The Economic Revolution
ipo-analysisipo-analysis-gujaratisme-ipo-gujarati

લોયડ્‌સ લક્ઝરીઝ લી. એન એસ ઈ એસ એમ ઈ આઈપીઓ સમીક્ષા (દૂર રહો)

લોયડ્‌સ લક્ઝરીઝ લી. એન એસ ઈ એસ એમ ઈ આઈપીઓ સમીક્ષા (દૂર રહો)

•    એલ એલ એલ એ પુરુષોના બ્યુટીફિકેશન સેગમેન્ટમાં કાર્યરત છે જે અત્યંત સ્પર્ધાત્મક અને ખંડિત ક્ષેત્ર છે.
•    કંપનીએ ઑફર દસ્તાવેજના અહેવાલના સમયગાળા માટે નુકસાન નોંધાવેલ છે.
•    તેમણે નુકસાનને આગળ ખેંચેલ છે.
•    તેના નાણાકીય પરિમાણોના આધારે, આ ઈશ્યૂ નકારાત્મક પી/ઈ પર છે.
•   બસ આ ખોટ કરતી કંપનીના આઈ પી ઓ થી દૂર રહો.

કંપની વિશેઃ
લોટડ્‌સ લક્ઝરીઝ લી. (એલએલ એલ) એ ભારતમાં સલૂન સેવાઓ અને સૌંદર્ય ઉત્પાદનોના સંગઠિત ખેલાડીઓ પૈકીના એક છે, જે પુરુષોને સંપૂર્ણતા તરફ ધ્યાન કેન્દ્રિત કરવા પર કેન્દ્રિત છે. તે ટ્રુફિટ એન્ડ હિલની વિશિષ્ટ ફ્રેન્ચાઈઝીની માલિકી ધરાવે છે, જે એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ છે જે ઘણા દેશોમાં કાર્યરત લક્ઝરી હેર શોપ્સ દ્વારા પુરુષો માટે બ્યુટી પ્રોડક્ટ્‌સ અને સલૂન સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે. આ બ્રાન્ડ ફક્ત ટ્રુફિટ એન્ડ હિલ (જેન્ટલમેન્સ ગ્રૂમિંગ) લિમિટેડની માલિકીની છે, જે ઈંગ્લેન્ડ અને વેલ્સના કાયદા હેઠળ નોંધાયેલી કંપની છે અને તેની ઓફિસ લંડન, યુનાઈટેડ કિંગડમમાં છે.
એલ એલ એલ એ ટ્રુફિટ એન્ડ હિલ સાથે ૨૦૧૩ માં સંબંધ શરૂ કર્યો જ્યારે તેણે મુંબઈમાં લક્ઝરી બાર્બર સ્ટોરનું સંચાલન શરૂ કર્યું. ત્યારપછી તેણે કામગીરીનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખ્યું અને ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીમાં, કંપની ભારતના ૭ શહેરોમાં ટ્રુફિટ એન્ડ હિલ બ્રાન્ડ હેઠળ ૧૪ બાર્બર સ્ટોર્સ ચલાવે છે. કંપની ૨૦૪૩ સુધી ‘ટ્રુફિટ એન્ડ હિલ’ નો માસ્ટર ફ્રેન્ચાઈઝ કરાર ધરાવે છે. ફ્રેન્ચાઈઝી કરાર હેઠળ, તે ભારતમાં સીધા અથવા પેટા-ફ્રેન્ચાઈઝી વ્યવસ્થાઓ દ્વારા નેપાળ, શ્રીલંકા, ભૂતાન, વિયેતનામ, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં ‘ટ્રુફિટ એન્ડ હિલ’ ના બ્રાન્ડ નામમાં સ્ટોર્સ ખોલવાના વિશિષ્ટ અધિકારોની માલિકી ધરાવે છે,
૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીમાં, તેણે ભારતના ૧૧ શહેરોમાં કાર્યરત ૧૨ બાર્બર સ્ટોર્સને ટ્રુફિટ એન્ડ હિલની પેટા-ફ્રેન્ચાઇઝી સોંપી છે, જેના દ્વારા તે રોયલ્ટી અને ફ્રેન્ચાઇઝીની આવક મેળવે છે. ૨૦૧૭ માં, એલએલએલ પેટા-ફ્રેન્ચાઇઝી સ્ટોર તરીકે બાંગ્લાદેશના ઢાકામાં તેના પ્રથમ બાર્બર સ્ટોરની શરૂઆત દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે તેની પહોંચને વિસ્તારવામાં સફળ રહી હતી. તે વ્યવસાયિક તાલીમ, સ્ટાઈલિશ શિક્ષણ, વ્યાવસાયિક માર્કેટિંગ, પ્રમોશન અને જાહેરાત કાર્યક્રમો અને ફ્રેન્ચાઈઝીને સફળ વ્યવસાયો બનાવવામાં મદદ કરવા માટે રચાયેલ ચાલુ સપોર્ટના અન્ય સ્વરૂપોની વ્યાપક સિસ્ટમ સાથે પેટા-ફ્રેંચાઈઝ પ્રદાન કરે છે.
વધુમાં, આ કંપનીએ ૨૦૧૯ મા મેરી કોહર માટે ૧૦ વર્ષ માટે એક વિશિષ્ટ ફ્રેન્ચાઇઝી મેળવી, એક ફ્રેન્ચ બ્યુટી સલૂન જે સમગ્ર વિશ્વમાં હાજરી ધરાવે છે. વિશિષ્ટ માસ્ટર ફ્રેન્ચાઇઝી કરાર હેઠળ,આ કંપની ભારતમાં સીધા અથવા પેટા ફ્રેન્ચાઇઝી વ્યવસ્થા દ્વારા “મેરી કોહર” ના બ્રાન્ડ નામમાં સ્ટોર્સ ખોલવાના વિશિષ્ટ અધિકારોની માલિકી ધરાવે છે. હાલમાં, તે સાન્તાક્રુઝ, મુંબઈમાં મેરી કોહર સ્ટોર ચલાવે છે.
૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીમાં, આ કંપની ૨૭ સ્ટોર્સ દ્વારા પુરુષોને માવજત કરતી પ્રોડક્ટ્‌સનું વેચાણ કરે છે, જેમાંથી ૧૪ તેના દ્વારા સીધા અને ૧૩ પેટા-ફ્રેન્ચાઈઝી દ્વારા ચલાવવામાં આવે છે. ૩૦ જૂન, ૨૦૨૨ સુધીમાં, કંપનીએ સંચાલકીય કર્મચારીઓ સિવાયના ૨૧૬ કાયમી પૂર્ણ-સમયના કર્મચારીઓને રોજગારી આપી છે.

ઈશ્યૂની વિગત અને મૂડીનો ઈતિહાસ
નવા સ્ટોર ખોલવા માટે (રૂ.૫.૪૪ કરોડ) કેટલાંક ટૂંકા ગાળાનાં દેવાંની પુનઃચુકવણી/અગાઉથી ચુકવણી માટે (રૂ. ૯.૦૨ કરોડ ) કાર્યકારી મૂડી (રૂ. ૪.પ૦ કરોડ)અને સામાન્ય કોર્પોરેટ હેતુ માટે (રૂ.૩.૧૮ કરોડ),ની તેની જરૂરિયાતને ભાગરૂપે નાણાં પૂરાં પાડવા માટે આ કંપની તેના રૂ. ૧૦ની મૂળ કિંમત ધરાવતા ૬૦૦૦૦૦૦ ઈકવીટી શેર મેઈડન આઈ પી ઓ દ્વારા રૂ. ૪૦.૦૦ પ્રતિશેરની કિંમતે ઓફર કરીને રૂ.૨૪.૦૦ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈશ્યૂ તા.૨૮ સપ્ટેમ્બર ર૦રર ના રોજ ખુલશે અને તા.૩૦ સપ્ટેમ્બર ર૦રર ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૬૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરી શકાશે. ફાળવણી પછી, શેર એન એસ ઈ એસ એમ ઈ પર સૂચિબદ્ધ થશે. આ ઈશ્યૂ કંપનીની ઇશ્યૂ પછીની ભરપાઈ થયેલ મૂડીના ૨૬.૬૭ % હિસ્સો ધરાવશે.આ કંપની આ આઈ પી ઓ પ્રક્રિયા માટે રૂ. ૧.૮૬ કરોડ ખર્ચ કરે છે
આ ઈસ્યુ માત્ર હેમ સિક્યોરિટીઝ લિમિટેડ દ્વારા સંચાલિત છે અને બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. હેમ જૂથની હેમ ફિનલીઝ પ્રા. લિમિટેડ આ આઈ પી ઓ માટે માર્કેટ મેકર છે.
સમાન ધોરણે પ્રારંભિક ઇક્વિટી શેર જારી કર્યા પછી, કંપનીએ માર્ચ ૨૦૨૨ માં (રૂ. ૧૦ મૂળ કિંમતના આધારે) શેર દીઠ રૂ.૪૦ માં શેર જારી/રૂપાંતરિત કર્યા. પ્રમોટરો દ્વારા શેરના સંપાદનની સરેરાશ કિંમત રૂ. ૧૦.૦૦ અને રૂ. ૩૬.૬૭ પ્રતિ શેર ાચ
ઇશ્યૂ પછી, આ કંપનીની વર્તમાન પેઇડ-અપ ઇક્વિટી મૂડી રૂ.૧૬.૫૦ કરોડ છે જે વધીને રૂ.૨૨.૫૦ કરોડ થશે.આઈ પી ઓ ની કિંમતના આધારે, આ કંપની ૫૪.૦૦૨ કરોડનું માર્કેટ કેપ નિહાળી રહી છે.

આર્થિક દેખાવ
આર્થિક દેખાવને મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં , આ કંપનીએ (કોન્સોલીડેશન ધોરણે ) ટર્નઓવર / ચોખ્ખો નફો -(નુકશાન) રૂ. ૨૮.૦૨ કરોડ / રૂ.-(૩.૨૪ કરોડ) (ના. વ. ૨૦), રૂ. ૧૮.૫૬ કરોડ / રૂ. – (૩.૦૩) કરોડ (ના. વ. ૨૧), અને રૂ. ૨૦.૮૬ કરોડ / રૂ. -(૯.૧૭) કરોડ (ના. વ. ૨૨) નોંધાવેલ છે. આમ આટલા વર્ષોથી કંપની ખોટ સહન કરી રહી છે.
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં આ કંપનીએ સરેરાશ નકારાત્મક શેર દીઠ આવક -( રૂ.૨૫.૫૨) અને સરેરાશ નકારાત્મક આર ઓ એન ડબલ્યુ -( રૂ.૬૭.૮૬) ટકા દર્શાવેલ છે.તા. ૩૧ માર્ચ, ર૦રરના એન એ વી રૂ.૮.૧૯ મુજબ આ ઈસ્યુનો ભાવ ૪.૮૮ના પી/બીવીથી આવે છે,તેમ જ આઈ પી ઓ પછીની એન એ વી રૂ.૧૬.૬૭ ના આધારે તેની કિંમત ૨.૪૦ ના પી/બીવી થી આવે છે.
કંપનીએ ઓફર ડોક્યુમેન્ટના રિપોર્ટ કરેલા સમયગાળા માટે ખોટ નોંધાવેલ હોવાથી, તે નકારાત્મક પી/ઈ પર જારી કરવામાં આવી રહેલ છે.

ડિવિડન્ડ પોલિસીઃ
કંપનીએ ઓફર ડોક્યુમેન્ટના રિપોર્ટ કરેલા સમયગાળા માટે કોઈ ડિવિડન્ડની જાહેરાત/ચુકવણી કરી નથી. તે લિસ્ટિંગ પછી તેની નાણાકીય કામગીરી અને ભાવિ સંભાવનાઓના આધારે સમજદાર ડિવિડન્ડ નીતિ અપનાવશે.

સમાન કંપનીઓ સાથે સરખામણી
ઓફર દસ્તાવેજો મુજબ, આ કંપની સાથે સરખાવી શકાય તેવી કોઈ લીસ્ટેડ કંપની નથી.

મર્ચંટ બેંકરનો દેખાવ
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં (ચાલુ એક સહિત) હેમ સિક્યોરિટીઝ તરફથી આ ૧૫મો આદેશ છે. છેલ્લી ૧૦ લિસ્ટિંગમાંથી, લિસ્ટિંગના દિવસે ૧ ડિસ્કાઉન્ટ પર અને બાકીની૧.૪૭% થી ૧૦૪.૮૭% સુધીના પ્રીમિયમ સાથે ખુલેલ હતા.

નિષ્કર્ષ / રોકાણ વ્યૂહરચના
કંપની પુરુષોના બ્યુટીફિકેશનના અત્યંત સ્પર્ધાત્મક અને ખંડિત સેગમેન્ટમાં કાર્ય કરે છે. તે ખોટનોંધાવી રહેલ છે અને તેથી ઇશ્યૂ નકારાત્મક પી/ઈ પર છે જેમાં કેટલુંક નુકસાન કેરી ફોરવર્ડ કરેલ છે. ખોટ કરતી કંપનીના આ આઈ પી ઓ થી દૂર રહો.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the past, SME IPOs drew the attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. The above information is based on information available as on date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

Courtesy:  https://www.chittorgarh.com/

Related posts

Holmarc Opto NSE SME IPO review (May apply)

Narendrabhai Joshi

વિન્સિસ આઇટી એનએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (અરજી કરી શકાય)

Narendrabhai Joshi

ઓરો ઈમ્પેક્સ એનએસઈ એસએમઈ આઈપીઓ સમીક્ષા (દૂર રહો)

Narendra Joshi