કેનેરી ઓટોમેશન એનએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (અરજી કરો)

કેનેરી ઓટોમેશન એનએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (અરજી કરો)

•સીએએલ ઓટોમેશન અને વોટર રિસોર્સ મેનેજમેન્ટ સોલ્યુશન્સમાં રોકાયેલ છે.
• તેણે અહેવાલ કરેલા સમયગાળા માટે તેના નાણાકીય પ્રદર્શનમાં સતત વૃદ્ધિ નોંધાવી છે.
• ના. વ. ૨૩ની કામગીરીના આધારે, ઇશ્યૂ સંપૂર્ણ કિંમતનો દેખાય છે.
• તેની પાસ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ ે રૂ. ૫૭.૯૩ કરોડના ઓર્ડર હાથપર છે.
• રોકાણકારો મધ્યમથી લાંબા ગાળાના વળતર માટે રોકાણનો વિચાર કરી શકે છે.

કંપની વિશેઃ

કેનરી ઓટોમેશન લી. (સીએએલ) એ ઉદ્યોગમાં ૩૦ વર્ષથી વધુ અસ્તિત્વ ધરાવતું અગ્રણી આઈ ટી સોલ્યુશન્સ પ્રદાતા છે. તેની કુશળતા ડિજિટલાઇઝેશન, આધુનિકીકરણ, ઓટોમેશન અને ઇન્ટેલિજન્સ ક્ષેત્રે કંપનીના સોફ્ટવેર સોલ્યુશન્સની વ્યાપક શ્રેણી દ્વારા વ્યવસાયો માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને સક્ષમ કરવામાં આવેલી છે.

તેનો વ્યવસાય બે વર્ટિકલ્સમાં કાર્ય કરે છે – ૧) ટેક્નોલોજી સોલ્યુશન્સઃ અમારી ટેક્નોલોજી સોલ્યુશન ઓફરિંગમાં ડિજિટલાઇઝેશન, આધુનિકીકરણ, ક્લાઉડફિકેશન, ઓટોમેશન, ટ્રાન્સફોર્મેશન અને ઇન્ટેલિજન્સનાં કન્સલ્ટિંગ સોલ્યુશન્સનાં બહુવિધ એરેનો સમાવેશ થાય છે. ટેક્નોલોજી કુશળતામાં દેવઓપ્સ કન્સલ્ટિંગ (અઝુર,ગીતહબ, એટલાસીઅન, ગીતલેબવગેરે,) ક્લાઉડ કન્સલ્ટિંગ (અઝુર,એડબલ્યુએસ, જીસીપી )નો સમાવોશ થાય છે. ડિજિટલ એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સનો ઉપયોગ કરીને એસએપી, એમએસ ડાયનેમિક્સ ૩૬૫, આરપીએ, ડિજિટલ એપ્લિકેશન્સ અને મોબિલિટી સોલ્યુશન્સ, અને ૨) નો સમાવેશ થાય છે. જળ સંસાધન વ્યવસ્થાપન સોલ્યુશન, જે હેઠળ તે સિંચાઈના પાણીના સંરક્ષણને આધુનિક બનાવવા અને પાણીના ઉપયોગની કાર્યક્ષમતામાં સુધારો કરવા, ટર્નકી ફ્લડ રિસ્ક એસેસમેન્ટ અને શમન, નદીઓ અને નહેરો અને એસસીએડીએગેટ કંટ્રોલ સિસ્ટમ્સમાં પાણીની વહેંચણી માટે ક્લાઉડ-આધારિત પાણી ઉપયોગ પ્રક્રિયા ઓટોમેશન પ્રદાન કરે છે.

કંપની ડિજિટલ લેન્ડસ્કેપની વિકસતી માંગને સમજે છે અને સંસ્થાઓને વિકાસ અને સફળતાને આગળ વધારવા માટે ટેક્નોલોજીની શક્તિનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે સમર્પિત છે. તેના ઉકેલો વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં ફેલાયેલા છે, જેમાં બીએફએસઆઈ, રિટેલ, હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ, ઉત્પાદન, વીમો અને વધુનો સમાવેશ થાય છે.

ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર મજબૂત ફોકસ સાથે, આ કંપની વ્યવસાયોને તેમની કામગીરીને ઑપ્ટિમાઇઝ કરવા, ગ્રાહક અનુભવો વધારવા અને સ્પર્ધામાં આગળ રહેવા માટે સશક્ત બનાવે છે. ઉત્કૃષ્ટતા માટેની તેની પ્રતિબદ્ધતાને વિવિધ ગ્રાહકો, જોડાણ ભાગીદારો અને ઓઈએમ દ્વારા માન્યતા આપવામાં આવી છે અને પુરસ્કાર આપવામાં આવ્યો છે. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૩ સુધીમાં, તેની ઓર્ડર બુક રૂ. ૫૭.૯૩ કરોડ ની છે અને ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધીમાં, તેના પગારપત્રક પર ૩૨૬ કર્મચારીઓ હતા.

ઈશ્યૂની વિગત અને મૂડીનો ઈતિહાસ

આ કંપની મેઈડન બુકબિલ્ડીંગ આઈપીઓ દ્વારા તેના ૧૫૧૭૨૦૦૦ ઈક્વીટી શેર લઈને મૂડી બજારમાં આવી છે. તેણે તેના રૂ. ર મૂળકિંમત ધરાવતા શેર માટેની કિંમત શેર દીઠ રૂ. ર ૯ થી રૂ. ૩૧ ઠરાવી છે અને તે દ્વારા અપર બેન્ડને આધારે રૂ. ૪૭.૦૩ કરોડ એકત્રિત કરવા ધારે છે. જાહેર ભરણા માટે આ ઈશ્યૂ તા.૨૭ સપ્ટેમ્બર , ર૦ર૩ ના રોજ ખુલશે છે અને તા.૦૩ ઓકટોબર, ર૦ર૩ ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૪૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી, શેર એન એસ ઈ એસ એમઈ પર સૂચિબદ્ધ થશે. ઇશ્યૂ કંપનીની પોસ્ટ-ઇશ્યૂ પેઇડ-અપ મૂડીના ૨૭ % હિસ્સો ધરાવે છે. આઈપીઓ ફંડની ચોખ્ખી આવકમાંથી, તે રૂ. ૧૧.૦૦ કરોડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને વોટર રિસોર્સ મેનેજમેન્ટ સોલ્યુશન્સ માટે સોલ્યુશન ડેવલપમેન્ટ માટે રૂ. ૮.૯૪ કરોડ હાલની સુવિધા અપગ્રેડ કરવા અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત નવા ડિલિવરી સેન્ટરની રચના માટે રૂ. ૧૫.૦૦ કરોડ કાર્યકારી મૂડી માટે અને બાકીના સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ખર્ચશેેેેે.
માર્કેટ મેકર માટે ૭૬૦૦૦૦ શેર અનામત રાખ્યા પછી, કંપનીએ કયુઆઈબી માટે ૭૨૦૦૦૦૦ શેરથી વધુ નહીં, એચએનઆઈ માટે ૨૧૬૪૦૦૦ શેર કરતાં ઓછા નહીં અને નાના રોકાણકારો માટે ૫૦૪૮૦૦૦ શેર કરતાં ઓછા નહીં તેટલા શેર ફાળવ્યા છે.
ઈન્ડઓરીએન્ટ ફાઈનાન્સિઅલ સર્વિસીસ લી. એકમાત્ર લીડ મેનેજર છે, અને લીન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રા.લી. ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. એલેક્રિટી સિક્યોરિટીઝ લિમિટેડ કંપની માટે બજાર નિર્માતા છે.

સમાન ધોરણે પ્રારંભિક ઇક્વિટી શેર જારી કર્યા પછી, કંપનીએ જાન્યુઆરી ૨૦૦૪ અને જુલાઈ ૨૦૨૩ વચ્ચે શેર દીઠ રૂ. ૩.૨૦ થી રૂ. ૨૫ની કિંમતની શ્રેણીમાં વધુ ઇક્વિટી શેર જારી કર્યા. તેણે જૂન ૨૦૦૦માં ૧ માટે ૨, નવેમ્બર ૨૦૦૫માં ૫ માટે ૩, માર્ચ ૨૦૨૨માં ૧ માટે ૧ અને જૂન ૨૦૨૩માં ૧ માટે ૧ના રેશિયોમાં બોનસ શેર પણ જારી કર્યા છે. પ્રમોટરો દ્વારા શેરના સંપાદનની સરેરાશ કિંમત રૂ. ૦.૪૭, રૂ. ૦.૪૮, રૂ. ૦.૭૩, રૂ. ૧.૩૦, અને રૂ/૧.૫૦ પ્રતિ શેર છે.
આઈ પી ઓ પછી,આ કંપનીની વર્તમાન પેઇડ-અપ ઇક્વિટી મૂડી રૂ. ૮.૨૦ કરોડ વધારીને રૂ. ૧૧.૨૪ કરોડ થશે. આઈ પી ઓ કિંમતના આધારે, કંપની રૂ.૧૭૪.૧૭ કરોડની માર્કેટ કેપ નિહાળી રહી છે.

આર્થિક દેખાવ

આર્થિક દેખાવને મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં , આ કંપનીએ (કોન્સોલીડેટેડ આધારે) કુલ આવક / ચોખ્ખો નફો રૂ. ૨૫.૭૮ કરોડ / રૂ. ૨.૧૦ કરોડ (ના. વ. ૨૧), રૂ. ૫૨.૦૦ કરોડ / રૂ. ૪.૫૬ કરોડ (ના. વ. ૨૨), અને રૂ. ૭૫.૪૭ કરોડ / રૂ. ૮.૫૩ કરોડ (ના. વ. ૨૩) નોંધાવેલ છે..
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં આ કંપનીની સરેરાશ ઈપીએસ રૂ.૨.૮૫ અને સરેરાશ આરઓએનડબલ્યુ ૨૬.૪૪ % છે. ઇશ્યૂની કિંમત તા.૩૧ માર્ચ, ૨૦૨૩ ના રોજ તેના એનએવી રૂ. ૧૨.૪૪ ના આધારે ૨.૪૯ ના પી/બીવીથી આવે છે. ઓફર દસ્તાવેજ અને આઈપીઓ જાહેરાત તેમના આઈપીઓ પછીના એનએવી ડેટા પર મૌન છે.
જો આપણે ના. વ.૨૩ ની કમાણીને કંપનીની આઈપીઓ પછીની સંપૂર્ણ પાતળી પેઇડ-અપ ઇક્વિટી મૂડીને આધારે ગણીએ, તો માગવામાં આવેલ કિંમત ૨૦.૩૯ના પી/ઈ પર આવે છે.આમ, પ્રથમ દૃષ્ટિએ, ઇશ્યુ સંપૂર્ણ કિંમતનો લાગે છે.
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં, કંપનીએ પીએટી માર્જીન અનુક્રમે ૮.૨૧% (ના. વ. ૨૧), ૮.૮૫% (ના. વ.૨૨), અને ૧૧.૪૪% (ના. વ.૨૩) દર્શાવેલ છે, જે આ કંપની માટે આગળની ઉજ્જવળ સંભાવનાઓ દર્શાવે છે.

ડિવિડન્ડ પોલિસીઃ

કંપનીએ ના. વ. ૨૧ માટે ૧૦% (રુ. ૧૦ મૂળ કિંમત પર) અને ના. વ. ૨૨ માટે ૬% (રુ. ૨ મૂળ કિંમત પર) ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીએ ઓગસ્ટ ૨૦૨૩માં તેની નાણાકીય કામગીરી અને ભવિષ્યની સંભાવનાઓને આધારે ડિવિડન્ડ નીતિ અપનાવી હતી.
લીસ્ટેડ સમાન કંપનીઓ સાથે સરખામણી
ઓફર દસ્તાવેજો મુજબ, કંપનીએ તેમના લિસ્ટેડ સાથીદારો તરીકે ઓલ ટી ટેક્નોલોજીસ અને હેપીએસ્ટ માઇન્ડ્‌સ દર્શાવ્યા છે. તેઓ ૩૦.૫૬ અને ૬૨.૭૪ ના પી/ઈ પર ટ્રેડિંગ કરી રહ્યા છે (૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ મુજબ). જો કે, તેઓ ખરેખર ચૂસ્તરીતે તુલનાત્મક નથી.

મર્ચંટ બેંકરનો ટ્રેક રેકર્ડ

છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં (ચાલુ એક સહિત) ઇન્ડોરિયન્ટ ફાઇનાન્સિયલ તરફથી આ ૫મો આદેશ છે. છેલ્લી ૨ લિસ્ટિંગમાંથી,લિસ્ટિંગની તારીખના રોજ ૧ ડિસ્કાઉન્ટ પર અને એમ ૫.૮૬%ના પ્રીમિયમ પર ખુલેલ છે.

નિષ્કર્ષ / રોકાણ વ્યૂહરચના

આઈટી ઓટોમેશન સોલ્યુશન્સ અને વોટર રિસોર્સ મેનેજમેન્ટમાં આ કંપની એક વિશિષ્ટ ખેલાડી છે. તેણે ઓફર ડોક્યુમેન્ટના રિપોર્ટ કરેલા સમયગાળા માટે સતત વૃદ્ધિ નોંધાવી છે. ના. વ. ૨૩ની કામગીરી ભવિષ્યની સંભાવનાઓ દર્શાવે છે. તેની પાસે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી રૂ.૫૭.૯૩ કરોડ ની ઓર્ડર બુક છે. તેના અત્યાર સુધીના નાણાકીય પ્રદર્શનના આધારે, ઇશ્યૂ સંપૂર્ણ કિંમતનો લાગે છે, તે મધ્યમથી લાંબા ગાળાના પુરસ્કારો માટે વિચારણા કરવા યોગ્ય છે.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the past, SME IPOs drew the attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. The above information is based on information available as on date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

Courtesy:  https://www.chittorgarh.com/