The Economic Revolution – Financial Weekly Newspaper Ahmedabad, Gujarat, India
IPOIPO Analysis By Dilip DavdaNCD IPO GUJARATI

સમ્માન કેપિટલ જુલાઈ ૨૫ એનસીડી ટ્રેન્ચ-૪ ઇશ્યુ રિવ્યૂ

Courtesy:  https://www.chittorgarh.com/

Review By Dilip Davda on July 14, 2025

  • આ આઇએચએફએલ (હવે સમ્માન કેપિટલ) તરફથી સપ્ટેમ્બર ૨૦૧૬ થી ૧૮મો ડેટ ઇશ્યુ છે.
  • તેનો અગાઉનો ઇશ્યુ ફેબ્રુઆરી ૨૦૨૫ માં હતો.
  • આ ડેટ ઓફરને ક્રિસિલ એએ/સ્ટેબલ અને ઇકરા એએ/સ્ટેબલ રેટિંગ મળેલ છે.
  • નિયમિત આવક શોધી રહેલા જાણકાર રોકાણકારો મધ્યમથી લાંબા ગાળા માટે મધ્યમ ભંડોળ રોકી શકે છે.

કંપની વિશેઃ

સમ્માન કેપિટલ લિમિટેડ (એસસીએલ) (પૂર્વે ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તરીકે ઓળખાતી) એ એનએચબી સાથે નોંધાયેલ નોન-ડિપોઝિટ ટેકિંગ હાઉસિંગ ફાઇનાન્સ કંપની (એચએફસી) છે. તે સરફેસી એક્ટ હેઠળ સૂચિત નાણાકીય સંસ્થા પણ છે. કંપની મુખ્યત્વે વિવિધ ગ્રાહક આધારને હાઉસિંગ લોન અને પ્રોપર્ટી સામે લોન આપે છે, જેમાં (૧) પગારદાર કર્મચારીઓ; (૨) સ્વ-રોજગાર વ્યક્તિઓ; (૩) માઈક્રો, સ્મોલ અને મીડિયમ-સાઈઝ્‌ડ એન્ટરપ્રાઈઝીસ (એમએસએમઈ) અને (૪) કોર્પોરેટનો સમાવેશ થાય છે.

એસસીએલ મુખ્યત્વે લાંબા ગાળાની સિક્યોર્ડ મોર્ગેજ-બેક્ડ લોન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે ભારતમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સને લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટિંગના સ્વરૂપમાં કોમર્શિયલ જગ્યાઓ માટે અને રહેણાંક જગ્યાઓના નિર્માણ માટે કન્સ્ટ્રક્શન ફાઇનાન્સના સ્વરૂપમાં મોર્ગેજ લોન પણ આપે છે. તેની મોટાભાગની લોન બુકમાં હાઉસિંગ લોનનો સમાવેશ થાય છે, જેમાં પોસાય તેવા હાઉસિંગ સેગમેન્ટનો પણ સમાવેશ થાય છે.

૩૦ જૂન, ૨૦૨૫ ની સ્થિતિએ, કંપની પાસે કંપની સ્તરે ૧૩૭ સક્રિય શાખાઓનું નેટવર્ક છે, અને તેની મટીરીયલ સબસિડિયરી, સમ્માન ફાઈનસર્વ લિમિટેડ સહિત કુલ ૨૧૮ સક્રિય શાખાઓ છે, જે ભારતના ૨૦ રાજ્યોમાં ફેલાયેલી છે. ભારતભરમાં તેની હાજરી તેને લોન પ્રોસેસિંગ, એપ્રાઈઝલ અને ગ્રાહક સંબંધોનું સંચાલન કાર્યક્ષમ અને ખર્ચ-અસરકારક રીતે હાથ ધરવાની પરવાનગી આપે છે. ૩૦ જૂન, ૨૦૨૫ ની સ્થિતિએ, કંપની પાસે સ્ટેન્ડઅલોન ધોરણે, ૧,૨૭૯ કર્મચારીઓની ડાયરેક્ટ સેલ્સ ટીમ હતી, જે નેટવર્ક પર સ્થિત છે. આ સેલ્સ ટીમ મોટાભાગના ગ્રાહકોને સોર્સ કરવામાં મદદરૂપ છે. એસસીએલ સંભવિત ગ્રાહકોને રેફર કરવા માટે ડાયરેક્ટ સેલ્સ એજન્ટો જેવી બાહ્ય ચેનલો પર પણ આધાર રાખે છે.

૪ જુલાઈ, ૨૦૨૫ ની સ્થિતિએ, તેની સ્ટેન્ડઅલોન બોરોઇંગ્સ (ડેટ સિક્યોરિટીઝ સિવાય) રૂ. ૨૨૨૭૫.૨૩ કરોડ હતી, સ્ટેન્ડઅલોન ડેટ સિક્યોરિટીઝ રૂ. ૧૪૯૬૦.૨૩ કરોડ હતી અને સ્ટેન્ડઅલોન સબઓર્ડિનેટેડ લાયાબિલિટીઝ રૂ. ૩૭૫૪.૨૬ કરોડ હતી.

ઇશ્યુ વિગતોઃ

કંપની તેની ટ્રેન્ચ-૪ ૨૦૦૦૦૦૦ સિક્યોર્ડ રિડીમેબલ એનસીડી રૂ. ૧૦૦૦ ની કિંમતે લાવી રહી છે જેથી રૂ. ૧૦૦ કરોડ એકત્ર કરી શકાય. તેમાં રૂ. ૧૦૦ કરોડ ના ઓવરસબ્સ્ક્રિપ્શનને જાળવી રાખવાનો ગ્રીન શૂ ઓપ્શન છે, આમ કુલ ઇશ્યુનું કદ રૂ. ૨૦૦ કરોડ થાય છે. તેની શેલ્ફ લિમિટ રૂ. ૨૦૦૦ કરોડ છે. ઇશ્યુ સબ્સ્ક્રિપ્શન માટે ૧૫ જુલાઈ, ૨૦૨૫ ના રોજ ખુલે છે અને ૨૮ જુલાઈ, ૨૦૨૫ ના રોજ અથવા તે પહેલાં બંધ થશે. ન્યૂનતમ અરજી ૧૦ એનસીડી (એટલે કે રૂ. ૧૦૦૦૦) માટે કરવાની રહેશે અને ત્યારબાદ ૧ એનસીડી (એટલે કે રૂ. ૧૦૦૦) ના ગુણાંકમાં કરછાની રહેશે. ફાળવણી પછી, એનસીડી બીએસઈ અને એનએસઈ પર સૂચિબદ્ધ થશે. સપ્ટેમ્બર ૨૦૧૬ થી કંપનીનો આ ૧૮મો ડેટ ઇશ્યુ છે.

એસસીએલ આ ડેટ ઇશ્યુ માટે રૂ. ૯.૮૩ કરોડ ખર્ચ કરી રહી છે. ચોખ્ખી આવકમાંથી, તે ઓછામાં ઓછા ૭૫% આગળ ધિરાણ, ફાઇનાન્સિંગ અથવા અમુક બોરોઇંગ્સના વ્યાજ સહિત પુનઃચુકવણી માટે અને ૨૫% સુધી સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરશે.

આ ઇશ્યુનું સંયુક્ત રીતે નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ, એલારા કેપિટલ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ અને ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લીડ મેનેજ કરવામાં આવ્યું છે, જ્યારે કેફિન ટેકનોલોજીસ લિમિટેડ ઇશ્યુના રજીસ્ટ્રાર છે, અને આઈડીબીઆઈ ટ્રસ્ટીશીપ સર્વિસીસ લિમિટેડ ડિબેન્ચર ટ્રસ્ટી છે.

આ ડેટ ઓફરમાં ૮.૪૨% થી ૯.૯૫% સુધીના કુપન રેટ અને ૨૪ મહિના, ૩૬ મહિના, ૬૦ મહિના, ૮૪ મહિના અને ૧૨૦ મહિનાના સમયગાળા છે. વ્યાજની ચુકવણીની આવર્તન પસંદ કરેલ સિરીઝ અનુસાર માસિક, વાર્ષિક અથવા સંચિત હશે. કંપનીએ સંસ્થાઓ માટે ૨૦%, બિન-સંસ્થાઓ માટે ૨૦%, એચએનઆઈ માટે ૩૦% અને રિટેલ રોકાણકારો માટે ૩૦% ફાળવ્યા છે.

ઇશ્યુ રેટિંગઃ

આ ડેટ ઓફરને ક્રિસિલ રેટિંગ્સ લિમિટેડ દ્વારા ક્રિસિલ એએ/સ્ટેબલ અને ઇકરા લિમિટેડ દ્વારા ઇકરા એએ/સ્ટેબલ રેટિંગ આપવામાં આવ્યું છે. આ રેટિંગવાળી સિક્યોરિટીઝને નાણાકીય જવાબદારીઓના સમયસર સર્વિસિંગ સંબંધિત ઉચ્ચ સ્તરની સલામતી ધરાવતી ગણવામાં આવે છે. આવી સિક્યોરિટીઝ ખૂબ ઓછો ક્રેડિટ રિસ્ક ધરાવે છે. આ રેટિંગ્સ સિક્યોરિટીઝ ખરીદવા, વેચવા અથવા રાખવા માટેની ભલામણ નથી અને રોકાણકારોએ પોતાનો નિર્ણય લેવો જોઈએ. આ રેટિંગ્સ કોઈપણ સમયે રેટિંગ એજન્સીઓ દ્વારા સસ્પેન્શન, પુનરાવર્તન અથવા પાછી ખેંચી શકાય છે અને તેનું મૂલ્યાંકન અન્ય કોઈપણ રેટિંગ્સથી સ્વતંત્ર રીતે થવું જોઈએ.

નાણાકીય પ્રદર્શનઃ

નાણાકીય પ્રદર્શનના મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ માટે, આઈએચએફએલ (એકીકૃત ધોરણે) કુલ આવક/ચોખ્ખો નફો/-(નુકસાન) નીચે મુજબ નોંધાવેલ છેઃ

નાણાકીય વર્ષ ૨૨ઃ રૂ. ૮૯૯૩.૯૦ કરોડ / રૂ. ૧૧૭૭.૭૪ કરોડ

નાણાકીય વર્ષ ૨૩ઃ રૂ. ૮૭૨૫.૭૯ કરોડ / રૂ. ૧૧૨૯.૬૯ કરોડ

નાણાકીય વર્ષ ૨૪ઃ રૂ. ૮૬૨૪.૭૭ કરોડ / રૂ. ૧૨૧૬.૯૭ કરોડ

નાણાકીય વર્ષ ૨૫ઃ રૂ. ૮૬૮૩.૨૫ કરોડ / રૂ. – (૧૮૦૭.૪૬) કરોડ

નાણાકીય વર્ષ ૨૫ માટે થયેલ અચાનક નુકસાન ચિંતાજનક છે.

૩૧ માર્ચ, ૨૦૨૫ ની સ્થિતિએ, તેના ચોખ્ખું એનપીએ ૧.૦૮% હતું અને તે તારીખે તેનો ડેટ ઇક્વિટી રેશિયો ૧.૯૬ હતો, જે આ ઇશ્યુ પછી વધીને ૧.૯૭ થશે.

નિષ્કર્ષ / રોકાણ વ્યૂહરચનાઃ

કંપની તેનો ૧૮મો ડેટ ઓફર લાવી રહી છે અને તે તેના અગાઉના ઓફર પછી ટૂંકા ગાળામાં આવી રહી છે જે ફેબ્રુઆરી ૨૦૨૫ માં હતો. આશ્ચર્યજનક રીતે, તેણે નાણાકીય વર્ષ ૨૫ માટે નુકસાન નોંધાવ્યું છે, જે ચિંતાજનક છે. ક્રિસિલ અને ઇકરા તરફથી મળેલા એએ/સ્ટેબલ રેટિંગ્સને ધ્યાનમાં રાખીને, સ્થિર આવક શોધી રહેલા જાણકાર રોકાણકારો મધ્યમથી લાંબા ગાળા માટે ભંડોળ રોકી શકે છે.

Review By Dilip Davda on July 15, 2025

 

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. My reviews do not cover GMP market and operators game plans. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based the on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the recent past, SME IPOs drew the attention of investors across the board and lead to seer madness. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at their own risk. The above information is based on information available as of date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

 

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detailed fundamental and financial analysis of companies coming up with IPOs helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

(Dilip Davda -SEBI registered Research Analyst-Mumbai,

Registration no. INH000003127 (Perpetual)

Email id: dilip_davda@rediffmail.com ).

Courtesy:  https://www.chittorgarh.com/

Related posts

માર્ક ટેક્નોક્રેટ્‌સ લિમિટેડ એનએસઈ એસએમઈ આઇપીઓની સમીક્ષા

Compiled by Narendra Joshi

Shanmuga Hospital BSE SME IPO Review

Sampat Aluminium BSE SME IPO Review

Compiled by Narendra Joshi