આઈડીએફસી મિડકેપ ફંડ એનએફઓ 28 જુલાઈ 2022ના રોજ રોકાણ માટે ખુલશે 

આઈડીએફસી મિડકેપ ફંડ એનએફઓ 28 જુલાઈ 2022ના રોજ રોકાણ માટે ખુલશે 

સ્ટોક પસંદગી માટે 5 ફિલ્ટર ફ્રેમવર્ક રોકાણકારો માટે ગુણવત્તાયુક્ત વૃદ્ધિ આધારિત રોકાણની તકો પ્રદાન કરે છે 

મુંબઈ, 26 જુલાઈ, 2022: આઈડીએફસી મ્યૂચ્યૂઅલ ફંડે એક ઓપન-એંડેડ ઇક્વિટી સ્કીમ આઈડીએફસી મિડકેપ ફંડ શરૂ કરવાની જાહેરાત કરી, જેનો ઉદ્દેશ મિડકેપ સેગમેંટમાં મુખ્ય રીતે ઇક્વિટી અને ઇક્વિટી સાથે જોડાયેલી ઇક્વિટીઝમાં રોકાણ કરી લાંબા ગાળામા રોકાણ પર સારૂં રિટર્ન પુરૂ પાડવાનો છે. કેટગરીએ લાર્જ કેપની સરખામણીમાં સમય ગાળામાં અપેક્ષાકૃત શ્રેષ્ઠ રિસ્ક-એડજેસ્ટેડ રિટર્ન પેદા કર્યું છે અને વિભિન્ન ક્ષેત્રોમાં વ્યાપક ડાયવસફિકેશનની સુવિધા પણ પુરી પાડે છે. આ ઉપરાંત, પાછલા ત્રણ વર્ષ દરમિયાન મિડકેપયૂનિવર્સમાં કંપનીઓનો સરેરાશ આકાર વધ્યો છે. આઈડીએફસી મિડકેપ ફંડ રોકાણકારોને લાંબા ગાળામાં મિડકેપ કંપનીઓની મજબૂત વિકાસ ક્ષમતામાંથી લાભ ઉઠાવવાની તક પુરી પાડવા માટે સારી રીતે સ્થિત છે. નવી ફંડ ઓફર રોકાણ માટે રવિવાર, 28 જુલાઈ, 2022ના રોજ ખુલશે અને રવિવાર 11 ઓગસ્ટ, 2022ના રોજ બંધ થશે. એનએફઓ માટે અરજીઓ https://bit.ly/3J36qcQ પર ભરી શકાય છે.

આઈડીએફસી મિડકેપ ફંડનો મુખ્ય તફાવત એ છે કે તે સ્ટોકની પસંદગી માટે 5 ફિલ્ટર ફ્રેમવર્કને અનુસરશે, જેનાથી ઉચ્ચ ગુણવત્તા, વૃદ્ધિ કેન્દ્રિત પોર્ટફોલિયો બનાવવામાં મદદ મળશે. આ રોકાણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાંચ મૂળભૂત પરિમાણોના આધારે કંપનીઓની પસંદગી કરે છે, જેમાં ગવર્નન્સ/સસ્ટેનેબિલિટી, કેપિટલ એફીશેંસી એટલેકે મૂડી કાર્યક્ષમતા, સ્પર્ધાત્મક ધાર, સ્કેલેબિલિટી અને સ્વીકાર્ય રિસ્ક/રીવોર્ડનો સમાવેશ થાય છે. આ અંતર્ગત ગવર્નન્સમાં મજબૂત ગવર્નન્સ, મૂડી ફાળવણીનો ટ્રેક રેકોર્ડ અને સ્થાયી બિઝનેસ મોડલ જેવા પરિબળો પર આધારિત કંપનીઓની પસંદગીનો સમાવેશ થાય છે, જે ફંડ મેનેજરને વ્યવસાય વિશે લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ લેવામાં સક્ષમ બનાવે છે. 

કેપિટલ એફીશેંસી વ્યવસાય માટે રોકાણ કરેલી મૂડી પર મહત્તમ વળતર મેળવવા માટે શ્રેષ્ઠ માળખાકીય તક પૂરી પાડે છે, જે શેરધારકો માટે મૂલ્ય બનાવવાનો આધાર છે. ઉદ્યોગમાં સ્પર્ધાત્મક ધાર ધરાવતી કંપનીઓ મજબૂત ફ્રેન્ચાઇઝી નેટવર્ક વિકસાવી શકે છે, જેના પરિણામ સ્વરૂપ ખર્ચના માધ્યમથી ગ્રાહકો માટે વેલ્યૂ આધારિત દરખાસ્ત હોઇ શકે છે અને આ સ્કીમ ખૂબ જ વૈવિધ્યસભર છે. સાથોસાથ, સ્કેલેબિલિટી મોટા બજાર હિસ્સા માટે માર્ગ મોકળો કરે છે, જે લાંબા ગાળે કંપનીની કમાણી વધારવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. સ્વીકાર્ય રિસ્ક/રીવોર્ડ એ પણ એ હકીકતને ધ્યાનમાં રાખીને કંપનીઓનું મૂલ્યાંકન કરવા માટે એક મહત્વપૂર્ણ પેરામીટર છે, આ તથ્ય પર વિચાર કરતા કે વ્યવસાયોને યોગ્ય કિંમતે ખરીદવા મહત્વપૂર્ણ છે અને જો આ શિસ્તનું પાલન કરવામાં ન આવે તો, તે સબ-ઓપ્ટિકલ રોકાણ પરિણામો તરફ દોરી શકે છે.

આઈડીએફસી મિડકેપ ફંડ શરૂ કરવાના મૂળ આધાર વિશે વાત કરતાં આઈડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (એએમસી)સીઈઓ શ્રી વિશાલ કપૂરે જણાવ્યું, “ભારતીય અર્થતંત્ર પર વધતા ફુગાવાના દબાણ સાથે, રોકાણકારોએ વૃદ્ધિ-લક્ષી અસ્કયામતોમાં રોકાણના મહત્વને સમજ્યું છે, જે લાંબા ગાળા માટે મૂડી પર વધુ સારૂં વળતર પ્રદાન કરવાની સુવિધા આપી શકે છે. મિડકેપ કેટેગરી વર્ષોથી વેલ્થ કિરએશનની તક, આકર્ષક રિસ્ક-રીવોર્ડ સંતુલન અને લાર્જ-કેપ્સ કરતાં વ્યાપક ક્ષેત્રીય પ્રતિનિધિત્વ દર્શાવે છે, જે વાજબી સ્થિરતા સાથે લાંબા ગાળા માટે વૃદ્ધિની નોંધપાત્ર સંભાવનાઓ પ્રદાન કરે છે. આઈડીએફસી એએમસી તેના હાલના ફંડ્સ હેઠળ મિડકેપ સેગમેન્ટ હેઠળ અસ્કયામતોનું સંચાલન કરવામાં લાંબા સમયથી નિપુણતા ધરાવે છે અને બજાર સંબંધિત મૂલ્યાંકન વધુ આકર્ષક બની રહ્યું છે. આઈડીએફસી મિડ-કેપ ફંડ રોકાણકારોને મૌલિક રીતે મજબૂત મિડ-કેપ કંપનીઓની મજબૂત વૃદ્ધિની સંભાવનાનો લાભ લેવાની તક પૂરી પાડશે.”

આઈડીએફસી મિડકેપ ફંડના ફંડ મેનેજર સચિન રેલેકરે જણાવ્યું, “આઈડીએફસી મિડકેપ ફંડ પોર્ટફોલિયો બનાવવા માટે બોટમ-અપ રોકાણનો અભિગમ ધરાવે છે, જેનાથી વ્યવસાય-વિશિષ્ટ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણ સાથે આગળ વધવા અને સંતુલન બાનાવવામાં મદદ મળે છે. જ્યારે ફંડ મુખ્યત્વે મિડ-કેપ કેટેગરીમાં રોકાણ કરે છે, તે શિસ્તબદ્ધ અભિગમ અપનાવે છે અને તેની નેટ એસેટના 35 ટકા સુધી લાર્જ-કેપ અને સ્મોલ-કેપ કેટેગરીની કંપનીઓને ફાળવવા માટે નોંધપાત્ર સુગમતા ધરાવે છે. સ્ટોક સિલેક્શન માટે 5-ફિલ્ટર ફ્રેમવર્કમાં પેરામીટર્સનો સમાવેશ થાય છે, જે કંપનીના ગવર્નન્સનું મૂલ્યાંકન કરે છે, મૂડી ફાળવણીનો ટ્રેક રેકોર્ડ, રોકાણ કરેલી મૂડી પર મહત્તમ વળતર મેળવવા માટે વ્યવસાય માટે માળખાકીય તક, ગ્રાહકો અને શેરધારકોને મૂલ્યની પ્રસ્તાવ, લાંબા ગાળાની આવક વૃદ્ધિની સંભાવના ઓફર કરે છે અને સ્વીકાર્ય રિસ્ક/પુરસ્કારની તકો આપે છે. આ ફંડ લાંબા ગાળાના રોકાણકારો માટે યોગ્ય છે જેઓ વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી સાથે વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં રોકાણ કરવા ઈચ્છે છે અને પ્રમાણમાં ઊંચી લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓ સાથે તેમના મુખ્ય પોર્ટફોલિયો ફાળવણીને પૂરક બનાવવા ઇચ્છે છે.”

2000માં સ્થપાપિત, આઈડીએફસી એએમસી બચતકારોને રોકાણકારો બનવા અને સંપત્તિનું નિર્માણ કરવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે જૂન 2022 સુધીમાં રૂ. 1,16,000 કરોડ (12 બિલિયન અમેરિકન ડોલર)ની સરેરાશ એસેટ અંડર મેનેજમેન્ટ (એએયુએમ) સાથે ભારતના ટોચના 10 એસેટ મેનેજરોમાંથી એક છે. અનુભવી મેનેજમેન્ટ ટીમ સાથે, એએમસી 50થી વધુ શહેરોમાં ઓન-ગ્રાઉન્ડ હાજરી ધરાવે છે અને ભારતમાં 750થી વધુ સ્થળોએ રોકાણકારોને સેવા આપે છે. એએમસી સમજદારીપૂર્વક ડિઝાઇન કરાયેલ રોકાણ ઉત્પાદનોની શ્રેણી ઓફર કરે છે-ઇક્વિટી, નિશ્ચિત આવક, હાઇબ્રિડ અને લિક્વિડ વિકલ્પોમાં-જેનો હેતુ તેમના સારી રીતે વ્યાખ્યાયિત ઉદ્દેશ્યોને અનુરૂપ પ્રદર્શન પ્રદાન કરવાનો છે.

રોકાણકારોને તેમના સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) રોકાણો માટે ઑટોપે સુવિધા માટે જનાદેશ બનાવવા માટે પરવાનગી આપવા માટે યુપીઆઈ ઑટોપે અપનાવવા જેવી કેટલીક ઉદ્યોગ-પ્રથમ પહેલો સાથે, આઈડીએફસી એએમસી બચતકારોને રોકાણકારો બનવામાં મદદ કરવામાં મોખરે છે. આઈડીએફસી એએમસી દરેક ઉત્પાદન માટે સ્પષ્ટપણે સ્પષ્ટ વ્યૂહરચના અને સ્થિતિ સાથે 10 લાખ ફોલિયોની સેવા કરવામાં ગર્વ અનુભવે છે.

એક જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકે, આઈડીએફસી એએમસી સમાજના નબળા વર્ગના બાળકો માટે શિક્ષણને પ્રોત્સાહન આપવા અને અગ્રણી એનજીઓ સાથે ભાગીદારીમાં કોવિડ-19 સામેની લડાઈમાં યોગદાન આપવા માટે તેની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવાનું ચાલુ રાખે છે. વધુમાં, 2022માં 30થી વધુ કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે કૉલેજમાં જતી છોકરીઓને માર્ગદર્શન આપ્યું અને આ યુવતીઓને નેતૃત્વની ભૂમિકાઓ માટે તૈયાર કરી, જેનાથી ઈન્ડિયા ઇંક માટે એક વ્યાપક પ્રતિભા પૂલ તૈયાર થયો અને તેણે લિંગ વિભાજનને દૂર કરવામાં મદદ કરી.