The Economic Revolution
ipo-analysisipo-analysis-gujaratimain-stream-ipo-gujarati

સુલા વિનેયાર્ડસ આઈ પી ઓ પૃથ્થકરણ

સુલા વિનેયાર્ડસ આઈ પી ઓ પૃથ્થકરણ

(અરજી કરી શકાય)

• એસ વી એલ ૫૨% થી વધુ બજાર હિસ્સા સાથે ભારતની સૌથી મોટી વાઈન ઉત્પાદક કંપની છે.
• છેલ્લા ૧૮ મહિનાની કામગીરી માટે માર્જિનમાં અચાનક વધારો થવાથી આશ્ચર્ય થાય છે.
• ઈસ્યુ નજીકના ગાળાના પોઝિટિવ ને બાદ કરતાં સંપૂર્ણ કિંમતવાળો દેખાય છે.
• નીચા પ્રમોટરની હોલ્ડિંગ ચિંતા ઉભી કરે છે.
• રોકડ સરપ્લસ રોકાણકારો લાંબા ગાળાના પુરસ્કાર માટે રોકાણ પર વિચાર કરી શકે છે.

કંપની વિશેઃ

સુલા વિનેયાર્ડસ લી. (એસ વી એલ) ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીની ભારતની સૌથી મોટી વાઇન ઉત્પાદક અને વેચનાર છે (સ્રોતઃ ટેકનોપાક રિપોર્ટ). નાણાકીય વર્ષ ૨૦૦૯ થી તે ૫૦% બજાર હિસ્સાને વટાવીને વેચાણના જથ્થા અને મૂલ્યની દ્રષ્ટિએ ભારતીય વાઇન ઉદ્યોગમાં સતત માર્કેટ લીડર છે (કાર્યમાંથી કુલ આવકના આધારે).

આ કંપનીએ દ્રાક્ષ વાઇનની શ્રેણીમાં સતત બજાર હિસ્સો (ઓપરેશન્સમાંથી કુલ આવકના આધારે) ૩૩% થી ૫૨% સુધી મેળવ્યો છે. વધુમાં, તે તમામ ચાર ભાવ સેગમેન્ટ્‌સ એટલે કે એલિટ, પ્રીમિયમ, ઇકોનોમી અને પોપ્યુલર કેટેગરીમાં માર્કેટ લીડર છે. તે લાલ, સફેદ અને સ્પાર્કલિંગ વાઇન્સ સહિત વાઇન વેરિઅન્ટમાં માર્કેટ લીડર તરીકે પણ ઓળખાય છે (સ્રોતઃ ટેકનોપાક રિપોર્ટ). સુલા શિરાઝ કેબરનેટ એ ભારતમાં સૌથી વધુ વેચાતી વાઇન છે.

આ કંપની લોકપ્રિય બ્રાન્ડ્‌સની કલગી હેઠળ વાઇનનું વિતરણ કરે છે. ફ્લેગશિપ બ્રાન્ડ “સુલા” ઉપરાંત, લોકપ્રિય બ્રાન્ડ્‌સમાં “રાસા”, “ડિંડોરી”, “ધ સોર્સ” “સાતોરી”, “મડેરા” અને “દિયા”નો સમાવેશ થાય છે અને તેની ફ્લેગશિપ બ્રાન્ડ “સુલા” ભારતમાં વાઇનની”શ્રેણી સર્જક” છે. (સ્રોતઃ ટેકનોપાક રિપોર્ટ). હાલમાં, કંપની મહારાષ્ટ્ર અને કર્ણાટકના ભારતીય રાજ્યોમાં સ્થિત ચાર માલિકીની અને બે લીઝ ઉત્પાદન સુવિધાઓ પર વાઇનના ૫૬ અલગ-અલગ લેબલનું ઉત્પાદન કરે છે.

તેણે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં આશરે ૨,૨૯૦ એકર જમીન માટે દ્રાક્ષ ઉત્પાદકો સાથે લાંબા ગાળાની સપ્લાય વ્યવસ્થામાં પ્રવેશ કર્યો છે (૧૨ વર્ષ સુધી).ઉપરની તારીખે આ કંપનીના પે રોલ પર ૭૫૭ કર્મચારીઓ હતા.

ઈશ્યૂની વિગત અને મૂડીનો ઈતિહાસ

લીસ્ટીંગના લાભ માટ અને કેટલાક શેર હોલ્ડરોને બહાર નિકળવાની તક આપવા માટે આ કંપની તેના રૂ. ર ની કિંમત ધરાવતા ૨૬૯૦૦૫૩૦ ઈક્વીટી શેર સાથે પ્રથમ આઈ પીઓ સાથે (ઓ એફ એસ) ઓફર ફોર સેલ દ્વારા મૂડી બજારમાં આવેલ છે. એટલે કે ચોખ્ખો સેકન્ડરી ઈસ્યુ જે રૂ. ૯૬૦.૩૧ કરોડ એકત્રિત કરશે.(ઉપરની કેપ મુજબ) આ માટે તેણે શેરના વેચાણની ઓફર માટે પ્રાઈઝબેન્ડ રૂ. ૩૪૦ થી રૂ. ૩૫૭ નક્કી કરેલ છે. જાહેર ભરણા માટે આ ઈશ્યૂ તા.૧૨ ડીસેમ્બર, ર૦રર ના રોજ ખુલશે અને તા.૧૪ ડીસેમ્બર ર૦રર ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૪૨ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરી શકાશે. ફાળવણી પછી, તેમના શેર બી એસ ઈ અને એન એસ ઈ પર સૂચિબદ્ધ થશે. આ ઈશ્યૂ કંપનીની ઇશ્યૂ પછીની ભરપાઈ થયેલ મૂડીના૩૧.૯૫ % હિસ્સો ધરાવશે. આ ઈસ્યુ કંપનીની આઈ પી ઓ પછીની પેઈડ-અપ ઈક્વિટી મૂડીના ૩૧.૯૫% હિસ્સો ધરાવે છે. કંપનીએ ના. વ. ૨૦ માટે ખોટ નોંધાવી હોવા છતાં, સેબીએ તેનેકયુ આઈ બી માટે ૫૦%, એચ એન આઈ માટે ૧૫% અને નાના રોકાણકારો માટે ૩૫% ફાળવવાની મંજૂરી આપી છે.
આ ઈસ્યુના સંયુક્ત બુક રનિંગ લીડ મેનેજર્સ (બી આર એલ એમ ) કોટક મહિન્દ્રા કેપિટલ કો. લિ.,સી એલ એસ એ ઈન્ડિયા પ્રા. લિ., અને આઈ આઈ એફ એલ સિક્યોરિટીઝ લિ.છે, જ્યારે કે ફીન ટેકનોલોજીસ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.
સમાન ધોરણે પ્રારંભિક ઇક્વિટી જારી કર્યા પછી, આ કંપનીએ જૂન ૨૦૦૫ અને નવેમ્બર ૨૦૨૨ ની વચ્ચે રૂ.૨.૧૨ – રૂ. ૨૪૦.૦૦ (શેર દીઠ રૂ. ૨ ની મૂળકિંમત પર આધારિત) ની કિંમતની શ્રેણીમાં વધુ ઇક્વિટી મૂડી વધારી/રૂપાંતર કરી. પ્રમોટરો/વચાણકર્તા હિસ્સેદારો દ્વારા શેરના સંપાદનની સરેરાશ કિંમત રૂ. ૦૦, રૂ. ૧.૪૩, રૂ. ૬.૯૮, રૂ. ૧૦.૭૬, રૂ. ૪૧.૩૮, રૂ. ૫૮.૬૪, રૂ. ૯૬.૪૬, રૂ. ૧૦૧.૭૪, રૂ. ૧૭૦.૦૦, અને રૂ. ૧૭૫.૪૨ પ્રતિ શેર છે.
આ સેકન્ડરી ઈસ્યુ હોવાને કારણે એસવીએલની પેઈડ-અપ ઈક્વિટી કેપિટલ ઈશ્યુ પછી પણ છે એટલી જે એટલ કે રૂ. ૧૬.૮૪ કરોડ રહેશે.ઇશ્યૂ પ્રાઇસના ઉપલા બેન્ડના આધારે, કંપની રૂ.૩૦૦૫.૯૦ કરોડની માર્કેટ કેપ નિહાળી રહી છે.

આર્થિક દેખાવ

આર્થિક દેખાવને મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં , આ કંપનીએ (કોન્સોલીડેશન ધોરણે) ટર્નઓવર/ચોખ્ખો નફો – (નુકશાન) રૂ. ૫૨૩.૧૯ કરોડ / રૂ. – (૧૫.૯૪) કરોડ. (ના. વ. ૨૦), રૂ. ૪૨૧.૫૧ કરોડ / રૂ. ૩.૦૧ કરોડ (ના. વ. ૨૧), અને રૂ. ૪૫૬.૭૦ કરોડ / રૂ. ૫૨.૧૪ કરોડ(ના. વ. ૨૨) નોંધાવેલ છે. તા. ૩૦ સપ્ટેમ્બર ર૦રર ના રોજ પુરા થતા ના. વ. ર૩ના પૂર્વાર્ધમાં આ કંપનીએ રૂ. ૨૨૫.૭૬ કરોડના ટર્નઓવર પર રૂ.૩૦.૫૧ કરોડ નફો કરેલ છે.
માર્જિનમાં અચાનક વધારો આશ્ચર્ય ઉભું કરે છે. મેનેજમેન્ટે આને ઉચ્ચ માર્જિન પ્રોડક્ટ્‌સ અને પ્રીમિયમ બ્રાન્ડ્‌સના સ્થાનાંતરણ તરીકે સ્પષ્ટ કર્યું છે અને ભવિષ્યમાં પણ યોજનાઓ સાથે આવા વલણોને જાળવી રાખવાનો વિશ્વાસ છે.
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં આ કંપનીએ સરેરાશ શેર દીઠ આવક રૂ.૩.૦૬ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૫.૨૪ ટકા દર્શાવેલ છે.તા. ૩૦ સપ્ટેમ્બર, ર૦રરના એન એ વી રૂ.૫૮.૪૦ મુજબ આ ઈસ્યુનો ભાવ૬.૧૧ ના પી/બીવીથી આવે છે,
જો આપણે ના. વ. ૨૩ ની કમાણી ને આઈ પી ઓ પછીની સંપૂર્ણ પાતળી પેઇડ-અપ ઇક્વિટી મૂડી પર ગણીએ, તો માગવામાં આવેલ કિંમત ૪૯.૨૪ ના પી/ઈ પર આવે છે.આમ ઇશ્યુ નજીકના ગાળાના તમામ પોઝિટિવને ડિસ્કાઉન્ટ કરીને ૫ણ સંપૂર્ણ કિંમતનો છે.

ડિવિડન્ડ પોલિસીઃ

આ કંપનીએ ઓફર ડોક્યુમેન્ટ ફાઈલ થાય ત્યાં સુધી ૩૦% (ના. વ.૨૦), ૦૦ (ના. વ. ૨૧), ૨૪૫% (ના. વ. ૨૨), અને ૧૫૫% (ના. વ. ૨૩) ના દરે ડિવિડન્ડ ચૂકવ્યું હતું. તે તેની નાણાકીય કામગીરી અને ભાવિ સંભાવનાઓના આધારે લિસ્ટિંગ પછી યોગ્ય ડિવિડન્ડ નીતિ અપનાવશે.

સમાન કંપનીઓ સાથે સરખામણી

ઓફર દસ્તાવેજો મુજબ, આ કંપનીઅ ેયુનાઈટેડ સ્પિરિટ્‌સ, રેડિકો ખેતાન અને યુનાઈટેડ બ્રેવરીઝને તેમના લિસ્ટેડ સાથીદારો તરીકે દર્શાવ્યા છે. તેઓ હાલમાં ૬૩.૫૩, ૬૧.૨૬ અને ૮૪.૦૦ (૦૮ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ)ના પી/ઈ પર ટ્રેડ કરી રહ્યાં છે. જો કે, તેઓ ખરેખર ચૂસ્તરીતે તુલનાત્મક નથી.

મર્ચંટ બેંકરનો ટ્રેક રેકર્ડ

ઓફર સાથે સંકળાયેલા ત્રણ બી આર એલ એમ એ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં ૫૯ જાહેર ઇશ્યુ હેન્ડલ કર્યા છે, જેમાંથી ૧૭ ઇશ્યૂ લિસ્ટિંગની તારીખે ઇશ્યૂ પ્રાઇસ કરતા નીચે બંધ થયા છે.

નિષ્કર્ષ / રોકાણ વ્યૂહરચના

કંપની ૫૨% થી વધુ બજાર હિસ્સા સાથે વાઇન સેગમેન્ટમાં નેતૃત્વનો આનંદ માણે છે. તેના નાણાકીય ટ્રેક રેકોર્ડના આધારે ઇશ્યૂ સંપૂર્ણ કિંમતનો દેખાય છે અને તમામ નજીકના ગાળાના હકારાત્મક ડિસ્કાઉન્ટ આપે છે. નીચા પ્રમોટર હોલ્ડિંગ ચિંતામાં વધારો કરે છે. રોકડ સરપ્લસ રોકાણકારો લાંબા ગાળાના પુરસ્કાર માટે રોકાણ પર વિચાર કરી શકે છે.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the past, SME IPOs drew the attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. The above information is based on information available as on date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

Courtesy:  https://www.chittorgarh.com/

 

Related posts

૫ૂર્વ ફલેક્સી એનએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (અરજી કરો)

ઈ પી બાયોકોમ્પોઝીટ બી એસ ઈ એસ એમ ઈ આઈ પી ઓ સમીક્ષા (દૂર રહો)

Narendra Joshi

કાર્ગોસોલ લોજીસ્ટિકસ બી એસ ઈ એસ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ(અરજી કરી શકાય)

Narendra Joshi