The Economic Revolution – Financial Weekly Newspaper Ahmedabad, Gujarat, India
IPOIPO Analysis By Dilip DavdaSME IPO GUJARATI

નીલાચલ કાર્બો બીએસઈ એસએમઈ આઈપીઓ સમીક્ષા

Courtesy:  https://www.chittorgarh.com/

Review By Dilip Davda on September 4, 2025

  • કંપની એલએએમ કોક ના ઉત્પાદન ના વ્યવસાય સાથે સંકળાયેલી છે.
  • કંપની ફેરો ક્રોમ /એલોય્ઝ ક્ષેત્રોમાં રોકાયેલી મોટી કોર્પોરેટ્‌સ  માટે સૌથી પસંદીદા ભાગીદાર હોવાનો દાવો કરે છે.
  • તેણે નાણાકીય વર્ષ ૨૦૨૩ અને નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે અનિયમિત બોટમ લાઈન્સ સાથે સ્થિર ટોપ લાઈન્સ પોસ્ટ કરી છે.
  • નાણાકીય વર્ષ ૨૦૨૫માં સરકારી નીતિને અનુસરીને નવી પ્રોડક્ટ લાઈન ના સ્થાનાંતર વચ્ચે એક આંચકો લાગ્યો.
  • તેના તાજેતરના નાણાકીય ડેટાના આધારે, ઇશ્યૂ લોભામણી કિંમતનો જણાય છે.
  • સુમાહિતગાર/રોકડ સરપ્લસ રોકાણકારો મધ્યમ ગાળા માટે મધ્યમ ભંડોળ રોકી શકે છે.

કંપની વિશેઃ

નીલાચલ કાર્બો મેટાલિક્સ લિ. (એનસીએમએલ)  લો એશ મેટલર્જિકલ  કોક  ના ઉત્પાદનના વ્યવસાયમાં રોકાયેલ છે. કંપનીએ ફેરો એલોય ગ્રેડ કોક  બનાવવામાં અને દેશમાં મોટાભાગના ટોચના ફેરો ક્રોમ ઉત્પાદકો સાથે લાંબા ગાળાના ગ્રાહક સંબંધો બાંધવામાં વિશેષતા મેળવી છે. તેનો માલિકીનો પ્લાન્ટ  બારમાના, જાજપુર, ઓડિશામાં આવેલો છે, જ્યાં તે હાલમાં ૩ બેટરી  સાથે પ્રત્યેક બેટરીમાં ૩૨ ઓવન  (કુલ ૯૬ ઓવન) વાર્ષિક ૬૦,૦૦૦ મેટ્રિક ટન પ્રતિ વર્ષ (એમટીપીએ)  ની ઉત્પાદન ક્ષમતા સાથે કાર્ય કરે છે.

કંપની વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશમાં શ્રીનિવાસ કોક પ્રાઇવેટ લિમિટેડ પાસેથી લીઝ  ના ધોરણે ઉત્પાદન સુવિધા ધરાવતો બીજો પ્લાન્ટ પણ ધરાવે છે, જેમાં ૧૮,૦૦૦ એમટીપીએની સ્થાપિત ક્ષમતા સાથે ૧૮ ઓવનની એક બેટરી છે. બંને યુનિટ  માટે કંપનીની કુલ એકત્રિત ક્ષમતા (માલિકીની + લીઝ્‌ડ) ૭૮,૦૦૦ એમટીપીએ છે. તેણે ઓમ એવી કાર્બન રિસોર્સિસ પ્રાઇવેટ લિમિટેડ સાથે ઉત્પાદન કરાર માટે પણ જોડાણ કર્યું છે અને તેના ઉપયોગ માટે તેમની ૨૪,૦૦૦ એમટીપીએ ક્ષમતાનો ઉપયોગ કરે છે. કંપની હવે બારમાના, જાજપુર, ઓડિશામાં હાલના પ્લાન્ટમાં ઉપલબ્ધ હાલની ખાલી જમીન પર એલએએમ કોકની ૩૪,૪૦૦ એમટીપીએની વધારાની ક્ષમતા સ્થાપિત કરવા માટે ૩૬ ઓવન સાથે વધુ એક વધારાની બેટરી સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂકી રહી છે. સૂચિત વિસ્તરણના અમલીકરણ પછી, તેની પોતાની કુલ ક્ષમતા ૯૪,૪૦૦ એમટીપીએ હશે અને કુલ ક્ષમતા (લીઝ્‌ડ સહિત) ૧,૧૨,૪૦૦ એમટીપીએ થશે.

એનસીએમએલે ૨૦૦૩ માં તેની સ્થાપના થઈ ત્યારથી ઉચ્ચ-ગુણવત્તાવાળા ફેરો એલોય ગ્રેડ કોક ના ઉત્પાદન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, આમ તેણે પોતાને મેટલર્જિકલ ઉદ્યોગમાં મુખ્ય ખેલાડીઓ પૈકીના એક તરીકે સ્થાન આપ્યું છે. તેની કુશળતા એલએએમ કોક  ના ઉત્પાદનમાં રહેલી છે જે ફેરો-એલોય્ઝ ક્ષેત્રની કડક જરૂરિયાતોને પૂર્ણ કરે છે. કંપની સ્મેલ્ટિંગ  પ્રક્રિયાઓમાં ગુણવત્તાયુક્ત પ્રદર્શન સુનિશ્ચિત કરે છે અને ઉચ્ચ-ગ્રેડ એલોય્ઝ  ના ઉત્પાદનમાં ફાળો આપે છે. તે મેટલર્જિકલ કોકના ચોક્કસ કદના ઉત્પાદનમાં નિષ્ણાત છે, ખાસ કરીને ૧૦-૩૦ મીમી અને ૧૦-૪૦ મીમી, જેમાં ફોસ્ફરસ  અને એશ  સામગ્રી બંનેમાં ઓછો સમાવેશ થાય છે. તેના કોકને તેના ઉચ્ચ કોક રિએક્ટિવિટી ઇન્ડેક્સ (સીઆરઆઈ) માટે ઓળખવામાં આવે છે, જે તેને ફેરો એલોય પ્રોડ્યુસર્સ (એફએપી)  માટે ખાસ કરીને યોગ્ય બનાવે છે જે ઘટાડાની પ્રક્રિયા દરમિયાન શ્રેષ્ઠ ફર્નેસ  ઓપરેટિંગ કેપીઆઈ ) હાંસલ કરવા માટે તેના ઉત્પાદન પર આધાર રાખે છે.

વર્ષોથી, તેણે પ્રદેશના તમામ મુખ્ય ફેરો ક્રોમ ઉત્પાદકો સાથે મજબૂત સપ્લાય ચેઇન  સંબંધો સફળતાપૂર્વક બનાવ્યા છે. તેના પ્રાથમિક ઉત્પાદન કામગીરી ઉપરાંત, તેણે લો ફોસ્ફરસ કોક ફાઇન્સ  અથવા કોક બ્રિઝ  જેવી આડપેદાશોના સંચાલનને પણ શ્રેષ્ઠ બનાવ્યું છે. આનાથી તેને મુખ્ય આયર્ન ઓર પેલેટ  ઉત્પાદકો સાથે સ્થિર સપ્લાય ચેઇન  સ્થાપિત કરવાની પણ મંજૂરી મળી છે અને કામગીરીની કાર્યક્ષમતા અને ટકાઉતામાં પણ વધારો થયો છે.

ઓડિશામાંથી સરેરાશ ૯૧% આવક આવે છે અને બાકીની આંધ્ર પ્રદેશમાંથી આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે તેની ક્ષમતાનો ઉપયોગ ૪૯% રહ્યો હતો, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે ૬૧.૫૧% અને નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે ૬૪.૫૭% હતો. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં તેના કુલ મહેસૂલનો સરેરાશ ૯૭% હિસ્સો ટોચના ૧૦ ગ્રાહકો દ્વારા આપવામાં આવે છે. જુલાઈ ૦૫, ૨૦૨૫ સુધીમાં, તેના પગારપત્રક પર ૬૫ કર્મચારીઓ હતા.

ઇશ્યૂની વિગતો/મૂડી ઇતિહાસઃ

કંપની રૂ. ૧૦ ની ફેસ વેલ્યુ ધરાવતા ૬૬,૦૦,૦૦૦ ઇક્વિટી ) શેરનો પ્રથમ આઈપીઓ રૂ. ૮૫ પ્રતિ શેરની નિશ્ચિત કિંમતે રૂ. ૫૬.૧૦ કરોડ એકત્ર કરવા માટે લાવી રહી છે. આઈપીઓ સબ્સ્ક્રિપ્શન માટે ૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ખુલે છે, અને ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૩૨૦૦ શેર અને ત્યારબાદ તેના ગુણાંકમાં ૧૬૦૦ શેર માટે કરવાની રહેશે. આઈપીઓમાં રૂ. ૨૨.૧૦ કરોડના ૨૬,૦૦,૦૦૦ ઇક્વિટી શેર અને રૂ. ૩૪.૦૦ કરોડના ૪૦,૦૦,૦૦૦ ઇક્વિટી શેરના ઓફર ફોર સેલ (ઓએફએસ)  નો સમાવેશ થાય છે. ફાળવણી પછી, શેર બીએસઈ એસએમઈ  પર સૂચિબદ્ધ થશે. આ ઈશ્યૂ કંપનીના આઈપીઓ પછીના પેઇડ-અપ ઇક્વિટી મૂડીના ૨૬.૪૮% હિસ્સો ધરાવે છે. કંપની આ આઈપીઓ (તાજા ઇક્વિટી ઈશ્યૂ) પ્રક્રિયા માટે રૂ. ૨.૯૩ કરોડ ખર્ચી રહી છે, અને ઇશ્યૂની ચોખ્ખી આવકમાંથી, કંપની રૂ. ૧૩.૪૬ કરોડનો ઉપયોગ ક્ષમતાના વિસ્તરણ માટે એક કોક ઓવર પ્લાન્ટ  સ્થાપિત કરવા પર કેપેક્સ  માટે, રૂ. ૩.૦૩ કરોડનો ઉપયોગ હાલના પ્લાન્ટના આધુનિકીકરણ માટે અને રૂ. ૨.૬૭ કરોડનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.

આઈપીઆ નું સંપૂર્ણપણે સન કેપિટલ એડવાઈઝરી સર્વિસિસ પ્રા. લિ. દ્વારા લીડ મેનેજમેન્ટ કરવામાં આવે છે, જ્યારે કેફીન ટેક્નોલોજીસ લિ. ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. એનએનએમ સિક્યોરિટીઝ પ્રા. લિ. માર્કેટ મેકર  છે. આ ઈશ્યૂનું ૧૫.૧૫% સન કેપિટલ એડવાઈઝરી દ્વારા, અને ૮૪.૮૫% એનએનએમ સિક્યોરિટીઝ પ્રા. લિ. દ્વારા અન્ડરરાઈટિંગ  કરવામાં આવ્યું છે.

કંપનીએ સમગ્ર પ્રારંભિક ઇક્વિટી શેર સમાન મૂલ્ય પર ઇશ્યૂ/કન્વર્ટ કર્યા છે. પ્રમોટર્સ દ્વારા શેર હસ્તગત કરવાનો સરેરાશ ખર્ચ શેર દીઠ રૂ. ૧૦.૦૦ છે.

આઈપીઓ  પછી, કંપનીની વર્તમાન પેઇડ-અપ ઇક્વિટી મૂડી રૂ. ૨૨.૩૩ કરોડ વધીને રૂ. ૨૪.૯૩ કરોડ થશે. આઈપીઓના ઉપલા પ્રાઇસ બેન્ડ  ના આધારે, કંપની રૂ. ૨૧૧.૮૮ કરોડના માર્કેટ કેપ  ની શોધ કરી રહી છે.

નાણાકીય પ્રદર્શનઃ

નાણાકીય પ્રદર્શનના મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષો માટે, કંપનીએ (એકીકૃત ધોરણે) કુલ આવક/ચોખ્ખો નફો/(નુકસાન) નોંધાવેલ છે, જે  રૂ. ૨૬૮.૪૬ કરોડ/ રૂ. – (૦.૧૩) કરોડ (નાણાકીય વર્ષ ૨૦૨૩), રૂ. ૨૬૭.૧૩ કરોડ/ રૂ. ૦.૬૦ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૨૪), અને રૂ. ૨૦૨.૭૯ કરોડ/ રૂ. ૪.૭૫ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૨૫) છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે ટોપ લાઇન  માં ઘટાડા પર બોટમ લાઇન માં વધારો આશ્ચર્યજનક છે. મેનેજમેન્ટ  અનુસાર, સરકારી નીતિમાં ફેરફારને કારણે, તેમણે તેમની પ્રોડક્ટ લાઇન  માં સુધારો કરવાનું પસંદ કર્યું જેના કારણે તેની ટોચ અને બોટમ લાઇન  માં ઘટાડો થયો.

છેલ્લા ત્રણ નાણાકીય વર્ષો માટે, કંપનીએ સરેરાશ રૂ. ૬.૬૧ ઇપીએસ  અને ૨૨.૨૫% નું સરેરાશ આરઓએનડબ્લ્યુ  નોંધાવ્યું છે. આ ઈશ્યૂ ૩૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ તેના રૂ. ૩૫.૦૭ ના એનએવી  ના આધારે ૨.૪૨ ના પી/બીવી  પર અને તેના આઈપીઓ  પછીના રૂ. ૪૦.૨૮ પ્રતિ શેરના એનએવી ના આધારે ૨.૧૧ ના પી/બીવી  પર કિંમતનો છે.

જો આપણે તેના નાણાકીય વર્ષ ૨૦૨૫ ના સુપર અર્નિંગ્સ ને આઈપીઓ  પછીના વિસ્તૃત ઇક્વિટી બેઝ પર દર્શાવીએ, તો માંગેલી કિંમત ૪૪.૭૪ ના પી/ઇ પર છે, અને તેના નાણાકીય વર્ષ ૨૦૨૪ ના અર્નિંગ્સ) ના આધારે, પી/ઇ ૩૫૪.૧૭ પર છે. આમ, તેના તાજેતરના નાણાકીય ડેટાના આધારે, ઈશ્યૂ  લોભામણી કિંમતનો જણાય છે.

કંપનીએ ઉલ્લેખિત સમયગાળા માટે અનુક્રમે ૫.૫૭% (નાણાકીય વર્ષ ૨૦૨૩), ૫.૯૭% (નાણાકીય વર્ષ ૨૦૨૪), ૬.૯૬% (નાણાકીય વર્ષ ૨૦૨૫) ના પીએટી માર્જિન્સ , અને ૨૭.૯૦%, ૨૩.૫૪%, ૨૨.૭૪% ના આરઓસીઈ માર્જિન્સ  પોસ્ટ કર્યા છે.

 

ડિવિડન્ડ નીતિઃ

કંપનીએ ઓફર ડોક્યુમેન્ટ ના અહેવાલિત સમયગાળા માટે કોઈ ડિવિડન્ડ  જાહેર કર્યું નથી. તે તેના નાણાકીય પ્રદર્શન અને ભાવિ સંભાવનાઓના આધારે સમજદાર ડિવિડન્ડ નીતિ અપનાવશે.

સૂચિબદ્ધ પીઅર્સ  સાથે સરખામણીઃ

ઓફર ડોક્યુમેન્ટ  મુજબ, કંપનીએ સ્ટ્રેટમોન્ટ ઇન્ડ. ને તેના સૂચિબદ્ધ પીઅર  તરીકે દર્શાવ્યા છે. તે હાલમાં આશરે ૧૭૪.૦ ના પી/ઇ  પર ટ્રેડ ) કરી રહેલ છે (૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ મુજબ). જોકે, તેઓ ખરા અર્થમાં એક સરખા ધોરણે તુલનાત્મક નથી. આ સરખામણી આંખમાં ધૂળ નાખવા જેવી જણાય છે.

મર્ચન્ટ બેન્કરના ટ્રેક રેકોડ્‌ર્સઃ

છેલ્લા ચાર નાણાકીય વર્ષોમાં (ચાલુ સહિત) સન કેપિટલ નો આ ૫મો મેન્ડેટ  છે. છેલ્લી ૪ લિસ્ટિંગમાંથી, ૧ ડિસ્કાઉન્ટ પર ખુલેલ, અને બાકીની લિસ્ટિંગના દિવસે ૫.૦૦% થી ૧૨.૧૮% સુધીના પ્રીમિયમ  સાથે ખુલેલ હતા. આમ, તેણે અત્યાર સુધી સરેરાશ ટ્રેક રેકોર્ડ નોંધાવેલ છે.

નિષ્કર્ષ/રોકાણ વ્યૂહરચના

 

એનસીએમએલ એલએએમ કોક  ના ઉત્પાદનના વ્યવસાય સાથે સંકળાયેલી છે. કંપની ફેરો ક્રોમ/એલોય્ઝ  ક્ષેત્રોમાં રોકાયેલી મોટી કોર્પોરેટ્‌સ  માટે સૌથી પસંદીદા ભાગીદાર હોવાનો દાવો કરે છે. તેણે નાણાકીય વર્ષ ૨૦૨૩ અને નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે અનિયમિત બોટમ લાઈન્સ સાથે સ્થિર ટોપ લાઈન્સ  પોસ્ટ કરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં સરકારી નીતિને અનુસરીને નવી પ્રોડક્ટ લાઈનના સ્થાનાંતર વચ્ચે એક આંચકો લાગ્યો. તેના તાજેતરના નાણાકીય ડેટાના આધારે, ઇશ્યૂ  લોભામણી કિંમતનો જણાય છે. સુમાહિતગાર/રોકડ સરપ્લસ  રોકાણકારો મધ્યમ ગાળા માટે મધ્યમ ભંડોળ રોકી શકે છે.

Review By Dilip Davda on September 4, 2025

 

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. My reviews do not cover GMP market and operators game plans. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based the on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the recent past, SME IPOs drew the attention of investors across the board and lead to seer madness. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at their own risk. The above information is based on information available as of date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

 

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detailed fundamental and financial analysis of companies coming up with IPOs helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

(Dilip Davda -SEBI registered Research Analyst-Mumbai,

Registration no. INH000003127 (Perpetual)

Email id: dilip_davda@rediffmail.com ).

Courtesy:  https://www.chittorgarh.com/

Related posts

HP Telecom NSE SME IPO Review

Compiled by Narendra Joshi

Apollo Ingredients (Indsoya Ltd.) BSE RI Review

Compiled by Narendra Joshi

Swastika Castal BSE SME IPO Review

Compiled by Narendra Joshi