જીસીપીએલએ ભારતનું પ્રથમ રેડી-ટૂ-મિક્સ બોડીવોશ ગોદરેજ મેજિક બોડીવોશ પ્રસ્તુત કર્યું, શાહરૂખ ખાનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો
- સેશેદીઠ ફક્ત રૂ. 45ની પરિવર્તનકારક કિંમત, જે સાબુના ભાવમાં મળે છે
- સસ્ટેઇનેબ્લ અને પર્યાવરણને અનુકૂળ ફોર્મેટ
- રૂ. 21,000 કરોડની પર્સનલ વોશ કેટેગરીમાં પરિવર્તન લાવશે
- કંપનીએ પર્યાવરણ પ્રત્યે જાગૃત જીવનશૈલીનો સંદેશ આપવા જાગૃતિ પહેલો માટે આગામી 3 વર્ષમાં રૂ. 100 કરોડનો ખર્ચ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
મુંબઈ, 19 જુલાઈ, 2022:‘પુટિંગ પ્લેનેટ બિફોર પ્રોફિટ્સ’ એટલે કે નફા અગાઉ પૃથ્વીનો વિચાર કરવાના પોતાના મૂલ્યને સુસંગત રીતે ગોદરજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)એ ફક્ત રૂ. 45માં ભારતનું પ્રથમ રેડી-ટૂ-મિક્સ બોડીવોશ ગોદરેજ મેજિક બોડીવોશ પ્રસ્તુત કર્યું છે. આ ઇનોવેશન કચરાનો ફરી ઉપયોગ અને એનો ઘટાડો કરવાની ટેવને પ્રોત્સાહન આપે છે, જેથી લોકો તેમના રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ માટે પર્યાવરણને અનુકૂળ પસદંગી કરવા સક્ષમ બને છે.
ગોદરેજ મેજિક બોડીવોશના બ્રાન્ડ એમ્બેસેડર અભિનેતા શાહરૂખ ખાનને બનાવવામાં આવ્યો છે અને તેઓ સામૂહિક પ્રચાર અભિયાનમાં જોવા મળશે. ગોદરેજ મેજિક બોડીવોશ પોતાની રેડી-ટૂ-મિક્સ ફોર્મેટ સાથે પર્યાવરણલક્ષી ચિંતાઓ તેમજ ઉપભોક્તાના પડકારોનું સમાધાન કરવા માટે એક સમાધાન છે.
ભારત દર વર્ષે પ્લાસ્ટિકનો 3.5 મિલિયન ટન કચરો પેદા કરે છે. ત્વચા અને શરીરની સારસંભાળ રાખતા ઉત્પાદનોમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, જેના પરિણામે ઉત્પાદન અગાઉ ટનબંધ પાણીનો ઉપયોગ થાય છે અને જ્યારે તેનું પરિવહન કરવામાં આવે છે, ત્યારે અંતિમ ઉત્પાદનનું વજન વધી જાય છે. નિયમિત બોડીવોશની સરખામણીમાં ગોદરેજ મેજિક બોડીવોશને પેકેજિંગમાં પ્લાસ્ટિકની ફક્ત 16 ટકાની અને ઉત્પાદન કરવા ફક્ત 19 ટકા ઊર્જાની જરૂર છે તેમજ સાબુનો બાર બનાવવા માટે કુલ ઊર્જાના ફક્ત 10 ટકાની જરૂર છે. જેલ-આધારિત સેશે નાનાં અને લાઇટ હોવાથી વધારે સેશેનું દરેક ટ્રકમાં પરિવહન થઈ શકશે, જે નિયમિત બોડીવોશના પરિવહનની સરખામણીમાં ડિઝલના 44 ટકા ઓછા ઉપભોગ અને કાર્બનના 44 ટકા ઓછા ઉત્સર્જન તરફ દોરી જાય છે.
ઉપભોક્તાની દ્રષ્ટિથી તેઓ સાબુમાંથી બોડીવોશમાં અપગ્રેડ થવાનું પસંદ કરે છે, પણ ઊંચી કિંમત સૌથી મોટો અવરોધ છે. ગોદરેજ મેજિક બોડીવોશ સિંગલ જેલ સેશેમાં ઉપલબ્ધ છે તથા બોટેલ અને જેલ સેશેને સમાવતા કોમ્બિ-પેકમાં ઉપલબ્ધ છે. જ્યારે સેશની કિંમત રૂ. 45 છે, ત્યારે કોમ્બિ પેક (બોટલ + જેલ સેશે)ની કિંમત રૂ. 65 છે. આ ઉત્પાદન સાબુ તરીકે વાજબી છે. આ ઉત્પાદને બે વેરિઅન્ટ – લવેન્ડર અને હની જસ્મિનમાં ઉપલબ્ધ છે.
આ અંગે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ સુધીર સીતાપતિએ કહ્યું હતું કે, “અમારી વ્યૂહરચનામાં સસ્ટેઇનેબિલિટી હાર્દ છે. આ માટે અમે સુલભ કિંમતો પર ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવવા કટિબદ્ધ છીએ. વર્ષ 2018માં અમે પ્રસ્તુત કરેલો મેજિક પાવડર-ટૂ-લિક્વિડ હેન્ડવોશ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે અમે કેવી રીતે પ્લાસ્ટિક, પાણીનો વપરાશ અને પરિવહનના ખર્ચમાં ઘટાડો કર્યો છે. ફક્ત રૂ. 45માં નવા ગોદેરજ મેજિક બોડીવોશ સાથે અમે ઉપભોક્તાઓને સાબુ તરીકે વાજબી કિંમતે બોડીવોશ ઓફર કરીએ છીએ. આ વાજબી કિંમત ધરાવે છે અને ધરતી માટે પણ અનુકૂળ છે. અમને ગોદરેજ મેજિક બોડીવોશના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શાહરૂખ ખાનની જાહેરાત કરવાની ખુશી છે. અમે પ્લાસ્ટિક, કાર્બનના ઉત્સર્જન અને સાબુના યુઝર્સના સ્નાનના અનુભવને શ્રેષ્ઠ બનાવવા જાગૃતિ લાવવા આ ઉત્પાદન માટે એક સેલિબ્રિટીને રોકી છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “મારું માનવું છે કે, ગોદરેજ મેજિક અને અન્ય પથપ્રદર્શક પર્યાવરણલક્ષી ઇનોવેશન્સ ભારતમાં ગ્રીન ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ થઈ રહ્યાં છે અને ગ્રીન પ્રીમિયમ ભવિષ્ય નથી. અમે આગામી 3 વર્ષમાં સામાજિક પહેલો સાથે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીનો સંદેશ આપવા સામૂહિક જાગૃતિની પહેલો પર રૂ. 100 કરોડનો ખર્ચ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.”
બોડીવોશના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પોતાની પસંદગી પર અભિનેતા શાહરૂખ ખાને કહ્યું હતું કે, “આ નવી પ્રોડક્ટ છે, જેને પર્યાવરણ પ્રત્યે સભાન જીવનશૈલીને ટેકો આપવા બનાવવામાં આવી છે અને લગભગ જાદુઈ છે! આ સરળ અને અસરકારક વિચાર છે, જે પ્લાસ્ટિકના વપરાશ અને ઊર્જાના વપરાશને ઘટાડવામાં મદદરૂપ થશે. મને એના બ્રાન્ડ એમ્બેસેડર બનવા પર ગર્વ છું અને સસ્ટેઇનેબિલિટી વિકલ્પ છે એવું માનું છું તથા કોઈ પણ વ્યક્તિ નાની રીતે એને અપનાવી શકે છે.”
ગોદરેજ મેજિક બોડીવોશ બે વિકલ્પમાં ઉપલબ્ધ છે – લવેન્ડર અને હની જસ્મિન, જે તમને આખો દિવસ તાજાં રાખવા ત્વચા અને શરીરમાં નવસંચાર કરે છે. બોટલમાં પાણી ઉમેરવું, તેમાં જેલ રેડવું અને 1થી 2 મિનિટ સુધી તેને હલાવો. સિંગલ જેલ સેશેથી તમે 200 એમએલ ગોદરેજ મેજિક બોડીવોશ બનાવી શકો છો.
જીસીપીએલની પ્રોડક્ટ ગોદરેજ મેજિક રેડી-ટૂ-મિક્સ બ્રાન્ડ છે. વર્ષ 2018માં ‘મેજિક’ પોર્ટફોલિયો અંતર્ગત ભારતનું પ્રથમ પાવડર-ટૂ-લિક્વિડ હેન્ડવોશ – ગોદરેજ મેજિક હેન્ડવોશ પ્રસ્તુત થયું હતું. આ રેન્જ વધારવા ગોદરેજ મેજિક બોડીવોશ મેજિક રેન્જની બીજી એડિશન છે. રેડી-ટૂ-મિક્સ કેટેગરી ઊભી કરવાની સાથે આ લોંચ જીસીપીએલની સસ્ટેઇનેબિલિટી પ્રત્યેની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે અને ઉપભોક્તાઓને પૃથ્વીને અનુકૂળ ઉત્પાદનો માટે પસંદગી કરવા પ્રેરિત કરે છે.