Courtesy: https://www.chittorgarh.com/
Review By Dilip Davda on December 4, 2025
- કંપની ડિસ્પ્લે કાઉન્ટર્સ, કિચન ઇક્વિપમેન્ટ્સ અને રેફ્રિજરેશન ઇક્વિપમેન્ટ્સના ઉત્પાદન અને સપ્લાયના વ્યવસાયમાં રોકાયેલી છે.
- તેણે અહેવાલિત સમયગાળા માટે તેની આવક અને ચોખ્ખા નફામાં વૃદ્ધિ નોંધાવી છે.
- નાણાકીય વર્ષ ૨૪ થી તેના ચોખ્ખા નફામાં થયેલો ઉછાળો ખર્ચ વ્યવસ્થાપન અને મૂલ્ય-વર્ધિત કસ્ટમ-મેઇડ પ્રોડક્ટ્સને આભારી છે.
- તેના તાજેતરના નાણાકીય ડેટાના આધારે, આ ઇશ્યૂ સંપૂર્ણ કિંમત પર લાગે છે.
- આઇપીઓ પછીની નાની ભરપાઈ થયેલ ઇક્વિટી મૂડી સ્થળાંતર માટે લાંબો સમય સૂચવે છે.
- સારી જાણકારી ધરાવતા/વધારાની રોકડ ધરાવતા રોકાણકારો લાંબા ગાળા માટે મધ્યમ ભંડોળ રોકી શકે છે.
પ્રસ્તાવનાઃ
કંપનીએ રૂ. ૨૪.૬૮ કરોડ (અપર કેપ પર) એકત્ર કરવા માટે ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ ની સમયરેખા સાથે તેની પ્રથમ આઇપીઓની યોજના બનાવી હતી, પરંતુ પ્રમોટર્સ અને લીડ મેનેજરને જે કારણો શ્રેષ્ઠ રીતે ખબર છે તેને લીધે તે પાછી ખેંચી લીધી. હવે તે ૮ ડિસેમ્બર, ૨૦૨૫ થી ૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ ની સમયરેખા સાથે તે જ રકમ માટે તેની આઇપીઓ ફ્લોટ કરી રહી છે. જ્યારે તેનો નાણાકીય ડેટા સમાન રહે છે, તેમજ તેના કર્મચારીઓની સંખ્યા પણ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ મુજબ દર્શાવવામાં આવી છે, ત્યારે તેણે પ્રાઇસ બેન્ડ બદલી નથી. તેના સમકક્ષોની ગણતરી તેના નવીનતમ ભાવની હિલચાલના આધારે સુધારી દેવામાં આવી છે.
કંપની વિશેઃ
રિદ્ધિ ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ્સ લિમિટેડ (આરડીઈએલ) ડિસ્પ્લે કાઉન્ટર, કિચન ઇક્વિપમેન્ટ્સ અને રેફ્રિજરેશન ઇક્વિપમેન્ટ્સના ઉત્પાદન અને સપ્લાયના વ્યવસાયમાં રોકાયેલી છે. કંપની તેની કામગીરી પ્લોટ નંબર ૧, સર્વે નંબર ૨/૧ પી૪/પી૨, નેશનલ હાઇવે-૨૭ ગોંડલ હાઇવે, ગામ ભોજપરા, રાજકોટ, ગોંડલ, ગુજરાત ૩૬૦૩૧૧ ખાતે સ્થિત તેના ઉત્પાદન એકમમાંથી કરે છે.
કંપની મુખ્યત્વે કોમર્શિયલ કિચન અને બેકરી સેટઅપની જરૂરિયાતો માટે નવીન અને કસ્ટમ-મેઇડ સોલ્યુશન્સ બનાવવામાં રોકાયેલ છે. તે સ્વીટ, બેકરી, નમકીન, ફાસ્ટ-ફૂડ, ચાટ, ડ્રાય ફ્રૂટ, સ્નેક્સ, પાણીપુરી, સ્વીટ કોર્ન, આઇસ-ક્રીમ અને શ્રીખંડ માટે કસ્ટમાઇઝ્ડ ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ્સ ઓફર કરે છે. તેના દ્વારા ઉત્પાદિત ઉત્પાદનો રેસ્ટોરન્ટ્સ, ફૂડ કોટ્ર્સ, કાફે, રિટેલ શોપ્સ, સુપર માર્કેટ્સ, આઇસ ક્રીમ પાર્લર્સ, કેક અને પેસ્ટ્રી શોપ્સ વગેરેને સપ્લાય કરવામાં આવે છે.
આરડીઈએલ ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ ઇક્વિપમેન્ટ્સને કસ્ટમાઇઝ કરે છે. તે કસ્ટમ-મેઇડ લેઆઉટ ડિઝાઇન કરે છે જે ગ્રાહકોની ચોક્કસ માંગ અને જગ્યા જેવા અન્ય પરિબળો સાથે આદર્શ રીતે સહ-અસ્તિત્વ ધરાવી શકે. કંપની ગ્રાહકોની જરૂરિયાત, ઇક્વિપમેન્ટની ડિઝાઇન, આકાર, પેટર્ન, જગ્યાનું આયોજન, આંતરિક તાપમાન જાળવણી અથવા ઇક્વિપમેન્ટની બાહ્ય મજબૂતાઈ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રાહકોને સોલ્યુશન્સ પ્રદાન કરે છે. તેના દ્વારા પ્રદાન કરાયેલ ઇક્વિપમેન્ટ્સ વિવિધ તાપમાન વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે, એટલે કે, રેફ્રિજરેટેડ, હીટેડ અને એમ્બિયન્ટ ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ. વધુમાં, તેના કિચન ઇક્વિપમેન્ટની શ્રેણીમાં બર્નર રેન્જ, બેઇન-મેરી, ડીશ ટ્રોલી, મસાલા ટ્રોલી, સિંક ટેબલ, સ્ટોરેજ રેક અને વર્ક ટેબલનો સમાવેશ થાય છે.
કિચન ઇક્વિપમેન્ટ વર્ટિકલ વોલ્યુમ યોગદાનમાં મોખરે છે, ત્યારબાદ ડિસ્પ્લે કાઉન્ટર અને રેફ્રિજરેશન ઇક્વિપમેન્ટ્સ આવે છે. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ ની સ્થિતિએ, તેના પગારપત્રક પર ૫૫ કર્મચારીઓ હતા.
ઇશ્યૂ વિગતો/મૂડી ઇતિહાસઃ
કંપની તેની પ્રથમ બુક બિલ્ડિંગ રૂટ આઇપીઓ સાથે ૨૪,૬૮,૪૦૦ ઇક્વિટી શેર્સની સાથે રૂ. ૨૪.૬૮ કરોડ (અપર કેપ પર) એકત્ર કરવા માટે આવી રહી છે. તેણે રૂ. ૧૦ ની મૂળ કિંમતના પ્રતિ શેર રૂ. ૯૫ – રૂ. ૧૦૦ ની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. આઇપીઓ સબસ્ક્રિપ્શન માટે ૮ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ ખુલશે અને ૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ બંધ થશે. કરવાની ન્યૂનતમ અરજી ૨,૪૦૦ શેર્સ માટેની છે અને ત્યારબાદ ૧,૨૦૦ શેર્સના ગુણાંકમાં અરજી કરી શકાશે. ફાળવણી પછી, શેર્સ બીએસઈ એસએમઈ પર લિસ્ટેડ થશે. આ ઇશ્યૂ કંપનીની આઇપીઓ પછીની ભરપાઈ થયેલ ઇક્વિટી મૂડીના ૨૮.૫૭% જેટલો છે.
ઇશ્યૂની ચોખ્ખી આવકમાંથી, કંપની રૂ. ૪.૩૭ કરોડ લખનૌ, યુપી ખાતેના નવા ઉત્પાદન એકમ માટે નવા ઇક્વિપમેન્ટ્સ/મશીનરીની ખરીદી માટે આંતરિક કાર્ય તરફના મૂડી ખર્ચ માટે, રૂ. ૩.૫૬ કરોડ ગોંડલ એકમ પર ઇક્વિપમેન્ટ્સ/મશીનરીની ખરીદી તરફના મૂડી ખર્ચ માટે, રૂ. ૧.૪૩ કરોડ ગોંડલ ખાતે નવા શોરૂમ સ્થાપિત કરવા માટેના મૂડી ખર્ચ માટે, રૂ. ૯.૭૪ કરોડ કાર્યકારી મૂડી માટે, અને બાકીના સામાન્ય કોર્પોરેટ હેતુ માટે ઉપયોગ કરશે.
આ આઇપીઓનું સંચાલન ફક્ત જાવા કેપિટલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે માશિતા સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. આફ્ટરટ્રેડ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ માર્કેટ મેકર છે. આઇપીઓ જવા કેપિટલ દ્વારા ૧૫% અને આફ્ટરટ્રેડ બ્રોકિંગ દ્વારા ૮૫% ની હદ સુધી અન્ડરરાઇટ થયેલ છે.
કંપનીએ શરૂઆતના ઇક્વિટી શેર્સ મૂળ કિંમત (પાર) પર ઇશ્યૂ કર્યા હતા અને ત્યારબાદ જાન્યુઆરી ૨૦૧૨ અને સપ્ટેમ્બર ૨૦૨૪ ની વચ્ચે પ્રતિ શેર રૂ. ૩૦ – રૂ. ૯૭ ની પ્રાઇસ રેન્જમાં વધારાના ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કર્યા હતા. તેણે ઓક્ટોબર ૨૦૨૪ માં ૭૩ માટે ૧૦ ના ગુણોત્તરમાં બોનસ શેર્સ પણ ઇશ્યૂ કર્યા છે. પ્રમોટર્સ દ્વારા શેર્સ હસ્તગત કરવાની સરેરાશ કિંમત પ્રતિ શેર રૂ. ૦.૦૦, રૂ. ૬.૧૨, અને રૂ. ૬.૫૩ છે.
આઇપીઓ પછી, કંપનીની હાલની ભરપાઈ થયેલ ઇક્વિટી મૂડી રૂ. ૬.૧૭ કરોડ થી વધીને રૂ. ૮.૬૪ કરોડ થશે. આઇપીઓની ઉપલી પ્રાઇસ બેન્ડના આધારે, કંપની રૂ. ૮૬.૪૦ કરોડના બજાર મૂડીકરણની અપેક્ષા રાખી રહી છે.
નાણાકીય કામગીરીઃ
નાણાકીય કામગીરીના મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષો માટે, કંપનીએ કુલ આવક/ચોખ્ખો નફો અનુક્રમે રૂ. ૧૭.૫૪ કરોડ / રૂ. ૦.૨૧ કરોડ (નાણાકીય વર્ષ ૨૩), રૂ. ૧૮.૯૦ કરોડ / રૂ. ૨.૦૨ કરોડ (નાણાકીય વર્ષ ૨૪), રૂ. ૨૫.૦૯ કરોડ / રૂ. ૪.૧૪ કરોડ (નાણાકીય વર્ષ ૨૫) નોંધાવ્યો છે. ૩૧ જુલાઈ, ૨૦૨૫ ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ ૨૬ ના ૪ મહિના માટે, તેણે રૂ. ૧૧.૨૩ કરોડ ની કુલ આવક પર રૂ. ૨.૦૦ કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો છે. જ્યારે કંપનીએ અહેવાલિત સમયગાળા માટે તેની આવકમાં વૃદ્ધિ નોંધાવી છે, ત્યારે ખર્ચ નિયંત્રણ અને ઉચ્ચ મૂલ્ય-વર્ધિત ઉત્પાદન માર્કેટિંગને પગલે નાણાકીય વર્ષ ૨૪ થી તેનો નફો વધ્યો છે.
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષો માટે, કંપનીએ સરેરાશ ઇપીએસ રૂ. ૪.૬૨ અને સરેરાશ આરઆએેનડબલ્યુ ૪૨.૪૧% નોંધાવેલ છે. ૩૧ જુલાઈ, ૨૦૨૫ ના રોજ તેની રૂ. ૧૯.૪૨ ની એનએવી ના આધારે, ઇશ્યૂ ૫.૧૫ ના પી/બીવી પર મૂલ્યવાન છે, અને આઇપીઓ પછીના પ્રતિ શેર રૂ. ૪૨.૮૮ ની એનએવી ના આધારે, ૨.૩૩ ના પી/બીવી પર મૂલ્યવાન છે (અપર કેપ પર).
જો આપણે આઇપીઓ પછીની વિસ્તૃત ઇક્વિટી બેઝ પર તેના નાણાકીય વર્ષ ૨૬ ના સુપર વાર્ષિક નફાને ગણીએ, તો માંગવામાં આવેલી કિંમત ૧૪.૩૯ ના પી/ઈ પર આવે છે, અને તેના નાણાકીય વર્ષ ૨૫ ના નફાના આધારે, પી/ઈ ૨૦.૮૮ પર છે. આમ, ઇશ્યૂ સંપૂર્ણ કિંમત પર લાગે છે.
કંપનીએ અનુક્રમે ૧.૧૮% (નાણાકીય વર્ષ ૨૩), ૧૦.૬૯% (નાણાકીય વર્ષ ૨૪), ૧૬.૫૩% (નાણાકીય વર્ષ ૨૫), ૧૭.૮૨% (નાણાકીય વર્ષ ૨૬ ના ૪ મહિના) નો ચોખ્ખો નફા માર્જિન અને ૧૧.૨૬%, ૫૬.૧૫%, ૫૮.૪૦%, ૧૭.૫૦% નો આરઓસીઈ માર્જિન નોંધાવ્યું છે.
ડિવિડન્ડ નીતિઃ
કંપનીએ સ્થાપના પછી કોઈ ડિવિડન્ડ જાહેર કર્યું નથી. તે તેની નાણાકીય કામગીરી અને ભવિષ્યની સંભાવનાઓના આધારે વિવેકપૂર્ણ ડિવિડન્ડ નીતિ અપનાવશે.
લિસ્ટેડ સમકક્ષો સાથે સરખામણીઃ
ઓફર દસ્તાવેજ મુજબ, કંપનીએ આઇસીઇ મેક રેફ્રિજરેશન ને તેના લિસ્ટેડ સમકક્ષ તરીકે દર્શાવ્યું છે. તે હાલમાં ૭૨.૦ ના પી/ઈ પર ટ્રેડ થઈ રહ્યા છે (૦૪ ડિસેમ્બર, ૨૦૨૫ની સ્થિતિએ). જો કે, તેઓ ખરા અર્થમાં સમાન ધોરણે તુલનાપાત્ર નથી.
મર્ચન્ટ બેંકરના ટ્રેક રેકોડ્ર્સઃ
છેલ્લા બે નાણાકીય વર્ષોમાં (ચાલુ વર્ષ સહિત), જાવા કેપિટલ તરફથી આ ૮મો મેન્ડેટ છે. છેલ્લી ૭ લિસ્ટિંગમાંથી, ૪ ડિસ્કાઉન્ટ પર, ૧ મૂળ કિંમત પર અને બાકીની ૨૦.૪૧% થી ૫૦.૦૦% ની રેન્જમાં પ્રિમિયમ સાથે લિસ્ટિંગની તારીખે ખુલેલ હતા. લીડ મેનેજરનો ટ્રેક રેકોર્ડ નબળો છે.
નિષ્કર્ષ / રોકાણ વ્યૂહરચનાઃ
આરડીઈએલ ડિસ્પ્લે કાઉન્ટર્સ, કિચન ઇક્વિપમેન્ટ્સ અને રેફ્રિજરેશન ઇક્વિપમેન્ટ્સના ઉત્પાદન અને સપ્લાયના વ્યવસાયમાં રોકાયેલ છે. તેણે અહેવાલિત સમયગાળા માટે તેની આવક અને ચોખ્ખા નફામાં વૃદ્ધિ નોંધાવી છે. નાણાકીય વર્ષ ૨૪ થી તેના ચોખ્ખા નફામાં થયેલો ઉછાળો ખર્ચ વ્યવસ્થાપન અને મૂલ્ય-વર્ધિત કસ્ટમ-મેઇડ પ્રોડક્ટ્સને આભારી છે. તેના તાજેતરના નાણાકીય ડેટાના આધારે, આ ઇશ્યૂ સંપૂર્ણ કિંમત પર લાગે છે. આઇપીઓ પછીની નાની ભરપાઈ થયેલ ઇક્વિટી મૂડી સ્થળાંતર માટે લાંબો સમય સૂચવે છે. સારી જાણકારી ધરાવતા/વધારાની રોકડ ધરાવતા રોકાણકારો લાંબા ગાળા માટે મધ્યમ ભંડોળ રોકી શકે છે.
Review By Dilip Davda on December 4, 2025
Review Author
DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. My reviews do not cover GMP market and operators game plans. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based the on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the recent past, SME IPOs drew the attention of investors across the board and lead to seer madness. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at their own risk. The above information is based on information available as of date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.
About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.
Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detailed fundamental and financial analysis of companies coming up with IPOs helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.
(Dilip Davda -SEBI registered Research Analyst-Mumbai,
Registration no. INH000003127 (Perpetual)
Email id: dilip_davda@rediffmail.com ).
Courtesy: https://www.chittorgarh.com/
