સ્ટીલમેન ટેલીકોમ બી એસ ઈ એસ એમ ઈ આઈપીઓ સમીક્ષા (દૂર રહો)

સ્ટીલમેન ટેલીકોમ બી એસ ઈ એસ એમ ઈ આઈપીઓ સમીક્ષા (દૂર રહો)

•  એસ ટી એલ ટેલિકોમ નેટવર્કિંગ માટે સપોર્ટ સેવાઓ અને ઉકેલો પ્રદાન કરવામાં રોકાયેલ છે.
•   ના. વ. ૨૨ ની કમાણીના આધારે, ઇશ્યુની કિંમત આક્રમક લાગે છે.
•    તે અત્યંત સ્પર્ધાત્મક અને ખંડિત સેગમેન્ટમાં કાર્યરત છે.
•    આ વધારે કિંમતના ઈશ્યૂને છોડવામાં કોઈ નુકસાન નથી.

કંપની વિશેઃ
સ્ટીલમેન ટેલિકોમ લિમિટેડ (એસ ટી એલ)ની સ્થાપના મુખ્યત્વે હોસ્પિટાલિટી કંપની તરીકે કરવામાં આવી હતી. તેણે તેનું નામ બદલીન હાલનું નામ રાખ્યું છે અને હાલમાં ટેલિકોમ નેટવર્કિંગ માટે સપોર્ટ સેવાઓ અને સોલ્યુશન્સ ઓફર કરે છે.
આ કંપની નેટવર્ક સર્વે અને પ્લાનિંગ, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ, નેટવર્ક ટેસ્ટિંગ અને ઑપ્ટિમાઇઝેશન, નેટવર્ક સોલ્યુશન્સ અને નેટવર્ક જાળવણી માટે વ્યવસ્થાપિત સેવાઓ માટે સેવાઓ પ્રદાન કરે છે. ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીમાં, તેની પાસે ૧૯૮૩ કર્મચારીઓની ટાસ્ક ફોર્સ હતી.

ઈશ્યૂની વિગત અને મૂડીનો ઈતિહાસ
પેટા કંપનીમાં રોકાણ કરવા માટે (રૂ. પ.૦૦ કરોડ), કાર્યકારી મૂડી (રૂ.૮.૦૦ કરોડ),અને સામાન્ય કોર્પોરેટ હેતુ માટે (રૂ.૪.૧૦કરોડ),ની તેની જરૂરિયાતને ભાગરૂપે નાણાં પૂરાં પાડવા માટે આ કંપની તેના રૂ. ૧૦ની મૂળ કિંમત ધરાવતા ૨૭૧૦૮૦૦ ઈકવીટી શેર મેઈડન આઈ પી ઓ દ્વારા રૂ. ૯૬.૦૦ પ્રતિશેરની કિંમતે ઓફર કરીને રૂ.૨૬.૦૨ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. આ કોમ્બો ઓફરમાં ૧૮૯૭૨૦૦ નવા શેર અને ૮૧૩૬૦૦ વેચાણ માટેના શેર (ઓ એફ એસ) છે. જાહેર ભરણા માટે આ ઈશ્યૂ તા.૨૬ સપ્ટેમ્બર ર૦રર ના રોજ ખુલશે અને તા.૨૯ સપ્ટેમ્બર ર૦રર ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૧૨૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરી શકાશે. ફાળવણી પછી, શેર બી એસ ઈ એસ એમ ઈ પર સૂચિબદ્ધ થશે. આ ઈશ્યૂ કંપનીની ઇશ્યૂ પછીની ભરપાઈ થયેલ મૂડીના ૨૮.૦૨ % હિસ્સો ધરાવશે. કંપની આ આઈ પી ઓ પ્રક્રિયા માટે રૂ. ૧.૫૫ કરોડ ખર્ચ કરે છે (જેમાં ૧.૧૧ કરોડ નવા ઈશ્યૂ માટેનો સમાવેશ થાય છે)
આ ઈસ્યુ માત્ર ગ્રેટેક્સ કોર્પોરેટ સર્વિસીસ લિ. દ્વારા સંચાલિત છે. અને બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. ગ્રુપ કંપની ગ્રેટેક્સ શેર બ્રોકિંગ પ્રા. લિમિટેડ કંપની માટે બજાર નિર્માતા છે.
સમાન ધોરણે પ્રારંભિક ઇક્વિટી શેર જારી કર્યા પછી, કંપનીએ માર્ચ ૨૦૦૪ અને મે ૨૦૨૨ વચ્ચે શેર દીઠ રૂ.૨૦.૦૦ થી રૂ. ૫૦૦.૦૦ની પ્રાઇસ રેન્જમાં વધુ ઇક્વિટી જારી કરી કરેલ. તેણે માર્ચ ૨૦૧૯માં ૧ માટે ૧૧ અને જૂન ૨૦૨૨માં ૨ માટે ૧ના રેશિયોમાં બોનસ શેર પણ જારી કર્યા હતા. પ્રમોટરો દ્વારા શેરના સંપાદનની સરેરાશ કિંમત રૂ. ૦.૧૨ પ્રતિ શેર.
ઇશ્યૂ પછી, આ કંપનીની વર્તમાન પેઇડ-અપ ઇક્વિટી મૂડી રૂ.૭.૭૮ કરોડ છે જે વધીને રૂ.૯.૬૮ કરોડ થશે.આઈ પી ઓ ની કિંમતના આધારે, આ કંપની ૯૨.૮૯ કરોડનું માર્કેટ કેપ નિહાળી રહી છે.

આર્થિક દેખાવ
આર્થિક દેખાવને મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં , આ કંપનીએ (કોન્સોલીડેશન ધોરણે ) ટર્નઓવર / ચોખ્ખો નફો -(નુકશાન) રૂ. ૮૭.૯૫ કરોડ / રૂ. – (૦.૨૩) કરોડ. (ના. વ.૨૦), રૂ. ૯૦.૧૬ કરોડ / રૂ. ૧.૩૮ કરોડ (ના. વ.૨૧), અને રૂ. ૧૦૧.૧૬ કરોડ / રૂ. ૩.૯૭ કરોડ (ના. વ.૨૨) નોંધાવેલ છે.
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં આ કંપનીએ સરેરાશ શેર દીઠ આવક રૂ.૩.૧૭ અને સરેરાશ આર ઓ એન ડબલ્ય ૧૬.૪૮ ટકા દર્શાવેલ છે.તા. ૩૧ માર્ચ, ર૦રરના એન એ વી રૂ.૩૦.૯૦ મુજબ આ ઈસ્યુનો ભાવ ૩.૧૧ ના પી/બીવીથી આવે છે,તેમ જ આઈ પી ઓ પછીની એન એ વી રૂ.૩૫.૨૭ ના આધારે તેની કિંમત ૨.૭૨ ના પી/બીવી થી આવે છે.(ઉપરની ભાવ સપાટીના આધારે.)
જો આપણે ના. વ. ૨૨ ની એકત્રિત કમાણીને આઈ પી ઓ પછીની સંપૂર્ણ પાતળી ઇક્વિટી મૂડી પર ગણીએ, તો માગવામાં આવેલ કિંમત ૨૩.૪૧ના પી/ઈ પર આવે છે.

સમાન લીસ્ટેડ કંપનીઓ સાથે સરખામણી
ઑફર દસ્તાવેજો મુજબ,આ કંપનીએ એચ એફ સી એલ અને ઇન્ડસ ટાવરને તેમના લિસ્ટેડ પીઅર તરીકે દર્શાવ્યા છે. તેઓ હાલમાં ૪૧.૪૦ અને ૯.૭૯ (૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ)ના પી/ઈ પર વેપાર કરી રહ્યા છે. જો કે, તેઓ ખરેખર ચૂસ્ત રીતે તુલનાત્મક નથી.

ડિવિડન્ડ પોલિસીઃ
કંપનીએ તેની સ્થાપનાથી કોઈ ડિવિડન્ડની જાહેરાત/ચુકવણી કરી નથી. તે લિસ્ટિંગ પછી તેની નાણાકીય કામગીરી અને ભાવિ સંભાવનાઓના આધારે સમજદાર ડિવિડન્ડ નીતિ અપનાવશે.

મર્ચંટ બેંકરનો દેખાવ
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં (ચાલુ એક સહિત) ગ્રેટેક્સ કોર્પોરેટ તરફથી આ ૧૧મો આદેશ છે. છેલ્લી ૧૦ લિસ્ટિંગમાંથી, લિસ્ટિંગના દિવસે૧ ડિસ્કાઉન્ટ પર અને બાકીના ૦.૪૭% થી ૨૯.૬૩% સુધીના પ્રીમિયમ સાથે ખુલેલ

નિષ્કર્ષ / રોકાણ વ્યૂહરચના
આ કંપની અત્યંત સ્પર્ધાત્મક સેગમેન્ટમાં કાર્યરત છે. ના. વ. ૨૨ની કમાણીના આધારે, ઇશ્યૂની કિંમત આક્રમક છે. આ વધારે કિંમતના ઈશ્યૂને છોડવામાં કોઈ નુકસાન નથી.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the past, SME IPOs drew the attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. The above information is based on information available as on date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

Courtesy:  https://www.chittorgarh.com/