખુલશે અને તા.૯ સપ્ટેમ્બર ર૦રર ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી૩૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરી શકાશે. ફાળવણી પછી, શેર એન એસ ઈ એસ એમ ઈ ઈમર્જ પર સૂચિબદ્ધ થશે. આ ઈશ્યૂ કંપનીની ઇશ્યૂ પછીની ભરપાઈ થયેલ મૂડીના ૨૬.૫૨ % હિસ્સો ધરાવશે. આ કંપની આ આઈ પી ઓ ની પ્રક્રિયા પાછળ રૂ.૦.૪૮ કરોડ ખર્ચ કરી રહેલ છે,
આ ઈસ્યુ માત્ર ફિનશોર મેનેજમેન્ટ સર્વિસીસ લિમિટેડ દ્વારા સંચાલિત છે અને કેમિયો કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ ઈસ્યુના રજીસ્ટ્રાર છે. રેઈનબો સિક્યોરિટીઝ પ્રા. લિમિટેડ આ કંપની માટે બજાર નિર્માતા છે.
સમાન ધોરણે પ્રારંભિક ઇક્વિટી જારી કર્યા પછી, કંપનીએ માર્ચ ૨૦૦૮ અને ઓક્ટોબર ૨૦૧૧ વચ્ચે રૂ.૪૦ થી રૂ. શેર દીઠ રૂ. ૮૪ની કિંમતની શ્રેણીમાં વધુ ઇક્વિટી જારી કરેલ હતા. તેણે જુલાઈ ૨૦૨૨માં ર માટે ૭ના ગુણોત્તરમાં બોનસ શેર પણ જારી કર્યા હતા. પ્રમોટરો દ્વારા શેરના સંપાદનની સરેરાશ કિંમત રૂ. ૩.૬૫, રૂ. ૪.૩૪, રૂ. ૫.૦૧, અને રૂ. ૨૧.૧૬ પ્રતિ શેર છે.
ઇશ્યૂ પછી, આ કંપનીની વર્તમાન પેઇડ-અપ ઇક્વિટી મૂડી રૂ.૭.૯૦ કરોડ છે જે વધીને રૂ. ૧૦.૭૫ કરોડ થશે.આઈ પી ઓ ની કિંમતના આધારે, કંપની ૪૨.૭૮ કરોડનું માર્કેટ કેપ નિહાળી રહી છે.
આર્થિક દેખાવ
આર્થિક દેખાવને મોરચે, છેલ્લા ત્રણ વર્ષમાં , આ કંપનીએ ટર્નઓવર / ચોખ્ખો નફો રૂ. ૩૩.૪૩ કરોડ / રૂ. ૨.૨૦ કરોડ (ના. વ.૨૦), રૂ. ૩૧.૦૯ કરોડ / રૂ. ૧.૨૯ કરોડ (ના. વ.૨૧) અને રૂ. ૪૭.૩૯ કરોડ / રૂ. ૨.૬૬ કરોડ (ના. વ.૨૨) નોંધાવેલ છે.
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં આ કંપનીએ સરેરાશ શેર દીઠ આવક રૂ. ૧૨.૧૨ અને (પ્રી-બોનસ ઇક્વિટી બેઝ પર આધારિત) સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૭.૧૫ ટકા દર્શાવેલ છે.તા. ૩૧ માર્ચ, ર૦રરના એન એ વી રૂ.૩૯.૩૩ મુજબ આ ઈસ્યુનો ભાવ ૧.૦૨ ના પી/બીવીથી આવે છે,તેમ જ આઈ પી ઓ પછીની એન એ વી રૂ.૩૯.૫૧ ના આધારે તેની કિંમત ૧.૦૧ ના પી/બીવી થી આવે છે.
જો આપણે ના. વ. ૨૨ ની કમાણીનું વાર્ષિકીકરણ કરીએ અને તેને આઈ પી ઓ પછીના કુલ ઈક્વીટીના આધારે વહેંચીએ , તો માગવામાં આવેલ કિંમત ૧૬.૧૯ના પી/ઈ પર આવે છે, તેને સંપૂર્ણ કિંમતનો ઈશ્યૂ બનાવે છે. આગળ જતા માર્જિનની ટકાઉપણું એ એક મોટી ચિંતા છે કારણ કે તે અત્યંત સ્પર્ધાત્મક અને ખંડિત સેગમેન્ટમાં કાર્યરત છે.
સમાન કંપનીઓ સાથે સરખામણી
ઓફર દસ્તાવેજો મુજબ, કંપની પાસે સરખામણી કરવા માટે કોઈ લિસ્ટેડ પીઅર નથી.
ડિવિડન્ડ પોલિસીઃ
આ કંપનીએ ઓફર દસ્તાવેજો માં દર્શાવેલ ગાળા દરમ્યાન કોઈ ડિવિડન્ડ જાહેર કરેલ નથી કે ચુકવેલ નથી. તે તેની નાણાકીય કામગીરી અને ભાવિ સંભાવનાઓના આધારે લિસ્ટિંગ પછી સમજદાર ડિવિડન્ડ નીતિ અપનાવશે.
મર્ચંટ બેંકરનો દેખાવ
છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં (ચાલુ એક સહિત) ફિનશોર મેનેજમેન્ટ તરફથી આ ૨૯મો આદેશ છે. છેલ્લી ૧૦ લિસ્ટિંગમાંથી,લિસ્ટિંગના દિવસે ૧ ડિસ્કાઉન્ટ પર ખુલેલ, ૨ સમભાવે અને બાકીના ૦.૯% થી ૧૫૦% ની વચ્ચેના પ્રીમિયમ સાથે ખુલેલ
નિષ્કર્ષ / રોકાણ વ્યૂહરચના
કંપની અત્યંત સ્પર્ધાત્મક અને ખંડિત સેગમેન્ટમાં કાર્યરત છે. આગળ જતાં માર્જિનનું ટકાઉપણું એ મુખ્ય ચિંતા છે. તેના વર્તમાન નાણાકીય ડેટાના આધારે, ઇશ્યૂ સંપૂર્ણ કિંમતનો દેખાય છે. આથી જોખમ લેનાર/રોકડ સરપ્લસ ધરાવતા રોકાણકારો લાંબા ગાળાની ક્ષિતિજ સાથે રોકાણ કરવાનું વિચારી શકે છે.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the past, SME IPOs drew the attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. The above information is based on information available as on date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

Courtesy:  https://www.chittorgarh.com/