The Economic Revolution
industry-economy

ભારતના ઉદ્યોગો માટે વેદાંતના ચેરમેન અનિલ અગ્રવાલનાં નિવેદનો

ભારતના ઉદ્યોગો માટે વેદાંતના ચેરમેન અનિલ અગ્રવાલનાં નિવેદનો

 

· “ભારત આયાતની કિંમતના ચોથા ભાગે ઓઇલ ઉત્પાદન કરી શકે છે, જે કિંમતે એટલે 26 ડોલરના ભાવે કેઇર્ન સરકારને પૂરું પાડે છે. ભારત પ્રતિભાઓનું પાવરહાઉસ છે અને ટેકનોલોજી, સંશોધન અને ઇનોવેશનની દુનિયામાં અગ્રેસર થઈ રહ્યું છે. આપણી આર્થિક વૃદ્ધિ વારસાગત ઉદ્યોગો અને સ્ટાર્ટ-અપ્સના સમન્વયથી સંચાલિત છે. સાહસિકતા સાથે અને અવરોધો વિના કામ કરવા પોતાની ઊર્જા સાથે કામ કરતાં આપણા સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકાતોનું પ્રોત્સાહનજનક વલણ મોટા પાયે રોજગારીનું સર્જન કરશે અને સરકાર માટે મોટી આવકનો સ્તોત્ર ઊભો કરશે. તેમને ખાનગી ઇક્વિટી પાસેથી પ્રાપ્ત ફંડ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેશન અને ડેટા એનાલીટિક્સ જેવી અદ્યતન ટેકનોલોજીઓ સાથે સંશોધન કરવા અને સંશોધન પછી તેમના લાઇસન્સનું વેચાણ કરવા પ્રોત્સાહન આપી શકાશે. આ ભારતમાં આદરણીય પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ ભારતમાં વાજબી કિંમતે ઓઇલ એન્ડ ગેસની પ્રાપ્તિ તરફ પણ દોરી શકે છે.

· રોકાણ માટે વિશ્વના કેન્દ્ર તરીકે ભારતને રજૂ કરીને આદરણીય પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારતે નીતિનિયમોની કે કાયદાકીય ગૂંચવાડો દૂર કરીને રોકાણકારો માટે લાલ જાજમ પાથરી છે. આ સમય છે, જેમાં તમામ ખાણના ભાડાપટ્ટા લઘુતમ 50 વર્ષ માટે હોવા જોઈએ, જેથી ભારતીય અને વિદેશી કંપનીઓ યોજના બનાવી શકે અને તેનો સારી રીતે અમલ કરી શકે. હાલ તમામ ખાણો, જેનું ઉત્ખનન ખાનગી ક્ષેત્ર દ્વારા થયું હતું, પણ જ્યાં કામ બંધ થઈ ગયું છે, તેને ફરી ચાલુ કરવી જોઈએ. જો સરકાર વધારે આવક ઇચ્છતી હોય, તો આ વાજબી ધોરણે ડ્યુટી અને રૉયલ્ટી વધારી શકે છે, પણ આપણને ઉત્પાદન બંધ થયા એ નહીં પોષાય. જો આપણે આગામી બે દાયકામાં 5 ટ્રિલિયન ડોલર નહીં પણ 15થી 20 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાના સ્વપ્નને સાકાર કરવા ઇચ્છતાં હોય, તો સારી રીતે કામ કરતી ખાણો અને ખનિજ ક્ષેત્રએ મોટી ભૂમિકા ભજવવી પડશે. ઉપરાંત આપણે સ્વયં-પ્રમાણનની વ્યવસ્થા તરફ અગ્રેસર થવું પડશે અને એ એકમાત્ર કામગીરી ઉત્પાદનમાં 2થી 3 ગણા વધારાની સંભવિતતા ધરાવે છે.

· વિવિધ પ્રકારની ધાતુઓ, દુર્લભ ધાતુઓ, ખનિજો અને હાઇડ્રોકાર્બન્સ માટે ભારતે એની ઉત્ખનન અને ઉત્પાદનની નીતિનું ઉદારીકરણ કરવું મહત્વપૂર્ણ બની ગયું છે. ભારત ધાતુઓ અને ખનિજોની મહત્વપૂર્ણ ભેટ ધરાવે છે, પણ આ કમનસીબી છે કે, આપણે વર્ષ દર વર્ષ મોટા પાયે આયાત કરીને ખર્ચની ચુકવણી કરવાનું જાળવી રાખ્યું છે. આ તમામ ધાતુઓ આગામી દાયકાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, કારણ કે તેઓ અદ્યતન ટેકનોલોજીનું નિર્માણ કરવામાં બહોળી ઉપયોગિતા ધરાવે છે. ઊંચું સ્થાનિક ઉત્પાદન આપણને કોઈ પણ વૈશ્વિક કટોકટીથી પણ બચાવશે, ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપશે, મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન કરશે અને જીવંત ઇકોસિસ્ટમ ઊભી કરશે.

· સરકારી લિસ્ટેડ કંપનીઓમાંથી કેટલીક કંપનીઓનું ખાનગીરકરણ અને અન્યોનું કોર્પોરેટાઇઝિંગ કરીને તેનું મૂલ્યાંકન 10 ગણું વધારી શકાશે, કારણ કે અમારી સરકારી કંપનીઓ સારી અસ્કયામતો ધરાવવાની સાથે શ્રેષ્ઠ માનવીય મૂડી ધરાવે છે. જ્યારે 20 ટકા કંપનીઓનું ખાનગીકરણ કરી શકાશે, ત્યારે સંરક્ષણ કારખાના સહિત અન્ય કંપનીઓનું કોર્પોરેટાઇઝેશન કરવું પડશે, જેમાં શરત છે કે, તેમાં રોજગારી ઓછી નહીં થાય અને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને 5 ટકાથી વધારે હિસ્સો ધરાવવાની છૂટ નહીં હોય. એનાથી વ્યાપક માલિકી ઊભી થશે અને કંપનીના સંચાલનમાં વ્યવસાયિકતા વધશે. આ મોડલને અમેરિકા અને પશ્ચિમી દેશોમાં સફળતા મળી છે. આપણા પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, સરકારને વ્યવસાયમાં રહેવાની જરૂર નથી, ત્યારે પ્રવાસન ક્ષેત્રનું ખાનગીકરણ કે કોર્પોરેટાઇઝેશનથી મોટા પાયે રોજગારીનું સર્જન થશે અને ભારતમાં 10 ગણા વધારે પ્રવાસીઓ આવશે. પ્રવાસીઓ દર વર્ષે 15થી 20 મિલિયનથી વધીને 100 મિલિયન થઈ શકે છે.”

Related posts

ભારત પેટ્રોલિયમની સ્વતંત્ર ધોરણે આવક નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક ગાળામાં 26 ટકા વધીને રૂ. 1,28,333 કરોડ અને નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 39 ટકા વધીને રૂ. 2,66,722 કરોડ થઈ

Narendra Joshi

L&T રિયલ્ટી MMM માં $21 બિલિયનની મૂલ્યના ત્રણ પ્રોજેક્ટ વિગતવાર વિકસાવવામાં આવ્યા છે

Narendra Joshi

M&M Results Q3 and cumulative nine months FY202

Narendra Joshi