The Economic Revolution
ipo-analysisipo-analysis-gujaratimain-stream-ipo-gujarati

ટ્રાન્સ્ટીલ સીટીંગ એનએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (અરજી કરો)

ટ્રાન્સ્ટીલ સીટીંગ એનએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (અરજી કરો)

•ટીએસટીએલ એ સંગઠિત બી૨બી બજારોમાં કોર્પોરેટ ફર્નિચર પ્રદાતા છે.
• કંપનીએ ના. વ. ૨૩ અને ના. વ. ૨૪ના પૂર્વાર્ધ માટે બમ્પર કમાણી નોંધાવી છે.
• તેની તાજેતરની નાણાકીય કામગીરીના આધારે, ઇશ્યૂ સંપૂર્ણ કિંમતનો દેખાય છે.
• પ્રસ્તાવિત ડેબોટલ-નેકિંગ સાથે, તે સુધારેલી કમાણી માટે તૈયારી કરી રહ્યું છે.
• રોકાણકારો મધ્યમથી લાંબા ગાળાના પુરસ્કારો માટે રોકાણ કરી શકે છે.

કંપની વિશેઃ

ટ્રાન્સટીલ સીટીંગ ટેકરોલીજીસ લી. (ટીએસટીએલ) એ ફર્નિચર પ્રદાતા છે, અને બે દાયકાથી વધુ સમયથી તમામ કદના વ્યવસાયોને તેમની જરુરિયાત પૂરી પાડે છે. જો કે, ૨૦૧૯ માં, કંપનીએ ડિજિટલ-ફર્સ્ટ અભિગમ અપનાવીને, ગ્રાહકોની તેની બ્રાન્ડ સાથે જોડાવવાની રીતને બદલીને નોંધપાત્ર છલાંગ લગાવી. આ છલાંગે ગ્રાહકો માટે ટ્રાન્સટીલ ફર્નિચરની વિવિધ શ્રેણીઓ ઓનલાઈન બ્રાઉઝ કરવા અને ખરીદવાનું અનુકૂળ બનાવ્યું છે.

ટીએસટીએલએ ૨૦ વર્ષથી વધુ કોર્પોરેટ અને બી૨બી અનુભવ સાથે જાણીતું ફર્નિચર પ્રદાતા છે. કંપનીએ ખુરશીઓ, ઓફિસ ફર્નિચર અને અન્ય રહેણાંક અને કોમર્શિયલ ફર્નિચર બનાવવાની કુશળતા અને કુનેહ વિકસાવી છે. વર્ષોથી તેણે તેના ક્રાફ્ટ પ્રદર્શન લક્ષી ટેબલ અને ખુરશીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું છે. જે ફર્નિચર સોલ્યુશન્સ ડિઝાઇન, મૂલ્ય અને એર્ગોનોમિક્સનું મિશ્રણ છે.

કંપની અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ અને પુણેમાં અનુભવ કેન્દ્રો ધરાવે છે. તેના ગ્રાહક યાદીમાં ઇન્ફોસિસ, બોશ, આઇટીસી, ટાઇટન, અમેરિકન એક્સપ્રેસ, વોલ્વો વગેરેનો સમાવેશ થાય છે.

આ કંપની ઉત્પાદનોની વિશાળ શ્રેણી પૂરી પાડે છે, જેમ કે ઓફિસ ચેર અને ઓફિસ ફર્નિચર. ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીમાં, તેના પગારપત્રક પર ૧૭૮ કર્મચારીઓ હતા.

ઈશ્યૂની વિગત અને મૂડીનો ઈતિહાસ

આ કંપની મેઈડન આઈપીઓ બુકબિલ્ડીંગ રૂટ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૭૧૪૦૦૦૦ ઈક્વીટી શેર રૂ. ૬૭ થી રૂ.૭૦ના ભાવે ઓફર કરી મૂડી બજારમાં આવેલ છે. આ ઈસ્યુમાં ઓફર ફોર સેલ (ઓએફએસ) દ્વારા ૬૭૮૪૦૦૦ નવા ઈક્વિટી શેર્સ (કિંમત રૂ. ૪૭.૪૯ કરોડ) અને ૩૫૬૦૦૦ ઈક્વિટી શેર્સ (કિંમત રૂ. ૨.૪૯ કરોડ)નો સમાવેશ થાય છે. આ ઓફર દ્વારા આ કંપની ૪૯.૯૮ કરોડ એકત્રિત કરવા ધારે છે. જાહેર ભરણા માટે આ ઈશ્યૂ તા.૩૦ ઓક્ટોબર , ર૦ર૩ ના રોજ ખુલશે છે અને તા.૦૧ નવેમ્બર, ર૦ર૩ ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૨૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી, શેર એન એસ ઈ એસ એમઈ પર સૂચિબદ્ધ થશે.ઇશ્યૂ કંપનીની આઈપીઓ પછીની પેઇડ-અપ મૂડીના ૩૫.૩૮% હિસ્સો ધરાવે છે.
કંપનીએ બજાર નિર્માતા માટે ૭૧૪૦૦૦ (૧૦%) શેર અનામત રાખ્યા છે અને બાકીના ક્વોટામાંથી, તેણે કયુઆઈબી માટે ૫૦% કરતા વધુ, એચએનઆઈ માટે ૧૫% કરતા ઓછા નહીં અને નાના રોકાણકારો માટે ૩૫% કરતા ઓછા નહીં તેટલા શેર ફાળવ્યા છે.
આઈપીઓ ફંડની ચોખ્ખી આવકમાંથી, કંપની રૂ. ૬.૬૫ કરોડ વર્તમાન દેવાની ચુકવણી/પૂર્વચુકવણી માટે, રૂ. ૧૪.૯૦ કરોડ ઉત્પાદનની સુવિધા માટે સાધનોની ખરીદી માટે રૂ. ૨૦.૦૦ કરોડ કાર્યકારી મૂડી માટે અને બાકીના સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેશે.
ગ્રેટેક્સ કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ અને પેન્ટોમાથ કેપિટલ એડવાઈઝર્સ પ્રા. લિ. દ્વારા સંયુક્ત રીતે આ ઈસ્યુનું સંચાલન કરવામાં આવે છે. લિ., જ્યારે બિગશેર સર્વિસીસ પ્રા. લિ. ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. ગ્રેટેક્ષ ગ્રુપની ગ્રેટેજ્ઞ શેર બ્રોકીંગ લી. કંપની માટે બજાર નિર્માતા છે.
સમાન મૂલ્ય પર પ્રારંભિક ઇક્વિટી શેર જારી કર્યા પછી, કંપનીએ ડિસેમ્બર ૨૦૨૨ માં શેર દીઠ રૂ.૨૬૪.૩૦ ની નિશ્ચિત કિંમતે વધુ ઇક્વિટી શેર જારી કર્યા. , અને માર્ચ ૨૦૦૭ માં ૧ માટે ૪ અને જૂન ૨૦૨૩ માં ૧ માટે ૨૨ ના ગુણોત્તરમાં બોનસ શેર પણ જારી કર્યા છે. પ્રમોટરો/વેચતા હિસ્સેદારો દ્વારા શેરના સંપાદનની સરેરાશ કિંમત રૂ. ૩.૭૯, અને રૂ. ૧૧.૪૪ પ્રતિ શેર.
આઈ પી ઓ પછી,આ કંપનીની વર્તમાન પેઇડ-અપ ઇક્વિટી મૂડી રૂ. ૧૩.૪૦ કરોડ વધારીને રૂ. ૨૦.૧૮ કરોડ થશે. આઈ પી ઓ કિંમતના આધારે, કંપની રૂ.૧૪૧.૨૫ કરોડની માર્કેટ કેપ નિહાળી રહી છે.

આર્થિક દેખાવ

આર્થિક દેખાવને મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં , આ કંપનીએ કુલ આવક / ચોખ્ખો નફો -(નુકસાન) રૂ. ૨૨.૮૮ કરોડ / રૂ. – (૦.૦૧) કરોડ. (ના. વ.૨૧), રૂ. ૨૮.૦૭ કરોડ / રૂ. ૧.૫૯ કરોડ (ના. વ૨૨), અને રૂ. ૫૯.૬૧ કરોડ / રૂ. ૯.૦૯ કરોડ (ના. વ. ૨૩) નોંધાયેલ છે.૩૦ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ પુરા થતા ના. વ. ૨૪ ના પૂર્વાર્ધ માટે, તેણે રૂ.૩૧.૩૩ કરોડની કુલ આવક પર રૂ.૪.૧૮ કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો.
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં આ કંપનીની સરેરાશ ઈપીએસ રૂ૩.૮૦ અને સરેરાશ આરઓએનડબલ્યુ ૨૭.૦૯ % છે. ઇશ્યૂની કિંમત ૩૦ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ તેના એનએવી રૂ.૨૧.૩૬ ના આધારે ૩.૨૮ ના પી/બીવીથી આવે છે અને આઈપીઓ પ્રાઇસ બેન્ડમાં પ્રાઇસ બેન્ડના નીચલા અને ઉપલા કેપ પર આઈપીઓ પછી એનએવી ડેટા ખૂટે છે.
નોંધાયેલા સમયગાળા માટે, કંપનીએ પીએટી માર્જિન – (૦.૦૩)% (ના. વ. ૨૧), ૫.૬૮% (ના. વ. ૨૨), ૧૫.૨૯% (ના. વ. ૨૩), અને ૧૩.૩૬% (પૂર્વાર્ધ ના. વ. ૨૪), નોંધાવેલ છે અને અનુરૂપ સમયગાળા માટે અનુક્રમે ૧૧.૮૪%, ૩૨.૯૫%, ૩૬.૬૯% અને ૧૫.૩૪% ના આરઓસીઈ માર્જિન પોસ્ટ કર્યા છે

ડિવિડન્ડ પોલિસીઃ

કંપનીએ ઓફર ડોક્યુમેન્ટના રિપોર્ટ કરેલા સમયગાળા માટે કોઈ ડિવિડન્ડ જાહેર કર્યું નથી. તે તેની નાણાકીય કામગીરી અને ભાવિ સંભાવનાઓના આધારે વ્યવહારું ડિવિડન્ડ નીતિ અપનાવશે.
લીસ્ટેડ સમાન કંપનીઓ સાથે સરખામણી
ઓફર ડોક્યુમેન્ટ મુજબ, કંપનીએ સીઝન્સ ફર્નિશિંગ અને શાશ્વત ફર્નિશિંગને તેમના લિસ્ટેડ પીઅર તરીકે દર્શાવ્યા છે. તેઓ ૧૧.૬૭ અને ૩૨.૬૮ ના પી/ઈ પર ટ્રેડિંગ કરી રહ્યા છે (૨૫ ઓક્ટોબર, ૨૦૨૩ મુજબ). જો કે, તેઓ ખરેખર ચૂસ્ત રીતે તુલનાત્મક નથી.
મર્ચંટ બેંકરનો ટ્રેક રેકર્ડ

ગ્રેટેક્સ કોર્પોરેશન અને પેન્ટોમાથ કેપિટલ દ્વારા સંયુક્ત રીતે આ ઈસ્યુનું સંચાલન કરવામાં આવે છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં ગ્રેટેક્સ કોર્પોરેટ તરફથી આ ૧૭મો આદેશ છે. છેલ્લી ૧૦ લિસ્ટિંગમાંથી, લિસ્ટિંગના દિવસે ૩ ડિસ્કાઉન્ટ પર ખુલેલ છે, ૧ ભાવોભાવ અને બાકીની ૧.૩૧% થી ૯૦% સુધીના પ્રીમિયમ સાથે ખુલેલ હતા. અને, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં પેન્ટોમથ કેપિટલ તરફથી આ ૯મો આદેશ છે. છેલ્લી ૮ સૂચિઓમાંથી, લિસ્ટિંગના દિવસે ૫.૦૦% થી ૮૨.૭૮% સુધીના પ્રીમિયમ સાથે સૂચિબદ્ધ થયેલ હતા.

નિષ્કર્ષ / રોકાણ વ્યૂહરચના

કંપની બી૨બી સેગમેન્ટમાં તેના પ્રતિષ્ઠિત સંગઠિત ગ્રાહકો માટે ટેઈલરમેઈડ ફર્નિચરના વ્યવસાયમાં છે. દેવામાં ઘટાડો અને ડીબોટલ-નેકિંગ પ્લાન સાથે, કંપની ઝડપી ફોરવર્ડ મોડ માટે તૈયારી કરી રહી છે. તેની તાજેતરની નાણાકીય કામગીરીના આધારે, ઇશ્યૂ સંપૂર્ણ કિંમતનો દેખાય છે. રોકાણકારો મધ્યમથી લાંબા ગાળાના વળતર માટે રોકાણ કરવાનું વિચારી શકે છે.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the past, SME IPOs drew the attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. The above information is based on information available as on date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

Courtesy:  https://www.chittorgarh.com/

Related posts

નેચરો ઈન્ડિયા બુલ બીએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (દૂર રહો)

Narendra Joshi

Dharmaj Crop IPO review (Apply)

Narendra Joshi

યુડીએસ આઈપીઓ પૃથ્થકરણ (અરજી કરી શકાય)