ઈન્ટીગ્રેટેડ પર્સનલ એન એસ ઈ એસ એમ ઈ આઈપી ઓ પૃથ્થકરણ (અરજી કરી શકાય)

Courtesy:  https://www.chittorgarh.com/

 

ઈન્ટીગ્રેટેડ પર્સનલ એન એસ ઈ એસ એમ ઈ આઈપી ઓ પૃથ્થકરણ (અરજી કરી શકાય)

• આઈ પી સી એલ સંકલિત માનવ સંસાધન ઉકેલો પહોંચાડવામાં રોકાયેલ છે.
• રોગચાળાને કારણે, તેને ના. વ. ૨૧ માટે નજીવો આંચકો લાગ્યો હતો.
• કંપની અત્યંત સ્પર્ધાત્મક અને ખંડિત સેગમેન્ટમાં કાર્ય કરે છે.
• તેના દેખાવના આધારે, ઈશ્યુની સંપૂર્ણ કિંમતનો છે.
• રોકડ સરપ્લસ ધરાવતા/જોખમ લેનારાઓ લાંબા ગાળા માટે રોકાણ કરવાનો વિચાર કરી શકે છે.

કંપની વિશેઃ

ઇન્ટિગ્રેટેડ પર્સનલ સર્વિસીસ લિ.(આઈ પી એસ એલ) વિવિધ ઉદ્યોગો માટે ઉછેર, લીઝિંગ અને મેનેજમેન્ટની ત્રણ વ્યાપક શ્રેણીઓ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈ ટી) અને નોન- આઈ ટી કંપનીઓ બંને માટે વિવિધ કાર્યાત્મક ભૂમિકાઓ હેઠળ સંકલિત માનવ સંસાધન ઉકેલો પહોંચાડવામાં રોકાયેલ છે.

આ વ્યાપક શ્રેણીઓ હેઠળ, આ કંપનીએ તેની સેવાઓને એવી રીતે વિભાજિત કરી છે કે જેથી કરીને તેના ગ્રાહકો તેમની જરૂરિયાતો અનુસાર સેવાઓ પસંદ કરી શકે. તેમની રોજગાર સેવાઓમાં વ્યાપકપણે કામચલાઉ સ્ટાફિંગ સોલ્યુશન્સ (ફ્લેક્સી-સ્ટાફિંગ), કાયમી ભરતી (એક્ઝિક્યુટિવ સર્ચ) સેવાઓ, વિશિષ્ટ સ્ટાફની ભરતી, આઉટસોર્સ્ડ ભરતી પ્રક્રિયાઓ અને પેરોલ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.

તે ૩૦ જૂન, ૨૦૨૨ના રોજ ૬,૦૦૦ થી વધુ એસોસિએટ્‌સ સાથે ૧૨૮ શહેરોમાં સોર્સિંગ અને ભરતી માટે ૧૧ થી વધુ શાખા કચેરીઓ ધરાવે છે. ૩૦ જૂન, ૨૦૨૨, માર્ચ ૩૧, ૨૦૨૨, માર્ચ ૩૧, ૨૦૨૧, અને માર્ચ ૩૧, ૨૦૨૦,ના રોજ આ કંપની પાસે અનુક્રમે ૧૪૩, ૧૬૯, ૧૩૨ અને ૧૩૯ મુખ્ય કર્મચારીઓ હતા, અને અનુક્રમે ૬૫૨૨, ૬૮૧૦, ૫૫૦૩ અને ૬૨૯૮ એસોસિએટ્‌સ હતા. તે અત્યંત સ્પર્ધાત્મક અને ખંડિત સેગમેન્ટમાં કાર્ય કરે છે.

ઈશ્યૂની વિગત અને મૂડીનો ઈતિહાસ

કાર્યકારી મૂડીની જરુરિયાત માટે (રૂ. ૮.૪૦ કરોડ)અને સામાન્ય કોર્પોરેટ હેતુ માટે (૨.૨૨ કરોડ)ની તેની જરૂરિયાતોના ભાગરૂપે નાણાં એકત્રિત કરવા માટે આ કંપની તેના રૂ. ૧૦ની મૂળ કિંમત ધરાવતા ૨૧૬૦૦૦૦ ઈકવીટી શેર મેઈડન દ્વારા રુ.૫૯ ની મુકરર કિંમતે ઓફર કરીને રૂ.૧૨.૭૪ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈશ્યૂ તા.૩૧ ઓક્ટોબર ર૦રર ના રોજ ખુલશે અને તા.૦૨ નવેમ્બર ર૦રર ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૨૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરી શકાશે. ફાળવણી પછી, શેર એન એસ ઈ એસ એમ ઈ ઈમર્જ પર સૂચિબદ્ધ થશે. આ ઈશ્યૂ કંપનીની ઇશ્યૂ પછીની ભરપાઈ થયેલ મૂડીના ૨૯.૯૭ % હિસ્સો ધરાવશે.આઈપીએસએલ રૂ. ૨.૧૨ કરોડ આ આઈ પી ઓ પ્રક્રિયા માટ ખર્ચ કરી રહેલ છે. આ આઈ પી ઓ નો ઊંચો ખર્ચો આ આઈ પી ઓ માટે ગોઠવાયેલા ભંડોળ સાથેની માળખાની રચના સૂચવે છે.
આ ઈસ્યુ માત્ર યુનિસ્ટોન કેપિટલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે. અને બિગશેર સર્વિસીસ પ્રા. લિ. ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. નિકુંજ સ્ટોક બ્રોકર્સ લિમિટેડ આ કંપની માટે બજાર નિર્માતા છે.
સમાન ધોરણે પ્રારંભિક ઇક્વિટી જારી કર્યા પછી, કંપનીએ મે ૨૦૦૯ અને ફેબ્રુઆરી ૨૦૧૮ વચ્ચે શેર દીઠ રૂ.૧૦૦ થી રૂ. ૬૩૭ની કિંમતની શ્રેણીમાં વધુ ઇક્વિટી શેર જારી કર્યા હતા. તેણે જૂન ૨૦૧૮માં ૧ માટે ૯૭ના ગુણોત્તરમાં બોનસ શેર પણ જારી કર્યા. પ્રમોટરો દ્વારા શેરના સંપાદનની સરેરાશ કિંમત રૂ. ૩.૨૪, અને રૂ. ૩.૪૦ પ્રતિ શેર છે.
આ ઇશ્યૂ પછી, આ કંપનીની વર્તમાન પેઇડ-અપ ઇક્વિટી મૂડી રૂ.૫.૦૫ કરોડ છે જે વધીને રૂ.૭.૨૧કરોડ થશે.આઈ પી ઓ ની કિંમતના આધારે, આ કંપની રૂ.૪૨.૫૨ કરોડનું માર્કેટ કેપ નિહાળી રહી છે.

આર્થિક દેખાવ

આર્થિક દેખાવને મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં , આ કંપનીએ (કોન્સોલીડેશન ધોરણે) કુલ ટર્નઓવર / ચોખ્ખો નફો રૂ. ૧૬૯.૩૦ કરોડ / રૂ. ૩.૧૧ કરોડ (ના. વ. ૨૦), રૂ. ૧૩૮.૬૪ કરોડ / રૂ. ૧.૯૧ કરોડ (ના. વ. ૨૧), અને રૂ. ૧૬૯.૯૨ કરોડ / રૂ. ૪.૦૧ કરોડ (ના. વ. ૨ર) નોંધાવેલ છે. ના. વ. ર૩ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેણે કુલ આવક રૂ. ૪૫.૧૪ કરોડ પર ચોખ્ખો નફો રૂ. ૦.૮૩ કરોડ કરેલ છે.
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં આ કંપનીએ સરેરાશ શેર દીઠ આવક રૂ.૬.૨૬ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૨૧.૧૧ ટકા દર્શાવેલ છે.તા. ૩૦ જૂન, ર૦રરના એન એ વી રૂ.૩૫.૬૮ મુજબ આ ઈસ્યુનો ભાવ ૧.૬૫ ના પી/બીવીથી આવે છે, અને ઈશ્યૂ પછીના એન એ વી રૂ.૪૧.૫૧ના આધારે ૧.૪૨ ના પી/બીવીથી આવે છે.
જો આપણે ના. વ. ૨૩ ની કમાણી ને આઈ પી ઓ પછીની સંપૂર્ણ પાતળી પેઇડ-અપ ઇક્વિટી મૂડી પર ગણીએ, તો માગવામાં આવેલ કિંમત ૧૨.૭૭ ના પી/ઈ પર આવે છે. અને ના. વ. રર ની કમાણીના આધારે ૧૦.૬૧ ના પી/ઈ થી આવે છે. આ રીતે આ ઈશ્યૂ પૂર્ણ કિંમતનો છે.

ડિવિડન્ડ પોલિસીઃ

કંપનીએ તેની સ્થાપના પછીના સમયગાળા માટે કોઈ ડિવિડન્ડ જાહેર કર્યું નથી. તે લિસ્ટિંગ પછી તેની નાણાકીય કામગીરી અને ભાવિ સંભાવનાઓના આધારે સમજદાર ડિવિડન્ડ નીતિ અપનાવશે.

સમાન કંપનીઓ સાથે સરખામણી

ઓફર દસ્તાવેજો મુજબ, આ કંપની કંપનીએ આરવી એન્કોન અને એ એન આઈ ઈન્ટિગ્રેટેડને તેમના લિસ્ટેડ પીઅર તરીકે દર્શાવ્યા છે. તેઓ હાલમાં ૧૬.૩૧ અને ૧૩.૫૩ ના પી/ઈ પર ટ્રેડ કરી રહ્યાં છે (૨૫ ઓક્ટોબર, ૨૦૨૨ મુજબ). જો કે, તેઓ ખરેખર ચૂસ્ત રીતે તુલનાત્મક નથી.

મર્ચંટ બેંકરનો ટ્રેક રેકર્ડ

છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં (ચાલુ એક સહિત) યુનિસ્ટોન કેપિટલ તરફથી આ ૬મો આદેશ છે. છેલ્લી પાંચ લિસ્ટિંગમાંથી, લિસ્ટિંગના દિવસે ૧ ડિસ્કાઉન્ટ પર ખેલેલ હતો અને બાકીના ૧૦.૯૭% થી ૨૭૦.૪૦% સુધીના પ્રીમિયમ સાથે ખુલેલ હતા.

નિષ્કર્ષ / રોકાણ વ્યૂહરચના

કંપની અત્યંત સ્પર્ધાત્મક અને ખંડિત સેગમેન્ટમાં કાર્યરત છે. તેણે અત્યાર સુધી સરેરાશ પ્રદર્શન નોંધાવ્યું છે. તેના નાણાકીય ડેટાના આધારે, ઇશ્યૂની સંપૂર્ણ કિંમતનો છે. જોખમ લેનાર/રોકડ સરપ્લસ ધરાવતા રોકાણકારો લાંબા ગાળાના પરિપ્રેક્ષ્ય સાથે મધ્યમ રોકાણની વિચારણા કરી શકે છે.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the past, SME IPOs drew the attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. The above information is based on information available as on date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

Courtesy:  https://www.chittorgarh.com/