The Economic Revolution
ipo-analysisipo-analysis-gujaratisme-ipo-gujarati

રેતન ટીએમટી બીએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (દૂર રહો)

Courtesy:  https://www.chittorgarh.com/

રેતન ટીએમટી બીએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (દૂર રહો)

•   આર ટી એલ ટી એમ ટી અને રાઉન્ડ સ્ટીલ બારના ઉત્પાદન અને માર્કેટિંગમાં રોકાયેલ છે.
•    તેણે ના. વ. ૨૧ થી ચોખ્ખી સરપ્લસ જનરેટ કરવાનું શરૂ કર્યું. ના. વ. ૨૨ માં માર્જિનમાં અચાનક વધારો જોવા મળ્યો હતો.
•    ના. વ. ૨૨ માટે તેની સુપર કમાણીના આધારે ઇશ્યૂની કિંમત આક્રમક છે.
•    બે જૂથ કંપનીઓ લેશા ઇન્ડ. અને અશોકા મેટકાસ્ટનું પ્રદર્શન નિસ્તેજ છે.
• રોકાણકારો આ આઈ પી ઓ ને ખર્ચાળ સોદા તરીકે અવગણી શકે છે.

કંપની વિશેઃ
રેતન ટી એમ ટી લી. (આર ટી એન) એ ગુજરાત સ્થિત વૈવિધ્યસભર વ્યવસાય જૂથનો એક ભાગ છે જે શ્રી શાલિન અશોક શાહ અને તેમના પરિવાર દ્વારા પ્રમોટ કરવામાં આવેલ છે. આ જૂથ તેલ અને ગેસ, સ્ટીલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ અને કેમિકલ પ્રોડક્ટ્‌સ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વ્યવસાયિક હિત ધરાવે છે.
આ કંપની ૩૦,૦૦૦ એમ ટી પી એ ની એકંદર સ્થાપિત ક્ષમતા સાથે સ્ટીલ રોલિંગ મિલની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.આઈ એસ ઓ ૧૭૮૬ઃ ૨૦૦૮ પ્રમાણિત કંપની છે અને ટી એમ ટી બાર અને રાઉન્ડ બારનું ઉત્પાદન કરે છે, જેનો ઉપયોગ મુખ્યત્વે બાંધકામ ઉદ્યોગમાં થાય છે. તેનાં ઉત્પાદનોનો ઉપયોગ ગુજરાતમાં ડેમ, પુલ, રહેણાંક અને વ્યાપારી ટાવર અને મોટા માળખાકીય પ્રોજેક્ટ માટે કરવામાં આવે છે.
સારી ગુણવત્તાની સ્ટીલ પ્રોડક્ટ્‌સ પ્રદાન કરવા માટે પ્લાન્ટ સંપૂર્ણપણે નવીનતમ તકનીકોથી સજ્જ છે અને પ્લાન્ટ ૨૦૧૯ થી સરળતાથી કાર્યરત છે. આ કંપની પાસે ટી એમ ટી બારના ઉત્પાદનમાં એક વિશ્વસનીય બ્રાન્ડ બનવાનું વિઝન છે.
૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીમાં, તેના પગારપત્રક પર ૪૨ કર્મચારીઓ હતા. આ ઉપરાંત કંપની તેના ઉત્પાદન કામગીરીને સરળ બનાવવા માટે કોન્ટ્રાક્ટ પર મજૂરોને પણ રોકે છે. આ જૂથની કંપની લેશા ઇન્ડસ્ટ્રીઝ લિ. અને અશોકા મેટકાસ્ટ લિમિટેડ પહેલેથી જ બી એસ ઈ પર લિસ્ટેડ છે અને તેમની કામગીરી નબળી છે.
ઈશ્યૂની વિગત અને મૂડીનો ઈતિહાસ
કેપેક્ષ (રૂ. ૧૨.૦૦ કરોડ), કાર્યકારી મૂડી (રૂ. ૩૦.૪૬ કરોડ),અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ (રૂ. ૧૨.૫૪ કરોડ) માટેની તેની જરૂરિયાતોને ફાઇનાન્સ કરવા માટેના ભાગરૂપે નાણાં એકત્રિત કરવા માટે આ કંપની મેઈડન આઈ પી ઓ સાથે તેનો રૂ. ૧૦ની મૂળ કિંમત ધરાવતા રૂ.૮૦૦૦૦૦૦ શેર, રૂ. ૭૦ પ્રતિશેરના મુકરર ભાવે ઓફર કરીને રૂ.૫૬.૦૦ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈશ્યૂ તા.૨૨ ઑગષ્ટ ર૦રર ના રોજ ખુલશે અને તા.૨૫ ઑગષ્ટ, ૨૦૨ર ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૨૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરી શકાશે. ફાળવણી પછી, શેર બી એસ ઈ એસ એમ ઈ ઈમર્જ પર સૂચિબદ્ધ થશે. આ ઈશ્યૂ કંપનીની ઇશ્યૂ પછીની ભરપાઈ થયેલ મૂડીના૩૭.૬૫ % હિસ્સો ધરાવશે. આ કંપની આ આઈ પી ઓ ની પ્રક્રિયા પાછળ રૂ.૧.૦૦ કરોડ ખર્ચ કરી રહેલ છે,
આ ઈસ્યુ આર્યમેન ફાઈનાન્સિઅલ સર્વિસીસ લિ. દ્વારા સંચાલિત છે,બીગશેર સર્વિસીસ પ્રા. લિમિટેડ ઈસ્યુના રજિસ્ટ્રાર છે અને આર્યમાન કેપિટલ માર્કેટસ લી આ આઈ પી ઓ માટે બજાર નિર્માતા છે.
સમાન ધોરણે પ્રારંભિક ઇક્વિટી જારી કર્યા પછી, કંપનીએ જાન્યુઆરી ર૦રર અને માર્ચ ર૦રર વચ્ચે રૂ.૭૦ ની કિંમતની શ્રેણીમાં વધુ ઇક્વિટી શેર જારી કર્યા. . પ્રમોટરો દ્વારા ખરીદવામાં આવેશ શેરની સરેરાશ કિંમત રૂ. ૧૨.૦૩ અને રૂ. ૭૦.૦૦ પ્રતિ શેર છે.
ઇશ્યૂ પછી, આ કંપનીની વર્તમાન પેઇડ-અપ ઇક્વિટી મૂડી રૂ.૧૩.૨૫ કરોડ છે જે વધીને રૂ. ૨૧.૨૫ કરોડ થશે.આઈ પી ઓ ની કિંમતના આધારે, કંપની ૧૪૮.૪૫ કરોડનું માર્કેટ કેપ નિહાળી રહી છે.
આર્થિક દેખાવ
આર્થિક દેખાવને મોરચે, છેલ્લા ત્રણ વર્ષમાં , આ કંપનીએ ટર્નઓવર / ચોખ્ખો નફો રૂ. ૨૦.૦૮ કરોડ / રૂ. – (૦.૫૮) કરોડ. (ના. વ. ૨૦), રૂ. ૫૨.૧૩ કરોડ / રૂ. ૦.૧૩ કરોડ (ના. વ. ૨૧) અને રૂ. ૬૭.૦૩ કરોડ / રૂ. ૨.૩૫ કરોડ (ના. વ. ૨૨) નોંધાવેલ છે. નાણાકીય વર્ષ ૨૨ માટે માર્જિનમાં અચાનક થયેલા વધારાથી આશ્ચર્ય થાય છે.
છેલ્લા ત્રણ વર્ષમાં આ કંપનીએ સરેરાશ શેર દીઠ આવક રૂ.૦.૮૧ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ -(ર૬.૩૮%) દર્શાવેલ છે.
માર્ચ, ર૦રરના એન એ વી રૂ.૧૭.૪૬ મુજબ આ ઈસ્યુનો ભાવ ૪.૦૧ ના પી/બીવીથી આવે છે,તેમ જ આઈ પી ઓ પછીની એન એ વી રૂ.૩૭.૨૪ ના આધારે તેની કિંમત ૧.૮૮ ના પી/બીવી થી આવે છે.
જો આપણે ના. વ. ૨૨ ની વધેલ કમાણીનું વાર્ષિકીકરણ કરીએ અને તેને આઈ પી ઓ પછીના કુલ ઈક્વીટીના આધારે વહેંચીએ , તો માગવામાં આવેલ કિંમત ૬૩.૬૪ ના પી/ઈ પર આવે છે, જે તેને આગળના સાતત્યની ચિંતા સાથેનો આક્રમક ભાવનો ઈશ્યૂ બનાવે છે.
સમાન કંપનીઓ સાથે સરખામણી
ઓફર ડોક્યુમેન્ટ મુજબ, આ કંપનીએ ઈનક્રેડીબલ ઈન્ડ., હરીઓમ પાઈપ્સ, સુપરશક્તિ મેટાલીકસ અને કામધેનું લી ને તેમના સાથી કંપનીઓ તરીકે દર્શાવેલ છે. તેઓ હાલમાં ૩૪.૦૪, ૧૮.૨૦, ૨૩.૪૨, અને ૧૭.૬૯ (૧૬ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ) ના પી/ઈ પર ટ્રેડિંગ કરી રહ્યાં છે. જો કે, તેઓ ખરેખર ચૂસ્ત રીતે તુલનાત્મક નથી.
ડિવિડન્ડ પોલિસીઃ
આ કંપનીએ ઓફર ડોકયુમેન્ટમાં દર્શાવેલ સમયગાળા માટે કેઈ ડિવિડન્ડ જાહેર કરેલ નથી. તે તેની નાણાકીય કામગીરી અને ભાવિ સંભાવનાઓના આધારે લિસ્ટિંગ પછી સમજદાર ડિવિડન્ડ નીતિ અપનાવશે.
મર્ચંટ બેંકરનો દેખાવ
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં (ચાલુ એક સહિત) આર્યમન ફાઇનાન્શિયલ તરફથી આ ૧૩મો આદેશ છે. છેલ્લી ૧૦ સૂચિઓમાંથી, લિસ્ટિંગના દિવસે તમામ ૦.૦૨% થી ૫% સુધીના પ્રીમિયમ સાથે ખુલેલ છે. આમ તેનો ટ્રેક રેકોર્ડ સરેરાશ છે.
નિષ્કર્ષ / રોકાણ વ્યૂહરચના
કંપનીની ટોચની લાઇન વૃદ્ધિ દર્શાવે છે, તેમ છતાં ના. વ. ૨૨ માટે માર્જિનમાં અચાનક બુસ્ટ એ આશ્ચર્ય ઉભું કરે છે. સેગમેન્ટ અત્યંત સ્પર્ધાત્મક અને ખંડિત છે. બે લિસ્ટેડ ગ્રૂપ કંપનીઓ માર્ક સુધી રહી નથી. ઈસ્યુની કિંમત આક્રમક છે અને તેથી તેને છોડી દેવાથી કોઈ નુકસાન નથી

 

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the past, SME IPOs drew the attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. The above information is based on information available as on date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

Courtesy:  https://www.chittorgarh.com/

Related posts

ઈન્ડોંગ ટી બી એસ ઈ એસ એમ ઈ આઈપીઓ સમીક્ષા (દૂર રહો)

Narendra Joshi

Uniparts India IPO review (Apply)

Narendra Joshi

માઘ એડવર્ટાઇઝિંગ બી એસ ઈ એસ એમ ઈ આઈપીઓ સમીક્ષા (દૂર રહો)

Narendra Joshi