The Economic Revolution
industry-economy

ENRની ટોચની 200 એન્વાર્યનમેન્ટલ ફર્મ્સની યાદીમાં L&T ત્રીજા ક્રમે યાદીમાં સ્થાન પામનાર એક માત્ર ભારતીય કંપની

ENRની ટોચની 200 એન્વાર્યનમેન્ટલ ફર્મ્સની યાદીમાં L&T ત્રીજા ક્રમે

યાદીમાં સ્થાન પામનાર એક માત્ર ભારતીય કંપની

મુંબઇ, 2 ઓગસ્ટ, 2022: ઇપીસી પ્રોજેક્ટ્સ, હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસિસ સાથે સંકળાયેલી ભારતીય મલ્ટીનેશનલ કંપની લાર્સન એન્ડ ટુબ્રો (L&T)એ એન્જિનિયરીંગ ન્યૂઝ રેકોર્ડ (ENR), ન્યૂયોર્ક દ્વારા જારી કરવામાં આવેલી ટોપ 200 એન્વાયર્નમેન્ટલ ફર્મ્સની યાદીમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે. 2021માં 4.83 અબજ ડોલરની પ્રો એન્વાર્યનમેન્ટલ રેવન્યુ (જે કંપનીની કુલ આવકનો 30 ટકા હિસ્સો છે) સાથે એલએન્ડટી આ યાદીમાં એક માત્ર ભારતીય કંપની છે.
કંપનીની આવકમાં સેક્ટર પ્રમાણે હિસ્સામાં ENR ના સેગમેન્ટેશનનાં સંદર્ભમાં એર ક્વોલિટી / ક્લિન એનર્જી અને વોટર ટ્રીટમેન્ટ/ સપ્લાય એમ બંને યાદીમાં એલએન્ડટી ત્રીજા ક્રમે રહી છે. એલએન્ડટીએ 2021માં 4.83 અબજ ડોલરની ટોટલ પ્રો એન્વાયર્નમેન્ટલ રેવન્યુ મેળવી હતી, જ્યારે આ બે કેટેગરીનાં પ્રોજેક્ટ્સનો હિસ્સો 67 ટકા હતો.
અન્ય મહત્વનું પાસુ એ છે ક રેવન્યુના ક્લાયન્ટ પ્રમાણે વર્ગીકરણના સંદર્ભમાં ફેડ઼રલ ગવર્મેન્ટ માટે એલએન્ડટી નંબર વન અને રાજ્ય /સ્થાનિક સરકારો માટે નંબર ટુ છે. એકંદરે, એલએન્ડટીની 94 ટકા આવક એવા ગ્રાહક પાસેથી આવે છે જે ફેડરલ ગવર્મેન્ટ અને રાજ્ય /સ્થાનિક સરકારો છે. આ બાબત એ હકીકતનું પ્રમાણ છે કે એલએન્ડટીની પ્રો એન્વાયર્નમેન્ટલ રેવન્યુ એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી પ્રેક્ટિસિસને પ્રોત્સાહન આપવાની સરકારની પ્રતિબધ્ધતાને અનુરુપ અને તેનાંથી પ્રભાવિત છે.
આ ઘટનાક્રમ અંગે ટિપ્પણી કરતા એલએન્ડટીના સીઇઓ અને એમડી એસ એન સુબ્રમણ્યને જણાવ્યું હતું કે, “કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડવાની અમારી પ્રતિબધ્ધતાને વળગી રહીને અમે ક્લિન, ગ્રીન અને સસ્ટેનેબલ ફ્યુચર માટે નોંધપાત્ર રોકાણ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અમારા પ્રયત્નોની કદર થાય છે ત્યારે ચોક્કસપણે અમને સારું લાગે છે. વધુ વિશેષ બાબત એ છે કે કુલ આવકમાં એન્વાયર્નમેન્ટલ રેવન્યુનો હિસ્સો ત્રીજા ભાગનો છે, જ્યારે યાદીમાં પ્રથમ અને બીજા ક્રમાંકે આવનારી કંપનીઓનો હિસ્સો અનુક્રમે 100 અને 51 ટકા છે. એટલે, આગામી વર્ષોમાં આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ઉપર જવા અમારા માટે ઘણો અવકાશ છે. ગ્રીન હાઇડ્રોજન અને તેની લિન્કેજ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાના અમારા પ્રયાસ તેને વેગ આપશે.”
ESG પ્રતિબધ્ધતાના ભાગ રૂપે એલએન્ડટીએ 2035 સુધીમાં વોટર ન્યુટ્રાલિટી અને 2040 સુધીમાં કાર્બન ન્યુટ્રાલિટી હાંસલ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. એલએન્ડટીના ક્લાઇમેટ ચેઇન્જ, એનર્જી એફિશિયન્સી અને રીન્યુએબલ એનર્જી પ્રોગ્રામ્સ ભારત સરકાર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેઇન્જ (NAPCC)ને અનુરૂપ છે. કંપનીનાં પ્રોગ્રામ્સ COP 21 –પેરિસ સમજૂતિ દરમિયાન ભારત સરકાર દ્વારા માન્ય નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન્સ (NDCs)ને પણ અનુરુપ છે.
બાંધકામ ઉદ્યોગની બાબતોને કવર કરતા વિશ્વનાં સૌથી અધિકૃત પબ્લિકેશન્સમાં સ્થાન પામતું ENR વર્ષ 1917થી વિશ્વભરનાં બાંધકામ ઉદ્યોગનાં સમાચારો, પૃથક્કરણ, ડેટા અને અભિપ્રાયોનું સંપૂર્ણ કવરેજ પૂરું પાડે છે.

Related posts

આઈડીએફસી મિડકેપ ફંડ એનએફઓ 28 જુલાઈ 2022ના રોજ રોકાણ માટે ખુલશે 

Narendra Joshi

Listing of Lab grown diamonds manufacturing company – DEV LABTECH VENTURES LTD

Narendra Joshi

MUIS) is a JV between Mitsubishi Chemical Corporation (MCC)

Narendra Joshi