The Economic Revolution – Financial Weekly Newspaper Ahmedabad, Gujarat, India
IPOIPO Analysis By Dilip DavdaMain Board Gujarati IPO

જેમ એરોમેટિક્સ આઈપીઓ સમીક્ષા

Courtesy:  https://www.chittorgarh.com/

Review By Dilip Davda on August 14, 2025

  • આ કંપની સ્પેશિયાલિટીઇન્ગ્રેડિયેન્ટ્‌સ, એરોમાકેમિકલ્સ અને વેલ્યુ-એડેડડેરિવેટિવ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી છે.
  • તેણે નોંધાયેલાસમયગાળા માટે તેના ટોપ અને બોટમલાઈનમાં વૃદ્ધિ દર્શાવી છે.
  • તે તેના ગ્રાહકો સાથે રીપીટઓર્ડર્સ સાથે લાંબા ગાળાના સંબંધો ધરાવે છે.
  • તેના તાજેતરના નાણાકીય ડેટાના આધારે, આ ઇશ્યુ સંપૂર્ણ કિંમતનો જણાય છે.
  • સુમાહિતગાર રોકાણકારો લાંબા ગાળા માટે મધ્યમ ભંડોળનું રોકાણ કરી શકે છે.

 કંપની વિશેઃ

જેમ એરોમેટિક્સલિ. (જીએએલ) બે દાયકાથી વધુના ટ્રેક રેકોર્ડ સાથે ભારતમાં આવશ્યક તેલ, એરોમાકેમિકલ્સ અને વેલ્યુ-એડેડડેરિવેટિવ્સસહિતનાસ્પેશિયાલિટીઇન્ગ્રેડિએન્ટ્‌સની જાણીતી ઉત્પાદક છે. તે મધર ઇન્ગ્રેડિએન્ટ્‌સથી લઈને તેના વિવિધ વેલ્યુ-એડેડડેરિવેટિવ્સ સુધીના ઉત્પાદનોનોવૈવિધ્યસભરપોર્ટફોલિયો પ્રદાન કરે છે. તેના ઉત્પાદનોનો ઉપયોગ ઓરલ કેર, કોસ્મેટિક્સ, ન્યુટ્રાસ્યુટિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, વેલનેસ અને પેઈનમેનેજમેન્ટ અને પર્સનલ કેર જેવા ઉદ્યોગોના વિશાળ ક્ષેત્રમાં થાય છે.

જીએએલ ભારતમાં મૂલ્ય અને ઉત્પાદિત વોલ્યુમના આધારે આવશ્યક તેલ અને વેલ્યુ-એડેડડેરિવેટિવ્સના અગ્રણી ઉત્પાદકોમાંનું એક છે, જે ફુદીના અને લવિંગનાતેલમાંથીમેળવેલાઉત્પાદનોમાં વિશેષતા ધરાવે છે. (સ્રોતઃ એફ એન્ડ એસ રીપોર્ટ). તેનો ટ્રેક રેકોર્ડ, વૈવિધ્યસભરપ્રોડક્ટપોર્ટફોલિયો અને બ્રાન્ડરિકોલથી કંપનીને તેના પ્રોડક્ટપોર્ટફોલિયોમાં ઘણી લીડરશીપ પોઝિશન સ્થાપિત કરવામાં મદદ મળી છે, ઉદાહરણ તરીકે, ભારતમાં, તે આવશ્યક તેલ-આધારિત ઉત્પાદનો અને ફુદીના, લવિંગ, નીલગિરીના તેલ અને અન્ય આવશ્યક તેલોમાંથી ઉત્પાદિત ડેરિવેટિવ્સમાં પ્રભુત્વ ધરાવે છે. (સ્રોતઃ એફ એન્ડ એસ રીપોર્ટ). આવશ્યક તેલ હેઠળના સૌથી મોટા સેગમેન્ટ્‌સ – ઓરેન્જઓઈલ, મિન્ટઓઈલ, ક્લોવઓઈલ અને નીલગિરીઓઈલ છે. તે ચાર મુખ્ય શ્રેણીઓમાંથીત્રણમાં હાજર છે. (સ્રોતઃ એફ એન્ડ એસ રીપોર્ટ). નાણાકીય વર્ષ ૨૦૨૫ દરમિયાન ભારતમાં, તે પાઈપરીટાતેલના સૌથી મોટા પ્રોક્યોરર્સમાંનું એક હતું, અને ઉત્પાદિત વોલ્યુમનીદ્રષ્ટિએડીએમઓ, લવિંગનું તેલ, યુજેનોલ અને નીલગિરીનાતેલના સૌથી મોટા પ્રોસેસર્સમાંનું એક હતું. (સ્રોતઃ એફ એન્ડ એસ રીપોર્ટ). નાણાકીય વર્ષ ૨૦૨૫ સુધીમાં, ભારતમાં ડીએમઓ અને યુજેનોલનો તેનો હિસ્સો ઉત્પાદિત વોલ્યુમનીદ્રષ્ટિએ અનુક્રમે ૧૨% અને ૬૫% હતો. (સ્રોતઃ એફ એન્ડ એસ રીપોર્ટ).

તેની ઇન-હાઉસ ઉત્પાદન અને સંશોધન અને વિકાસ ક્ષમતાઓએપ્રોડક્ટઇનોવેશન અને લોન્ચના ટ્રેક રેકોર્ડમાં ફાળો આપ્યો છે અને તેને સુસંગત પ્રોડક્ટ ગુણવત્તા જાળવવામાં મદદ કરી છે. બે દાયકાથી વધુના અનુભવ સાથે, તેણે ગ્રીગનાડ્‌ર્સ, એમાઈડકપલિંગ, ફ્રિડેલ-ક્રાફ્ટપ્રતિક્રિયાઓ, ક્રોસ-કપલિંગકેમિસ્ટ્રી, ફોટોકેમિકલપ્રતિક્રિયાઓ અને ગ્રીન કેમિસ્ટ્રીનો ઉપયોગ કરીને મેથોક્સીલેશન જેવી જટિલ રસાયણશાસ્ત્રનીએપ્લિકેશન દ્વારા અદ્યતન ઓર્ગેનિકસિન્થેસિસમાં કુશળતા વિકસાવી છે. જીએએલની અદ્યતન ક્ષમતાઓ હાઈ-પ્રેશરપ્રતિક્રિયાઓ, સતત પ્રક્રિયાઓ, ફિક્સ્ડ-બેડ સિસ્ટમ્સ અને પ્રોસેસઓટોમેશન સુધી પણ વિસ્તરે છે.

જીએએલ ચાર પ્રોડક્ટકેટેગરીઝમાં ૭૦ પ્રોડક્ટ્‌સ ઓફર કરે છે, જેમ કે, (૧) ફુદીનો અને ફુદીનાનાડેરિવેટિવ્સ; (૨) લવિંગ અને લવિંગનાડેરિવેટિવ્સ; (૩) ફીનોલ; અને (૪) અન્ય સિન્થેટીક અને કુદરતી ઇન્ગ્રેડિએન્ટ્‌સ. તે ઘણી પ્રોડક્ટલાઈનોમાં અગ્રણી સપ્લાયર્સમાંની એક છે જેમાં તે કાર્ય કરે છે. (સ્રોતઃ એફ એન્ડ એસ રીપોર્ટ). ગ્રાહકોને સેવા આપવા અને ગુણવત્તાયુક્તઉત્પાદનોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરીને, કંપનીએ નાણાકીય વર્ષ ૧૯૯૯માં સ્પિયરમિન્ટ અને પાઇપરીટા જેવા ઉત્પાદનો સાથે ફુદીના અને ફુદીનાનાડેરિવેટિવ્સશ્રેણીમાં કામગીરી શરૂ કરી હતી. પ્રોડક્ટપોર્ટફોલિયોને વિસ્તૃત કરવા માટે, તેણે ૨૦૦૯માં લવિંગ અને લવિંગનાડેરિવેટિવ્સકેટેગરી હેઠળ ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યું. તેના પ્રોડક્ટપોર્ટફોલિયોને વિસ્તૃત કરવા પર તેના ફોકસનાઅનુસંધાનમાં, તે નવી કેટેગરી, એટલે કે, સિટ્રાલ હેઠળ ઉત્પાદનો રજૂ કરવાની પ્રક્રિયામાં છે.

વધુમાં, ૨૦૧૯માં, ડોટેરાએન્ટરપ્રાઈઝીસ, સાર્લ (“ડોટેરા”), એ જીએએલમાં રોકાણ કર્યું અને જ્યારે કંપનીએ શરૂઆતમાં સ્પિયરમિન્ટ અને પાઇપરીટાનો પુરવઠો શરૂ કર્યો, ત્યારે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષો દરમિયાન, તેણે ડોટેરાગ્લોબલ લિમિટેડને ૧૫ ઉત્પાદનોનો પુરવઠો પૂરો પાડ્યો છે. ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં, તેની પાસે ૨૯૫ કર્મચારીઓ હતા (૧૫ કરાર કામદારો સહિત).

ઈશ્યુની વિગતો/મૂડીનો ઈતિહાસઃ

કંપની ૧૩૮૮૪૬૧૫ ઇક્વિટી શેર (અપર કેપ પર રૂ. ૪૫૧.૨૫ કરોડની કિંમતના) માટે તેનો પ્રથમ બુક બિલ્ડિંગ રૂટ આઈપીઓ લાવી રહી છે. આઈપીઓમાં રૂ. ૧૭૫ કરોડના (અંદાજે ૫૩૮૪૬૧૫ શેર અપર કેપ પર) તાજા ઇક્વિટીશેરનોઈશ્યુ અને ૮૫૦૦૦૦૦ ઇક્વિટીશેરનો ઓફર ફોર સેલ (ઓ.એફ.એસ.) (અપર કેપ પર રૂ. ૨૭૬.૨૫ કરોડની કિંમતના)નો સમાવેશ થાય છે. કંપનીએ પ્રત્યેક રૂ. ૨ની મૂળ કિંમતના ઇક્વિટી શેર માટે રૂ. ૩૦૯ – રૂ. ૩૨૫ની પ્રાઇસબેન્ડની જાહેરાત કરી છે. આ ઇશ્યુ ૧૯ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૪૬ શેર માટે અને ત્યારબાદ તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી, શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ થશે. આ ઈશ્યુઆઈપીઓ પછીની પેઈડ-અપ ઇક્વિટીકેપિટલના ૨૬.૫૮% છે. તાજા ઇશ્યુની ચોખ્ખી આવકમાંથી, કંપની અમુક ચોક્કસ બોરોઈંગ્સની ચુકવણી/પ્રીપેમેન્ટ માટે રૂ. ૧૪૦ કરોડનો ઉપયોગ કરશે, અને બાકીનાનો સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરશે.

આ ઈશ્યુના એકમાત્ર બુક રનિંગલીડ મેનેજર (બીઆરએલએમ) મોતીલાલ ઓસ્વાલઇન્વેસ્ટમેન્ટએડવાઇઝર્સલિ. છે, જ્યારે કેફીનટેકનોલોજીસલિ. ઇશ્યુનારજીસ્ટ્રાર છે. મોતીલાલ ઓસ્વાલફાઈનાન્સિયલસર્વિસીસલિ. એક સિન્ડિકેટ મેમ્બર છે.

કંપનીએ પ્રારંભિક ઇક્વિટી શેર ફેસવેલ્યુ પર ઈશ્યુ કર્યા છે. તેણે જાન્યુઆરી ૨૦૧૭ અને મે ૨૦૧૯ની વચ્ચે પ્રત્યેક શેર દીઠ રૂ. ૧૪ – રૂ. ૨૦૪.૨૦ (રૂ. ૨ ની મૂળ કિંમત પર આધારિત)ની પ્રાઇસરેન્જમાં પણ વધુ શેર ઈશ્યુ કર્યા છે. તેણે જાન્યુઆરી ૨૦૦૧માં ૧૯ઃ૧ અને જુલાઈ ૨૦૨૩માં ૧૭ઃ૪ના રેશિયોમાં બોનસ શેર પણ ઈશ્યુ કર્યા છે. પ્રમોટરો/વેચાણ કરતા હિસ્સેદારો દ્વારા શેરનાસંપાદનનો સરેરાશ ખર્ચ શેર દીઠ રૂ. શૂન્ય, રૂ. ૦.૬૧, રૂ. ૦.૮૧, રૂ. ૦.૯૫ અને રૂ. ૩૮.૯૦ છે.

આઈપીઓ પછી, તેની વર્તમાન પેઈડ-અપ ઇક્વિટી મૂડી રૂ. ૯.૩૭ કરોડથી વધીને રૂ. ૧૦.૪૫ કરોડ થશે. આઈપીઓપ્રાઇસબેન્ડના અપર કેપના આધારે, કંપની રૂ. ૧૬૯૭.૭૧ કરોડનામાર્કેટકેપનીશોધમાં છે.

 નાણાકીય પ્રદર્શનઃ

નાણાકીય પ્રદર્શનના મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષો માટે, કંપનીએ કુલ આવક / ચોખ્ખો નફો  રૂ. ૪૨૫.૦૯ કરોડ / રૂ. ૪૪.૬૭ કરોડ (નાણાકીય વર્ષ ૨૩), રૂ. ૪૫૪.૨૩ કરોડ / રૂ. ૫૦.૧૦ કરોડ (નાણાકીય વર્ષ ૨૪) અને રૂ. ૫૦૫.૬૪ કરોડ / રૂ. ૫૩.૩૮ કરોડ (નાણાકીય વર્ષ ૨૫) નોંધાવેલ છે. કંપનીએ નોંધાયેલાસમયગાળા માટે તેના ટોપ અને બોટમલાઈનમાં વૃદ્ધિ નોંધાવી છે.

છેલ્લા ત્રણ નાણાકીય વર્ષો માટે, કંપનીએ રૂ. ૧૦.૮૫ની સરેરાશ નકારાત્મક ઈપીએસ અને ૨૦.૭૯%ની સરેરાશ આરઓએનડબ્લ્યુનોંધાવેલ છે. ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં રૂ. ૬૦.૬૧ની એનએવીના આધારે ઈશ્યુનો ભાવ ૫.૩૬ના પી/બીવી અને તેના આઈપીઓ પછીના રૂ. ૮૭.૮૬ પ્રતિ શેરનીએનએવી (અપર કેપ પર)ના આધારે ૩.૭૦ના પી/બીવી પર છે.

જો આપણે નાણાકીય વર્ષ ૨૫ની કમાણીને તેના આઈપીઓ પછીની સંપૂર્ણ ડાઇલ્યુટેડપેઈડ-અપ ઇક્વિટી મૂડીને આભારીએ, તો માંગવામાં આવતી કિંમત ૩૧.૮૦ના પી/ઈ પર છે. નાણાકીય વર્ષ ૨૪ની કમાણીના આધારે, પી/ઈ ૩૩.૮૯ છે. આ ઇશ્યુ સંપૂર્ણ કિંમતનો જણાય છે.

કંપનીએ ઉલ્લેખિતસમયગાળા માટે અનુક્રમે ૧૦.૫૧% (નાણાકીય વર્ષ ૨૩), ૧૧.૦૩% (નાણાકીય વર્ષ ૨૪), ૧૦.૫૬% (નાણાકીય વર્ષ ૨૫) ના પીએટી માર્જિન અને ૨૨.૮૫%, ૨૧.૧૦%, ૧૬.૦૨% ના રોસીઈ માર્જિન નોંધાવેલ છે.

ડિવિડન્ડનીતિઃ

કંપનીએ ઓફર ડોક્યુમેન્ટનાનોંધાયેલાસમયગાળા માટે કોઈ ડિવિડન્ડ જાહેર કર્યું નથી. તેણે તેના નાણાકીય પ્રદર્શન અને ભાવિ સંભાવનાઓના આધારે સપ્ટેમ્બર ૨૦૨૩માં પહેલેથી જ ડિવિડન્ડ નીતિ અપનાવી છે.

લિસ્ટેડપીઅર્સ સાથે સરખામણીઃ

ઓફર ડોક્યુમેન્ટ મુજબ, કંપનીએ ક્લીન સાયન્સ, પ્રીવીસ્પેશિયાલિટી, કેમલીનફાઈન, યશોઈન્ડ, એસ એચ કેલકર, અને ઓરિએન્ટલએરોમેટિક્સ, ને તેના લિસ્ટેડપીઅર્સ તરીકે દર્શાવ્યા છે. તેઓ ૪૨.૩, ૪૫.૪, ૧૦૩.૦, ૧૭૨.૦, ૨૩.૧, અને ૪૫.૭ના પી/ઈ પર ટ્રેડ કરી રહ્યા છે (૧૪ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી). જોકે, તેઓ ખરેખર એપલ-ટુ-એપલના આધારે તુલનાત્મક નથી. આ સરખામણી આંખમાં ધૂળ નાખવા જેવી જણાય છે.

મર્ચન્ટબેન્કરનો ટ્રેક રેકોર્ડઃ

આ ઓફર સાથે સંકળાયેલા બીઆરએલએમએ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં ૨૧ ઇશ્યુનું સંચાલન કર્યું છે, જેમાંથી ૪ ઇશ્યુ લિસ્ટિંગ તારીખે ઇશ્યુ પ્રાઇસથી નીચે બંધ થયા છે.

 નિષ્કર્ષ / રોકાણનીવ્યૂહરચનાઃ

જીએએલસ્પેશિયાલિટીઇન્ગ્રેડિયેન્ટ્‌સ, એરોમાકેમિકલ્સ અને વેલ્યુ-એડેડડેરિવેટિવ્સનાઉત્પાદનમાં કાર્યરત છે. તેણે નોંધાયેલાસમયગાળા માટે તેના ટોપ અને બોટમલાઈનમાં વૃદ્ધિ દર્શાવી છે. તે તેના ગ્રાહકો સાથે રીપીટઓર્ડર્સ સાથે લાંબા ગાળાના સંબંધો ધરાવે છે. તેના તાજેતરના નાણાકીય ડેટાના આધારે, આ ઇશ્યુ સંપૂર્ણ કિંમતનો જણાય છે. તે અત્યંત સ્પર્ધાત્મક અને વિભાજિત સેગમેન્ટમાં કાર્ય કરી રહ્યું છે. સુમાહિતગાર રોકાણકારો લાંબા ગાળા માટે મધ્યમ ભંડોળનું રોકાણ કરી શકે છે.

 

Review By Dilip Davda on August 14, 2025

 

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. My reviews do not cover GMP market and operators game plans. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based the on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the recent past, SME IPOs drew the attention of investors across the board and lead to seer madness. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at their own risk. The above information is based on information available as of date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

 

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detailed fundamental and financial analysis of companies coming up with IPOs helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

(Dilip Davda -SEBI registered Research Analyst-Mumbai,

Registration no. INH000003127 (Perpetual)

Email id: dilip_davda@rediffmail.com ).

Courtesy:  https://www.chittorgarh.com/

Related posts

Nido Home Finance Aug.25 NCD Issue Review

Compiled by Narendra Joshi

Franklin Ind. BSE RI – June 25 Issue Review

Compiled by Narendra Joshi

શર્વાયા મેટલ્સ બીએસઈ એસએમઈ આઈપીઓ રિવ્યુ

Compiled by Narendra Joshi