The Economic Revolution – Financial Weekly Newspaper Ahmedabad, Gujarat, India
IPOIPO Analysis By Dilip DavdaIPO Analysis Gujaratisme-ipo-gujarati

વાન્સ ઈલેક્ટ્રો બીએસઈ એસએમઈ આઈપીઓ સમીક્ષા

-દિલીપ દાવડા

 

  • કંપની ભારતીય રેલવે માટે ટ્રેક્શન પાવર સપ્લાય અને ઓવરહેડ ઈક્વિપમેન્ટ સિસ્ટમના ઘટકોના ઉત્પાદન અને સપ્લાયના વ્યવસાયમાં રોકાયેલી છે.
  • તે કોર તરફથી “ડેવલપમેન્ટ વેન્ડર” નો દરજ્જો ધરાવે છે.
  • ૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં તેની ઓર્ડર બુક રૂ ૫૦.૬૨ કરોડ હતી.
  • તેના તાજેતરના સરેરાશ નાણાકીય ડેટાના આધારે, ઈશ્યૂ આક્રમક રીતે કિંમત ધરાવતો જણાય છે.
  • જોકે, સુમાહિતગાર રોકાણકારો મધ્યમથી લાંબા ગાળા માટે ભંડોળ રોકી શકે છે.

 

કંપની વિશેઃ

વાન્સ ઈલેક્ટ્રોએન્જિનિયરિંગ્સ લિમિટેડ (વીઈએલ) એ આઈએસઓ ૯૦૦૧ઃ૨૦૧૫ પ્રમાણિત કંપની છે, જે ભારતીય રેલવેના વિદ્યુતીકરણ માળખાકીય સુવિધાઓ અને મેટ્રો સિસ્ટમ્સ તેમજ અક્ષય ઊર્જા પ્રણાલીઓમાં ઉપયોગમાં લેવાતા ટ્રેક્શન પાવર સપ્લાય અને ઓવરહેડ ઈક્વિપમેન્ટ સિસ્ટમના ઘટકોના ઉત્પાદન અને સપ્લાયના વ્યવસાયમાં રોકાયેલી છે. ઉપરોક્ત સાધનો મુખ્યત્વે ભારતીય રેલવે અને રેલવે કોન્ટ્રાક્ટરોને સપ્લાય કરવામાં આવે છે.

કંપની ટ્રેક્શન પાવર સપ્લાય અને ઓવરહેડ ઈક્વિપમેન્ટ સિસ્ટમના ઉત્પાદન અને સપ્લાયમાં કુશળતા ધરાવે છે, જે તેને રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડડ્‌ર્સ ઓર્ગેનાઇઝેશન (“આરડીએસઓ”) દ્વારા મંજૂર કરાયેલ પ્રોડક્ટ પોર્ટફોલિયો જાળવવામાં અને ટ્રેક્શન સબસ્ટેશનો, સેક્શનિંગ પોસ્ટ્‌સ, ફીડિંગ પોસ્ટ્‌સ અને અન્ય રેલવે વિદ્યુતીકરણ એપ્લિકેશનોમાં ઉપયોગ કરવા માટે મદદ કરે છે જેમ કેઃ -સિંગલ પોલ વેક્યુમ સર્કિટ બ્રેકર્સ -ડબલ પોલ વેક્યુમ સર્કિટ બ્રેકર્સ -સિંગલ પોલ વેક્યુમ ઈન્ટરપ્ટર -ડબલ પોલ વેક્યુમ ઈન્ટરપ્ટર.

વીઈએલ હાલમાં સાલેમ, તમિલનાડુ ખાતે આવેલા તેના રજિસ્ટર્ડ કાર્યાલય અને ઉત્પાદન સુવિધા દ્વારા કાર્ય કરે છે. ઉત્પાદન સુવિધા ખાતે, તે વેક્યુમ સર્કિટ બ્રેકર્સ અને વેક્યુમ ઈન્ટરપ્ટર્સનું ઉત્પાદન હાથ ધરે છે, જે બસબાર મલ્ટી-પ્રોસેસિંગ મશીન, હોરિઝોન્ટલ બેન્ડસો મશીન અને અન્ય હેન્ડલિંગ ટૂલ્સ સહિતના વિવિધ મશીનરી તેમજ યોગ્ય ઉત્પાદન હેન્ડલિંગ અને કાર્યક્ષમ ઉત્પાદન કામગીરી સુનિશ્ચિત કરવા માટે ઈન-હાઉસ ટેસ્ટિંગ અને ક્વોલિટી કંટ્રોલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે. તેની ઉત્પાદન સુવિધા ઈન-હાઉસ ટેસ્ટિંગ અને ક્વોલિટી કંટ્રોલ સાધનોથી સજ્જ છે જે તેને સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન વિવિધ પરીક્ષણો અને તપાસ હાથ ધરવા સક્ષમ બનાવે છે.

તેની સુવિધા ખાતે તૈનાત મશીનરી અને સાધનો ગ્રાહકની વિશિષ્ટતાઓ અને લાગુ ગુણવત્તાના ધોરણો અનુસાર ઉત્પાદનોના કાર્યક્ષમ ઉત્પાદનને સુગમ બનાવે છે. આ પરીક્ષણ ક્ષમતાઓ રેલવે વિદ્યુતીકરણ એપ્લિકેશનોમાં ઉત્પાદનોની વિશ્વસનીયતા, કામગીરી અને સુરક્ષાને સમર્થન આપે છે. વીઈએલની ગુણવત્તા નિયંત્રણ ક્ષમતાઓ તેને ભારતીય રેલવે, મેટ્રો સિસ્ટમ્સ, ઔદ્યોગિક ફરજો અને વિશેષ એપ્લિકેશનો માટે જરૂરી ઉકેલો વિકસાવવા માટે સક્ષમ બનાવે છે અને સાથે જ લાગુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન સુનિશ્ચિત કરે છે. ઈન-હાઉસ ટેસ્ટિંગ સાથે ગુણવત્તા તરફની તેની પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે, તેણે કોરિયા ઈલેક્ટ્રોટેકનોલોજી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (“કેઈઆરઆઈ”), દક્ષિણ કોરિયા અને સેન્ટ્રલ પાવર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (“સીપીઆરઆઈ”), બેંગલોર સાથે વિવિધ પરીક્ષણો હાથ ધરવા માટે જોડાણ કર્યું છે, જે આઈએસી ૬૨૫૦૫-૧ઃ ૨૦૧૬, આઈએસી ૬૨૨૭૧-૧૦૦/૨૦૧૭-૦૭ સહિતના આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન સુનિશ્ચિત કરે છે, જેથી વૈશ્વિક બેન્ચમાર્ક સાથે સુસંગત ઉત્પાદનો અને ઉકેલો ઓફર કરી શકાય.

સમય જતાં, કંપનીને તેની પ્રોડક્ટ્‌સ માટે સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન ફોર રેલવેઝ ઇલેક્ટ્રિફિકેશન (“કોર”) તરફથી “ડેવલપમેન્ટલ વેન્ડર” તરીકે કામ કરવા માટે વિવિધ મંજૂરીઓ મળી છે અને ત્યારપછી કેટલીક પ્રોડક્ટ્‌સ માટે તેને “એપ્રુવ્ડ વેન્ડર” સ્ટેટસમાં અપગ્રેડ કરવામાં આવી છે. આ મંજૂરીઓ તેને રેલવે પ્રાપ્તિ પ્રક્રિયાઓમાં ભાગ લેવા અને નિર્ધારિત તકનીકી વિશિષ્ટતાઓનું પાલન કરતી પ્રોડક્ટ્‌સ સપ્લાય કરવા માટે સક્ષમ બનાવે છે. વધુમાં, તેને નિર્ધારિત તકનીકી વિશિષ્ટતાઓ અને ધોરણો અનુસાર વેક્યુમ સર્કિટ બ્રેકર્સ અને વેક્યુમ ઈન્ટરપ્ટર્સના ઉત્પાદન અને સપ્લાય માટે રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડડ્‌ર્સ ઓર્ગેનાઇઝેશન (“આરડીએસઓ”), લખનૌ તરફથી મંજૂરીઓ મળી છે. ૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં તેની ઓર્ડર બુક રૂ ૫૦.૬૨ કરોડ હતી. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ સુધીમાં, તેના પેરોલ પર ૩૩ કર્મચારીઓ હતા.

ઈશ્યૂની વિગતો / કેપિટલ હિસ્ટ્રીઃ

કંપની ઉપલી મર્યાદાએ રૂ ૩૩.૯૮ કરોડ એકત્ર કરવા માટે રૂ ૧૦ ના દરેક એવા ૨૮૮૦૦૦૦ ઈક્વિટી શેરોનો તેનો પ્રથમ બુક બિલ્ડિંગ રૂટ આઈપીઓ લાવી રહી છે. કંપનીએ શેરડીઠ રૂ ૧૧૨ – રૂ ૧૧૮ ની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. લઘુત્તમ અરજી ૨૪૦૦ શેરો માટે અને ત્યારપછી તેના ૧૨૦૦ શેરોના ગુણાંકમાં કરવાની રહેશે. આ ઈશ્યૂ સબ્સ્ક્રિપ્શન માટે ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ ખુલશે અને ૦૧ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ બંધ થશે. શેરો બીએસઈ એસએમઈ પર લિસ્ટ થશે. આઈપીઓ કંપનીની આઈપીઓ પછીની પેઇડ-અપ કેપિટલનો ૨૬.૪૭% હિસ્સો ધરાવે છે. ઈશ્યૂની ચોખ્ખી આવકમાંથી, કંપની કાર્યકારી મૂડી માટે રૂ ૨૫.૦૦ કરોડ અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરશે.

કંપનીએ તેના પાત્ર કર્મચારીઓ માટે ૪૮૦૦૦ ઈક્વિટી શેરો (ઉપલી મર્યાદાએ રૂ ૦.૫૭ કરોડની કિંમતના) અનામત રાખ્યા છે. બાકીનામાંથી, તેણે માર્કેટ મેકર માટે ૧૪૬૪૦૦ ઈક્વિટી શેરો અને ક્યુઆઈબી માટે ૧૩૪૧૬૦૦ થી વધુ નહીં, એચએનઆઈ માટે ૪૦૩૨૦૦ થી ઓછા નહીં, અને રિટેલ રોકાણકારો માટે ૯૪૦૮૦૦ થી ઓછા નહીં શેરો ફાળવ્યા છે.

આઈપીઓનું એકમાત્ર લીડ મેનેજમેન્ટ હેમ સિક્યોરિટીઝ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ આ ઈશ્યૂના રજિસ્ટ્રાર છે. હેમ ગ્રુપની હેમ ફિનલીઝ પ્રાઇવેટ લિમિટેડ માર્કેટ મેકર છે અને સિન્ડિકેટ મેમ્બર પણ છે.

ફેસ વેલ્યુ પર પ્રારંભિક ઈક્વિટી કેપિટલ ઇશ્યૂ કર્યા પછી, કંપનીએ જૂન ૨૦૨૬ માં ૩ઃ૧ ના ગુણોત્તરમાં બોનસ શેર બહાર પાડ્યા હતા. પ્રમોટરો દ્વારા શેરો મેળવવાનો સરેરાશ ખર્ચ શેરડીઠ રૂ એનએ છે.

આઈપીઓ પછી, કંપનીની વર્તમાન પેઇડ-અપ ઈક્વિટી કેપિટલ રૂ ૮.૦૦ કરોડ (૮૦૦૦૦૦૦ ઈક્વિટી શેર) થી વધીને રૂ ૧૦.૮૮ કરોડ (૧૦૮૮૦૦૦૦ ઈક્વિટી શેર) થશે. આઈપીઓ કિંમતની ઉપલી બેન્ડના આધારે, કંપની રૂ ૧૨૮.૩૮ કરોડનું માર્કેટ કેપ શોધી રહી છે.

નાણાકીય કામગીરીઃ

નાણાકીય કામગીરીના મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં, કંપનીએ રૂ ૨.૭૬ કરોડ / રૂ ૦.૦૨ કરોડ (નાણાકીય વર્ષ ૨૪), રૂ ૧૩.૮૨ કરોડ / રૂ ૧.૭૩ કરોડ (નાણાકીય વર્ષ ૨૫), રૂ ૨૩.૧૯ કરોડ / રૂ ૫.૩૯ કરોડ (નાણાકીય વર્ષ ૨૬) ની કુલ આવક / ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ અહેવાલ કરેલ સમયગાળા માટે તેની ઉપલી અને નીચલી લાઈનોમાં સતત વૃદ્ધિ નોંધાવી છે. નાણાકીય વર્ષ ૨૬ (આઈપીઓ પૂર્વેનું વર્ષ) માટે વધેલો નફો આઈપીઓ માટે ફેન્સી વેલ્યુએશન મેળવવા માટે વિન્ડો ડ્રેસિંગ જેવો જણાય છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં રૂ ૧૩.૧૪ કરોડનું ટ્રેડ રિસિવેબલ્સ ચિંતા ઊભી કરે છે.

છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં, કંપનીએ સરેરાશ ઈપીએસ રૂ ૪.૫૭ અને સરેરાશ આરઓએનડબલ્યુ ૪૪.૯૯% નોંધાવ્યો છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં શેરડીઠ રૂ ૧૧.૪૬ ના તેના એનએવીના આધારે ઈશ્યૂ પી/બીવી ૧૦.૩૦ પર કિંમત ધરાવે છે, પરંતુ તેના આઈપીઓ પછીના એનએવી ડેટા તેના ઓફર દસ્તાવેજોમાંથી ગાયબ છે.

જો આપણે તેના આઈપીઓ પછીના સંપૂર્ણ ભળેલા પેઇડ-અપ ઈક્વિટી કેપિટલમાં નાણાકીય વર્ષ ૨૬ ના કમાણીને આધારે ગણીએ, તો માંગવામાં આવેલી કિંમત ૨૩.૭૯ ના પી/ઈ પર છે, અને નાણાકીય વર્ષ ૨૫ ની કમાણી પર આધારિત, પી/ઈ ૭૪.૨૧ પર છે. ઈશ્યૂ તેની તાજેતરની સરેરાશ કમાણીના આધારે આક્રમક રીતે કિંમત ધરાવતો જણાય છે.

કંપનીએ સંદર્ભિત સમયગાળા માટે અનુક્રમે ૦.૮૩% (નાણાકીય વર્ષ ૨૪), ૧૨.૭૫% (નાણાકીય વર્ષ ૨૫), ૨૩.૬૧% (નાણાકીય વર્ષ ૨૬) નું પીએટી માર્જિન અને ૨.૧૦%, ૫૩.૫૧%, ૬૩.૯૬% નું આરઓસીઈ માર્જિન નોંધાવ્યું છે.

ડિવિડન્ડ નીતિઃ

કંપનીએ ઓફર દસ્તાવેજના નોંધાયેલા સમયગાળા માટે કોઈ ડિવિડન્ડ ચૂકવ્યું નથી. તેણે તેની નાણાકીય કામગીરી અને ભવિષ્યની શક્યતાઓના આધારે જૂન ૨૦૨૬ માં ડિવિડન્ડ નીતિ અપનાવી છે.

લિસ્ટેડ સાથીદારો સાથે સરખામણીઃ

ઓફર દસ્તાવેજ અનુસાર, કંપની પાસે સરખામણી કરવા માટે કોઈ લિસ્ટેડ ખેલાડીઓ નથી.

મર્ચન્ટ બેંકરનો ટ્રેક રેકોર્ડઃ

છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં (ચાલુ નાણાકીય વર્ષ સહિત) હેમ સિક્યોરિટીઝ તરફથી આ ૫૪ મો મેન્ડેડ છે. છેલ્લા ૧૦ લિસ્ટિંગમાંથી, ૨ ભાવોભાવ કિંમતે ખુલ્યા હતા, અને બાકીના લિસ્ટિંગ તારીખે ૩.૭૦% થી ૯૦.૦૦% ના પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયા હતા.

નિષ્કર્ષઃ

વીઈએલ ભારતીય રેલવે માટે ટ્રેક્શન પાવર સપ્લાય અને ઓવરહેડ ઈક્વિપમેન્ટ સિસ્ટમના ઘટકોના ઉત્પાદન અને સપ્લાયના વ્યવસાયમાં રોકાયેલી છે. તે કોર તરફથી “ડેવલપમેન્ટ વેન્ડર” નો દરજ્જો ધરાવે છે. ૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં તેની ઓર્ડર બુક રૂ ૫૦.૬૨ કરોડ હતી. તેના તાજેતરના સરેરાશ નાણાકીય ડેટાના આધારે, ઈશ્યૂ આક્રમક રીતે કિંમત ધરાવતો જણાય છે. જોકે, સુમાહિતગાર રોકાણકારો મધ્યમથી લાંબા ગાળા માટે ભંડોળ રોકી શકે છે.

Review By Dilip Davda on August, 2026

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. My reviews do not cover GMP market and operators game plans. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based the on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the recent past, SME IPOs drew the attention of investors across the board and lead to seer madness. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at their own risk. The above information is based on information available as of date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

 

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detailed fundamental and financial analysis of companies coming up with IPOs helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

(Dilip Davda -SEBI registered Research Analyst-Mumbai,

Registration no. INH000003127 (Perpetual)

Email id: dilip_davda@rediffmail.com ).

Related posts

ઇન્ફીબીમ આરઆઈ સમીક્ષા

Compiled by Narendra Joshi

જી એસ ઓટો બીએસઈ આરઆઈ સમીક્ષા

લોહિયા કોર્પ આઈપીઓ સમીક્ષા