ભારત પેટ્રોલિયમની સ્વતંત્ર ધોરણે આવક નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક ગાળામાં 26 ટકા વધીને રૂ. 1,28,333 કરોડ અને નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 39 ટકા વધીને રૂ. 2,66,722 કરોડ થઈ

ભારત પેટ્રોલિયમની સ્વતંત્ર ધોરણે આવક નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક ગાળામાં 26 ટકા વધીને રૂ. 1,28,333 કરોડ અને નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 39 ટકા વધીને રૂ. 2,66,722 કરોડ થઈ

 • બીપીસીએલએ જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી રૂ. 1,28,332.68 કરોડની આવક કરી, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 1,01,889.19 કરોડ હતી. એપ્રિલથી સપ્ટેમ્બર, 2022ના અર્ધવાર્ષિક ગાળામાં કામગીરીમાંથી આવક રૂ. 2,66,722.28 કરોડ થઈ, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 1,91,577.55 કરોડ હતી
 • નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 304.17 કરોડનું ચોખ્ખું નુકસાન થયું, તો નાણાકીય વર્ષ 2021-22ના સમાન ગાળામાં રૂ. 2,840.73 કરોડનો પુનઃકથિત નફો કર્યો હતો

              

ભારતમાં પ્રીમિયર ઇન્ટિગ્રેટેડ ઊર્જા કંપનીઓ પૈકીની એક ભારત પેટ્રોલિયમે નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 6,567.22 કરોડની ચોખ્ખી ખોટ કરી છે, તો નાણાકીય વર્ષ 2021-22ના સમાન ગાળામાં કંપનીએ રૂ. 6,033.82 કરોડનો પુનઃકથિત નફો કર્યો હતો.

 

નાણાકીય પરિણામોની મુખ્ય બાબતો નીચે આપેલી છે (સ્વતંત્ર ધોરણે) –

 • કોર્પોરેટ મંત્રાલયના આદેશના સંબંધમાં બીના રિફાઇનરી (અગાઉ ભારત ઓમાન રિફાઇનરીઝ લિમિટેડ) બીપીસીએલમાં વિલિન થઈ હતી અને બિના રિફાઇનરીની નાણાકીય કામગીરીને 1 જુલાઈ, 2021થી બીપીસીએલમાં સામેલ કરવામાં આવી છે. કોર્પોરેટ મંત્રાલયના આદેશના સંબંધમાં ભારત ગેસ રિસોર્સીસ લિમિટેડનું બીપીસીએલમાં વિલિનીકરણ થયું હતું અને ભારત ગેસ રિસોર્સીસ લિમિટેડની નાણાકીય કામગીરીને 1 એપ્રિલ, 2021થી બીપીસીએલમાં સામેલ કરવામાં આવી છે. ઉપરોક્ત મર્જર્સને ધ્યાનમાં રાખીને એકાઉન્ટને સંબંધિત ગાળાઓ માટે ફરી જણાવવામાં આવ્યાં છે
 • નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે કંપનીનું કુલ રિફાઇનિંગ માર્જિન (જીઆરએમ) $22.30/bbl હતું, જે ગયા વર્ષના સમાન ગાળામાં $5.23/bbl હતું
 • નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખું નુકસાન રૂ. 304.17 કરોડ હતું અને નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે રૂ. 6,567.22 કરોડ હતું
 • નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક ગાળા માટે ઇબીઆઇટીડીએ સકારાત્મક રૂ. 1,991.41 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 5,654.80 કરોડ હતી; નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક ગાળામાં ઇબીઆઇટીડીએ 1.55 ટકા હતું, જે નાણાકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિક ગાળામાં 5.55 ટકા હતું
 • 30 સપ્ટેમ્બર, 2022ના રોજ ડેટ-ઇક્વિટી રેશિયો 10x હતું (જે 30 સપ્ટેમ્બર, 2021ના રોજ 0.60x હતું)

 

ફિઝિકલ કામગીરી (સ્વતંત્ર ધોરણે)

 • નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક ગાળામાં થ્રૂપુટ 8.82 એમએમટી હતું, જે નાણાકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિક ગાળામાં 8.97 એમએમટી હતું. નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક ગાળામાં માર્કેટ વેચાણ 11.44 એમએમટી હતું, જે નાણાકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિક ગાળામાં 9.91 એમએમટી હતું. નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન થ્રૂપુટ 18.51 એમએમટી હતું, જે નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 15.81 એમએમટી હતું. નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન માર્કેટ વેચાણ 23.20 એમએમટી હતું, જે નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 19.54 એમએમટી હતું (વૃદ્ધિ 18.73 ટકા)
 • નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં અમે સરેરાશ ઇથેનોલ મિશ્રણની ટકાવારી 9.87 ટકા હતી. નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક ગાળા (નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 388)માં બીપીસીએલએ 226 નવા ફ્યુઅલ સ્ટેશન ઉમેર્યા હતાં, જેનાં પગલે સ્ટેશનની કુલ સંખ્યા વધીને 20443 થઈ
 • નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કંપનીની માલિકીના કંપની દ્વારા ઓપરેટ થતા નેટવર્કમાં એકના વધારા સાથે આ નેટવર્ક વધીને 316 થયું હતું
 • ઉપરાંત બીપીસીએલએ ફિનો ફાઇનાન્શિયલ સર્વિસીસનું વિસ્તરણ કરતાં 30 સપ્ટેમ્બર, 2022ના રોજ એની પહોંચ વધીને 12977 ફ્યુઅલ સ્ટેશન સુધી થઈ હતી
 • નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક ગાળા (નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા 17)માં બીપીસીએલએ 4 નવા વિતરક ઉમેર્યા હતા, જેના પગલે 30 સપ્ટેમ્બર, 2022ના રોજ એલપીજી વિતરક નેટવર્ક વધીને 6231 થયું હતું તથા 30 સપ્ટેમ્બર, 2022 સુધી ગ્રાહકોની સંખ્યા વધીને 9.13 કરોડ થઈ હતી
 • નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક ગાળા (નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 66)માં 45 સીએનજી સ્ટેશન શરૂ કર્યા હતા, જેના પગલે 30 સપ્ટેમ્બર, 2022ના રોજ કુલ સીએનજી સ્ટેશનની સંખ્યા વધીને 1198 થઈ.

 

 

 

નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક ગાળામાં મુખ્ય કામગીરી

(રૂ. કરોડમાં)

કુલ સ્વતંત્ર
નાણાકીય વર્ષ 2022-23નો બીજો ત્રિમાસિક ગાળો નાણાકીય વર્ષ 2021-22નો બીજો ત્રિમાસિક ગાળો %માંફેરફાર નાણાકીય વર્ષ 2022-23નો બીજો ત્રિમાસિક ગાળો નાણાકીય વર્ષ 2021-22નો બીજો ત્રિમાસિક ગાળો %માંફેરફાર
કામગીરીમાંથી આવક 1,28,356 1,01,939 25.91% 1,28,333 1,01,889 25.95%
EBITDA 2,088 6,068 1,991 5,655
ચોખ્ખો નફો (338) 3,149 (304) 2,841

 

નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની મુખ્ય કામગીરી

                                                                                                                         (રૂ. કરોડમાં)

કુલ સ્વતંત્ર
નાણાકીય વર્ષ 2022-23નો પ્રથમ અર્ધવાર્ષિક ગાળો નાણાકીય વર્ષ 2021-22નો પ્રથમ અર્ધવાર્ષિક ગાળો %માંફેરફાર નાણાકીય વર્ષ 2022-23નો પ્રથમ અર્ધવાર્ષિક ગાળો નાણાકીય વર્ષ 2021-22નો પ્રથમ અર્ધવાર્ષિક ગાળો %માંફેરફાર
કામગીરીમાંથી આવક 2,66,780 1,91,653 39.20% 2,66,722 1,91,578 39.22%
EBITDA (3,122) 11,513 (3,432) 10,965
ચોખ્ખો નફો (6,486) 6,363 (6,567) 6,034