The Economic Revolution – Financial Weekly Newspaper Ahmedabad, Gujarat, India
IPOIPO Analysis By Dilip DavdaSME IPO GUJARATI

ઓવલ પ્રોજેક્ટ્‌સ બીએસઈ એસએમઈ આઈપીઓ સમીક્ષા

Courtesy:  https://www.chittorgarh.com/

Review By Dilip Davda on August 24, 2025

  • કંપની સમગ્ર ભારતમાં ઈપીસી, ઓએન્ડએમ પ્રોજેક્ટ્‌સ માટે માળખાકીય સેવાઓ પૂરી પાડવાના વ્યવસાય સાથે સંકળાયેલી છે.
  • કંપનીએ નોંધાયેલા સમયગાળા માટે તેની ટોચની અને બોટમ લાઈનમાં વૃદ્ધિ દર્શાવી છે.
  • નાણાકીય વર્ષ ૨૫ માટે વધેલી બોટમ લાઈન આશ્ચર્ય ઊભું કરે છે અને ભવિષ્યમાં તેની સાતત્યતા અંગે ચિંતા ઊભી કરે છે.
  • એપ્રિલ ૦૯, ૨૦૨૫ સુધીમાં તેનું ઓર્ડર બુક રૂ. ૪૫૩ કરોડ હતી.
  • તેના તાજેતરના નાણાકીય ડેટાના આધારે, આ ઈશ્યુની કિંમત આક્રમક રીતે નક્કી કરવામાં આવી હોય તેવું જણાય છે.
  • સુમાહિતગાર/વધારાની રોકડ ધરાવતા રોકાણકારો લાંબા ગાળા માટે મધ્યમ ભંડોળ રોકી શકે છે.

કંપની વિશે

ઓવલ પ્રોજેક્ટ્‌સ એન્જિનિયરિંગ લિ. મુખ્યત્વે એક માળખાકીય સેવાઓ આપણી કંપની છે જે ઈજનેરી, સંપાદન અને બાંધકામ ઔદ્યોગિક માળખાકીય સેવાઓ અને સંચાલન અને જાળવણી સેવાઓ સમગ્ર ભારતના ગ્રાહકોને, ખાસ કરીને ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં, પૂરી પાડવાના વ્યવસાય સાથે સંકળાયેલી છે. અગરતલા-ત્રિપુરા ખાતે મુખ્ય મથક ધરાવતી, કંપનીએ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કંપની તરીકે વ્યવસાયિક કામગીરી શરૂ કરી. છેલ્લા એક દાયકામાં, તેણે ઈપીસી, ઓએન્ડએમ અને અન્ય માળખાકીય સેવાઓ માટે વ્યવસાયિક સેવાઓનો વિસ્તાર અને વૈવિધ્યકરણ કર્યું છે અને વ્યવસાયિક પ્રક્રિયાઓમાં સતત સુધારો કર્યો છે.

કંપની ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં પ્રોસેસિંગ પ્લાન્ટ, પાઈપલાઈન નાખવી, હોરીઝોન્ટલ ડિરેક્શનલ ડ્રિલિંગ, ટર્મિનલ સ્ટેશન, સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશનનું કામ, પીએનજી/પીએનજી સેવાઓનું સંચાલન અને જાળવણી અને અન્ય સંબંધિત ઈપીસી પ્રોજેક્ટ્‌સ જેવી અપસ્ટ્રીમ, મિડસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ સુવિધા વિકાસ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે કેપ્ટિવ પાવર પ્લાન્ટ્‌સ માટે સંચાલન અને જાળવણી સેવાઓ પણ પૂરી પાડે છે. ઓઈલ અને ગેસ ઉપરાંત, ઓવલ પ્રોજેક્ટ્‌સ એન્જિનિયરિંગ લિ. સક્રિયપણે સ્માર્ટ સિટીઝ સહિત શહેરી વિકાસને પૂરી પાડતા સિવિલ પ્રોજેક્ટ્‌સ હાથ ધરે છે.

તેને શહેરી માળખાકીય સુવિધાઓમાં કેટલાક પ્રોજેક્ટ્‌સ એનાયત કરવામાં આવ્યા છે જે આંતરરાષ્ટ્રીય ધિરાણ સંસ્થાઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. કંપની પાસે જટિલ માળખાકીય પ્રોજેક્ટ્‌સ પહોંચાડવાનો સાબિત ટ્રેક રેકોર્ડ છે. તેના ગ્રાહક આધારમાં ઓઈલ અને ગેસ ઉદ્યોગમાં સ્થાપિત જાહેર ક્ષેત્રના ખેલાડીઓ અને માળખાકીય ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ધિરાણ સંસ્થાઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી સંસ્થાઓ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓનો સમાવેશ થાય છે.

વર્ષોથી, તેણે ઓઈલ અને ગેસ વર્ટિકલ અને વિશેષ પ્રોજેક્ટ્‌સ વર્ટિકલમાં ૨૦૩.૬૩ કરોડના લગભગ ૩૦ થી વધુ પ્રોજેક્ટ્‌સ સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે. તેની અમલ કરવાની ક્ષમતાઓ સમય જતાં નોંધપાત્ર રીતે વધી છે, પછી ભલે તે પ્રોજેક્ટ્‌સના કદની દ્રષ્ટિએ હોય કે  તે પ્રોજેક્ટ્‌સની સંખ્યાની દ્રષ્ટિએ હોય,જેના માટે તે બિડ કરે છે અને અમલ કરે છે, અને તે એક સાથે અમલ કરે છે

એપ્રિલ ૦૯, ૨૦૨૫ સુધીમાં, ઓઈલ અને ગેસ અને વિશેષ માળખાકીય પ્રોજેક્ટ્‌સ વર્ટિકલમાં તેના ૩૦ થી વધુ ચાલુ પ્રોજેક્ટ્‌સ હતા જેનું મૂલ્ય લગભગ રૂ. ૪૫૩ કરોડ છે, જે મજબૂત ઓર્ડર બુક દર્શાવે છે. માર્ચ ૩૧, ૨૦૨૫ સુધીમાં, તેના પગારપત્રક પર ૧૨૩ કર્મચારીઓ હતા.

ઈશ્યુની વિગતો/કેપિટલ હિસ્ટરી

કંપની ૫૪,૯૯,૨૦૦ ઇક્વિટી શેરનો બુક-બિલ્ડિંગ રૂટ આઈપીઓ લાવી રહી છે જે ઉપલી મર્યાદાએ રૂ. ૪૬.૭૪ કરોડ એકત્ર કરશે. કંપનીએ પ્રત્યેક રૂ. ૧૦ ના શેર માટે રૂ. ૮૦ – રૂ. ૮૫ ની પ્રાઈસ બેન્ડ જાહેર કરેલ છે. આઈપીઓ સબ્સ્ક્રિપ્શન માટે ઓગસ્ટ ૨૮, ૨૦૨૫ના રોજ ખુલે છે અને સપ્ટેમ્બર ૦૧, ૨૦૨૫ના રોજ બંધ થશે. ન્યૂનતમ અરજી ૩૨૦૦ શેર માટે અને ત્યારબાદ ૧૬૦૦ શેરના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી, શેર બીએસઈ એસએમઈ પર લિસ્ટેડ થશે. આ ઈશ્યુ કંપનીની આઈપીઓ પછીની ચૂકવેલ ઇક્વિટી મૂડીના ૨૬.૪૮% હિસ્સો ધરાવે છે. ઈશ્યુની ચોખ્ખી આવકમાંથી, કંપની રૂ. ૩૭.૦૩ કરોડનો ઉપયોગ કાર્યકારી મૂડી માટે કરશે, અને બાકીનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.

આ આઈપીઓનું સંચાલન એસએમસી કેપિટલ્સ લિ. દ્વારા એકમાત્ર લીડ મેનેજર તરીકે કરવામાં આવી રહ્યું છે, જ્યારે એમએએસ સર્વિસીસ લિ. ઇશ્યુના રજિસ્ટ્રાર છે. એસએમસી ગ્રૂપની એસએમસી ગ્લોબલ સિક્યુરિટીઝ લિ. માર્કેટ મેકર અને સિન્ડિકેટ સભ્ય પણ છે.

કંપનીએ પ્રારંભિક ઇક્વિટી શેર તેમના મૂળ ભાવે જારી કર્યા છે, અને માર્ચ ૨૦૧૬ અને ડિસેમ્બર ૨૦૨૪ની વચ્ચે પ્રતિ શેર રૂ. ૫૭.૫૦ – રૂ. ૧૦૫૭૦.૮૨ ની કિંમતના દાયરામાં વધારાના ઇક્વિટી શેર જારી કર્યા છે. તેણે સપ્ટેમ્બર ૨૦૨૩માં ૧૭૦ઃ૧ ના ગુણોત્તરમાં બોનસ શેર પણ જારી કર્યા છે. પ્રમોટરો દ્વારા શેરના સંપાદનનો સરેરાશ ખર્ચ પ્રતિ શેર રૂ. ૩.૩૯ છે.

આઈપીઓ પછી, કંપનીની વર્તમાન ચૂકવેલ ઇક્વિટી મૂડી રૂ. ૧૫.૨૭ કરોડ થી વધીને રૂ. ૨૦.૭૭ કરોડ થશે. આઈપીઓની ઉપલી પ્રાઈસ બેન્ડના આધારે, કંપની રૂ. ૧૭૬.૫૪ કરોડનું માર્કેટ કેપ શોધી રહી છે.

નાણાકીય પ્રદર્શન

નાણાકીય પ્રદર્શનના મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ માટે, કંપનીએ (એકીકૃત ધોરણે) કુલ આવક/ચોખ્ખો નફો નાણાકીય વર્ષ ૨૩માં રૂ. ૬૪.૦૯ કરોડ/ રૂ. ૩.૧૯ કરોડ, નાણાકીય વર્ષ ૨૪માં રૂ. ૭૮.૯૯ કરોડ/ રૂ. ૪.૪૦ કરોડ અને નાણાકીય વર્ષ ૨૫માં રૂ. ૧૦૩.૪૪ કરોડ/ રૂ. ૯.૩૩ કરોડ નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ ૨૫ માટે ટોચની અને બોટમ લાઈનમાં મોટો ઉછાળો આશ્ચર્ય ઊભું કરે છે અને ભવિષ્યમાં તેની સાતત્યતા અંગે ચિંતા ઊભી કરે છે.

છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ માટે, કંપનીએ સરેરાશ ઇપીએસ રૂ. ૫.૯૨ અને સરેરાશ આરઓનડબ્લ્યુ ૧૯.૪૧% નોંધવેલ છે. આ ઈશ્યુ માર્ચ ૩૧, ૨૦૨૫ સુધીમાં તેના રૂ. ૩૧.૮૯ ના એનએવીના આધારે ૨.૬૭ ના પી/બીવી પર અને તેના આઈપીઓ પછીના પ્રતિ શેર રૂ. ૪૬.૮૩ ના એનએવીના આધારે ૧.૮૨ ના પી/બીવી પર કિંમત નક્કી કરવામાં આવ્યો છે.

જો આપણે તેના નાણાકીય વર્ષ ૨૫ની સુપર કમાણીને આઈપીઓ પછીના વિસ્તૃત ઇક્વિટી આધાર પર ગણીએ, તો માંગેલી કિંમત ૧૮.૯૩ ના પી/ઈ પર આવે છે, અને તેના નાણાકીય વર્ષ ૨૪ની કમાણીના આધારે, પી/ઈ ૪૦.૦૯ પર છે. આમ, તેના તાજેતરના નાણાકીય ડેટાના આધારે, આ ઈશ્યુની કિંમત આક્રમક રીતે નક્કી કરવામાં આવી હોય તેવું જણાય છે.

કંપનીએ ઉલ્લેખિત સમયગાળા માટે અનુક્રમે ૫.૪૦% (નાણાકીય વર્ષ ૨૩), ૫.૬૪% (નાણાકીય વર્ષ ૨૪), ૯.૧૨% (નાણાકીય વર્ષ ૨૫) નો પીએટી માર્જિન અને ૧૭.૭૦%, ૧૭.૭૫%, ૨૧.૩૨% નો આરઓસીઈ માર્જિન નોંધાવ્યું છે.

ડિવિડન્ડ નીતિ

કંપનીએ ઓફર દસ્તાવેજના નોંધાયેલા સમયગાળા માટે કોઈ ડિવિડન્ડ જાહેર કર્યું નથી. તેણે સપ્ટેમ્બર ૨૦૨૪માં તેના નાણાકીય પ્રદર્શન અને ભવિષ્યની સંભાવનાઓના આધારે ડિવિડન્ડ નીતિ અપનાવી છે.

લિસ્ટેડ સમકક્ષો સાથે સરખામણી

ઓફર દસ્તાવેજ મુજબ, કંપનીએ લિખિતા ઈન્ફ્રા, કોન્સ્ટેલેક એન્જી. ને તેના લિસ્ટેડ સમકક્ષ તરીકે દર્શાવ્યા છે. તેઓ ૧૪.૯ અને ૧૯.૭ ના પી/ઈ પર ટ્રેડ થઈ રહ્યા છે (ઓગસ્ટ ૨૨, ૨૦૨૫ સુધી). જોકે, તેઓ ખરા અર્થમાં સમાન ધોરણે તુલનાત્મક નથી. આ સરખામણી આંખે આંજણ જેવી લાગે છે.

મર્ચન્ટ બેંકરનો ટ્રેક રેકોર્ડ

આ છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં એસએમસી કેપિટલ્સનો ત્રીજો આદેશ છે. છેલ્લા ૨ લિસ્ટિંગ્સમાંથી, તમામ લિસ્ટિંગ તારીખે ૨.૭૬% થી ૧૫.૯૯% સુધીના પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયા હતા.

નિષ્કર્ષ/રોકાણની વ્યૂહરચના

ઓવલ પ્રોજેક્ટ્‌સ એન્જિનિયરિંગ લિ. સમગ્ર ભારતમાં ઈપીસી, ઓએન્ડએમ પ્રોજેક્ટ્‌સ માટે માળખાકીય સેવાઓ પૂરી પાડવાના વ્યવસાય સાથે સંકળાયેલી છે. કંપનીએ નોંધાયેલા સમયગાળા માટે તેની ટોચની અને બોટમ લાઈનમાં વૃદ્ધિ દર્શાવી છે. નાણાકીય વર્ષ ૨૫ માટે વધેલી બોટમ લાઈન આશ્ચર્ય ઊભું કરે છે અને ભવિષ્યમાં તેની સાતત્યતા અંગે ચિંતા ઊભી કરે છે. એપ્રિલ ૦૯, ૨૦૨૫ સુધીમાં તેનું ઓર્ડર બુક રૂ. ૪૫૩ કરોડ હતી. તેના તાજેતરના નાણાકીય ડેટાના આધારે, આ ઈશ્યુની કિંમત આક્રમક રીતે નક્કી કરવામાં આવી હોય તેવું જણાય છે. સુમાહિતગાર/વધારાની રોકડ ધરાવતા રોકાણકારો લાંબા ગાળા માટે મધ્યમ ભંડોળ રોકી શકે છે.

Review By Dilip Davda on August 24, 2025

 

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. My reviews do not cover GMP market and operators game plans. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based the on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the recent past, SME IPOs drew the attention of investors across the board and lead to seer madness. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at their own risk. The above information is based on information available as of date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

 

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detailed fundamental and financial analysis of companies coming up with IPOs helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

(Dilip Davda -SEBI registered Research Analyst-Mumbai,

Registration no. INH000003127 (Perpetual)

Email id: dilip_davda@rediffmail.com ).

Courtesy:  https://www.chittorgarh.com/

Related posts

એક્વસ લિમિટેડ આઇપીઓ સમીક્ષા

Compiled by Narendra Joshi

B D Ind. BSE SME IPO Review

Compiled by Narendra Joshi

Patel Chem BSE SME IPO Review

Compiled by Narendra Joshi