The Economic Revolution
ipo-analysisipo-analysis-gujaratisme-ipo-gujarati

સિલિકોન રેન્ટલ બી એસ ઈ એસ એમ ઈ આઈપીઓ સમીક્ષા (અરજી કરી શકાય)

સિલિકોન રેન્ટલ બી એસ ઈ એસ એમ ઈ આઈપીઓ સમીક્ષા (અરજી કરી શકાય)

•  એસ આર એસ એલ એ આઈ ટી ઈક્વીપમેન્ટ આઉટસોર્સીંગ કંપની છે જે તેના ગ્રાહકોને આનુસંગિક સેવાઓ આપે છે.
•    તે તેની ટોચ અને નીચેની લાઇનમાં વૃદ્ધિ નોંધાવી છે.
•    ના. વ.૨૨ માટે સુપર કમાણીથીઆશ્ચર્ય થાય છે અને ટકાઉપણાની ચિંતા થાય છે.
•    ના. વ. ૨૨ની કમાણીના આધારે, ઈશ્યુ સંપૂર્ણ કિંમતનો દેખાય છે.
•    જોખમ લેનાર/રોકડ સરપ્લસ ધરાવતા રોકાણકારો મધ્યમથી લાંબા ગાળા માટે રોકાણ કરવાનું વિચારી શકે છે.

કંપની વિશેઃ
સિલિકોન રેન્ટલ સોલ્યુશન્સ લિ. (એસઆરએસએલ) એ આઈ ટી સાધનોની આઉટસોર્સિંગ કંપની છે, જે ભારતમાં ભાડા અને પરત કરી શકાય તેવા ધોરણે એન્ડ-ટુ-એન્ડ આઇટી સાધનો પ્રદાન કરવામાં રોકાયેલ છે. તે મુખ્યત્વે નાના, મધ્યમ અને મોટા કોર્પોરેટને ભાડાના ધોરણે લેપટોપ, ડેસ્કટોપ, પ્રિન્ટર, સર્વર અને અન્ય પેરિફેરલ્સ જેમ કે સી સી ટી વી કેમેરા, પ્રોજેક્ટર, સ્ટોરેજ ડિવાઇસ વગેરે પૂરા પાડે છે. ક્લાયન્ટની આઈ ટી જરૂરિયાતોને આધારે, એસ આર એસ એલ તેમને તેમની જરૂરિયાતોને અનુરૂપ ટેલર-મેડ રેન્ટલ સ્કીમ ઓફર કરે છે.
ગ્રાહકોને આઈ ટી ભાડાકીય સેવાઓ પૂરી પાડીને કંપની તેમને તેમના આઈ ટી બજેટ સાથે સમાધાન કર્યા વિના તેમની ઉત્પાદકતા વધારવા માટે જરૂરી સાધનસામગ્રી મેળવવા માટે સુગમતા અને લાભ પણ પ્રદાન કરે છે. વધુમાં, એસ આર એસ એલ ગ્રાહકોને તેમની જરૂરિયાતો અનુસાર વપરાયેલ આઈ ટી સાધનોનું વેચાણ પણ કરે છે. નાણાકીય વર્ષ ૨૦૨૨ માં, ભાડાકીય સેવાઓ અને વપરાયેલ આઈ ટી સાધનોના વેચાણમાંથી પેદા થયેલી આવક, આવા સમયગાળામાં અનુક્રમે કુલ આવકના ૯૨.૮૧% અને ૭.૧૯% દર્શાવે છે. ૩૧ જુલાઈ, ૨૦૨૨ સુધીમાં, તેના પગારપત્રક પર ૨૭ કર્મચારીઓ હતા.

ઈશ્યૂની વિગત અને મૂડીનો ઈતિહાસ
આઈ ટી ઈક્વીપમેન્ટ માટે કેપેક્ષ (રૂ.૮.૫૫ કરોડ) કેટલાંક દેવાંની પુનઃચુકવણી/અગાઉથી ચુકવી માટે (રૂ. ૮.૫૦ કરોડ )અને સામાન્ય કોર્પોરેટ હેતુ માટે (રૂ.૨.૫૮ કરોડ),ની તેની જરૂરિયાતને ભાગરૂપે નાણાં પૂરાં પાડવા માટે આ કંપની તેના રૂ. ૧૦ની મૂળ કિંમત ધરાવતા ૨૭૧૨૦૦૦ ઈકવીટી શેર મેઈડન આઈ પી ઓ દ્વારા રૂ. ૭૮.૦૦ પ્રતિશેરની કિંમતે ઓફર કરીને રૂ.૨૧.૧૫ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈશ્યૂ તા.૨૮ સપ્ટેમ્બર ર૦રર ના રોજ ખુલશે અને તા.૩૦ સપ્ટેમ્બર ર૦રર ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૧૬૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરી શકાશે. ફાળવણી પછી, શેર બી એસ ઈ એસ એમ ઈ પર સૂચિબદ્ધ થશે. આ ઈશ્યૂ કંપનીની ઇશ્યૂ પછીની ભરપાઈ થયેલ મૂડીના ૨૬.૪૦ % હિસ્સો ધરાવશે.આ કંપની આ આઈ પી ઓ પ્રક્રિયા માટે રૂ. ૧.૫૦ કરોડ ખર્ચ કરે છે જે સૂચવે છે કે આ આઈ પી ઓ સંપૂર્ણ પણે માળખાગત પ્રકૃતિનો છે.
આ ઈસ્યુ માત્ર હેમ સિક્યોરિટીઝ લિમિટેડ દ્વારા સંચાલિત છે અને બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. હેમ સિક્યોરિટીઝ લિ. કંપની માટે બજાર નિર્માતા પણ છે.
સમાન ધોરણે પ્રારંભિક ઇક્વિટી શેર જારી કર્યા પછી, કંપનીએ એપ્રિલ ૨૦૨૨ માં શેર દીઠ રૂ.૮૨ના નિશ્ચિત ભાવે વધુ ઇક્વિટી શેર જારી કર્યા. તેણે જુલાઈ ૨૦૨૨ માં ૧૦ માટે ૪૪ ના ગુણોત્તરમાં બોનસ શેર પણ જારી કર્યા છે. પ્રમોટરો દ્વારા શેરના સંપાદનની સરેરાશ કિંમત રૂ. ૧.૮૫ અને રૂ. ૮.૫૪ પ્રતિ શેર.
ઇશ્યૂ પછી, આ કંપનીની વર્તમાન પેઇડ-અપ ઇક્વિટી મૂડી રૂ.૭.૫૬ કરોડ છે જે વધીને રૂ.૧૦.૨૭ કરોડ થશે.આઈ પી ઓ ની કિંમતના આધારે, આ કંપની ૮૦.૧૨ કરોડનું માર્કેટ કેપ નિહાળી રહી છે.

આર્થિક દેખાવ
આર્થિક દેખાવને મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં , આ કંપનીએ (કોન્સોલીડેશન ધોરણે ) ટર્નઓવર / ચોખ્ખો નફો રૂ. ૧૨.૨૮ કરોડ / રૂ. ૨.૧૬ કરોડ (ના. વ. ૨૦), રૂ. ૧૩.૭૬ કરોડ / રૂ. ૨.૭૦ કરોડ (ના. વ. ૨૧), અને રૂ. ૨૪.૬૮ કરોડ / રૂ. ૭.૪૭ કરોડ (ના. વ. ૨૨). નોંધાવેલ છે.આમ તેણે તેની ઉપર અને નીચેની લાઇનમાં વૃદ્ધિ દર્શાવી છે. છેલ્લા નાણાકીય વર્ષમાં નોંધાયેલ માર્જિન માટે આગળ જતાં ટકાઉપણા અંગે ચિંતા ઉભી થાય છે.
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં આ કંપનીએ સરેરાશ શેર દીઠ આવક રૂ.૮.૪૬ અને સરેરાશ આર ઓ એન ડબલ્ય ૩૯.૦૦ ટકા દર્શાવેલ છે.તા. ૩૧ માર્ચ, ર૦રરના એન એ વી રૂ.૨૮.૪૦ મુજબ આ ઈસ્યુનો ભાવ ૨.૭૫ ના પી/બીવીથી આવે છે,તેમ જ આઈ પી ઓ પછીની એન એ વી રૂ.૩૭.૧૩ ના આધારે તેની કિંમત ૨.૧૦ ના પી/બીવી થી આવે છે.(ઉપરની ભાવ સપાટીના આધારે.)
જો આપણે ના. વ. ૨૨ ની એકત્રિત કમાણીને આઈ પી ઓ પછીની સંપૂર્ણ પાતળી ઇક્વિટી મૂડી પર ગણીએ, તો માગવામાં આવેલ કિંમત ૧૦.૭૩ના પી/ઈ પર આવે છે.

સમાન કંપનીઓ સાથે સરખામણી
ઓફર દસ્તાવેજો મુજબ, આ કંપની સાથે સરખાવી શકાય તેવી કોઈ લીસ્ટેડ કંપની નથી.

ડિવિડન્ડ પોલિસીઃ
કંપનીએ ઓફર ડોક્યુમેન્ટના રિપોર્ટ કરેલા સમયગાળા માટે કોઈ ડિવિડન્ડની જાહેરાત/ચુકવણી કરી નથી. તે લિસ્ટિંગ પછી તેની નાણાકીય કામગીરી અને ભાવિ સંભાવનાઓના આધારે સમજદાર ડિવિડન્ડ નીતિ અપનાવશે.

મર્ચંટ બેંકરનો દેખાવ
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં (ચાલુ એક સહિત) હેમ સિક્યોરિટીઝ તરફથી આ ૧૪મો આદેશ છે. છેલ્લી ૧૦ લિસ્ટિંગમાંથી, લિસ્ટિંગના દિવસે ૧ ડિસ્કાઉન્ટ પર અને બાકીની૧.૪૭% થી ૧૦૪.૮૭% સુધીના પ્રીમિયમ સાથે ખુલેલ હતા.

નિષ્કર્ષ / રોકાણ વ્યૂહરચના
આ કંપની અત્યંત સ્પર્ધાત્મક સેગમેન્ટમાં કાર્યરત છે. ના. વ.૨૨ સુપર કમાણીના આધારે, ઇશ્યૂ સંપૂર્ણ કિંમતનો દેખાય છે.આઈ પી ઓ માટે ઊંચો ખર્ચ ચિંતામાં વધારો કરે છે. જોખમ લેનાર/રોકડ સરપ્લસ ધરાવતા રોકાણકારો મધ્યમથી લાંબા ગાળાના પરિપ્રેક્ષ્ય સાથે રોકાણ પર વિચાર કરી શકે છે.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the past, SME IPOs drew the attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. The above information is based on information available as on date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

Courtesy:  https://www.chittorgarh.com/

Related posts

ઇનોકાઇઝ ઇન્ડિયા બી એસ ઈ એસ એમ ઈ આઈ પી ઓ સમીક્ષા (અરજી કરી શકાય)

Narendra Joshi

Vinyas Innovative NSE SME IPO review (May apply)

Narendrabhai Joshi

ધર્મજ ક્રોપ આઈ પી ઓ સમીક્ષા (અરજી કરો)

Narendra Joshi