The Economic Revolution – Financial Weekly Newspaper Ahmedabad, Gujarat, India
IPOIPO Analysis By Dilip DavdaIPO Analysis GujaratiMain Stream IPO Gujarati

એસેટ રિકન્સ્ટ્રક્શન આઈપીઓ સમીક્ષા

– દિલીપ દાવડા દ્વારા

• કંપની સમગ્ર ભારતમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી સ્ટ્રેસ્ડ એસેટ્‌સ મેળવવામાં રોકાયેલી છે અને આ ક્ષેત્રમાં અગ્રણી પ્લેયર છે.
• કંપનીએ નાણાકીય વર્ષ ૨૪ અને નાણાકીય વર્ષ ૨૬ વચ્ચે તેની ટોપ અને બોટમ લાઈનમાં વૃદ્ધિ નોંધાવી છે.
• તે આ ક્ષેત્રમાં ફર્સ્ટ મૂવર છે અને ભારતમાં બીજી સૌથી નફાકારક ખાનગી એઆરસી છે.
• તેના તાજેતરના સરેરાશ નાણાકીય ડેટાના આધારે, આ ઇશ્યૂ ફુલ્લી પ્રાઇસ્ડ જણાય છે.
• સારા માહિતગાર રોકાણકારો મધ્યમથી લાંબા ગાળાના વળતર માટે આ અગ્રણી કંપનીમાં રોકાણનું આયોજન કરી શકે છે.

કંપની વિશેઃ
એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) લિમિટેડ (આર્સિલ) એ સમગ્ર ભારતમાં કામ કરતી એક એસેટ રિન્સ્ટ્રક્શન કંપની (“એઆરસી”) છે અને તે બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી સ્ટ્રેસ્ડ એસેટ્‌સ પ્રાપ્ત કરવાના અને પુનઃરચના, અંડરલાઈંગ જામીનગીરીઓ પરના અધિકારોના અમલીકરણ અને પતાવટ દ્વારા પુનઃપ્રાપ્તિ મહત્તમ કરવા અને આવી સ્ટ્રેસ્ડ એસેટ્‌સનું મૂલ્ય શ્રેષ્ઠ બનાવી આવકના સ્ત્રોત ઊભા કરવાના હેતુથી રિઝોલ્યુશન વ્યૂહરચનાઓ અમલમાં મૂકનારા વ્યવસાયમાં રોકાયેલી છે. કંપની એસેટ રિન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં પ્રણેતા છે કારણ કે તે સિક્યુરિટાઇઝેશન એન્ડ રિન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્‌સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (“સરફેસી એક્ટ”) અનુસાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (“આરબીઆઈ”) પાસેથી ૨૯ ઓગસ્ટ, ૨૦૦૩ ના રોજ કામગીરી શરૂ કરવા માટેનું નોંધણી પ્રમાણપત્ર મેળવીને ભારતમાં સ્થાપિત થનારી પ્રથમ એઆરસી હતી (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ). તેણે ડિસેમ્બર ૨૦૦૩ માં સ્ટ્રેસ્ડ એસેટ્‌સનું પ્રથમ સંપાદન પૂર્ણ કર્યું હતું અને બે દાયકાથી વધુ સમયથી કાર્યરત છે.

આર્સિલ નાણાકીય વર્ષ ૨૦૨૫ દરમિયાન સ્ટેન્ડઅલોન ધોરણે વર્ષ માટે રૂ ૩૫૫.૩૨ કરોડના નફા સાથે ભારતમાં બીજી સૌથી નફાકારક ખાનગી એઆરસી છે અને ૩૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ રૂ ૧૬૮૫૨.૫૭ કરોડની એસેટ્‌સ અંડર મેનેજમેન્ટ (“એયુએમ”) સાથે એયુએમની દ્રષ્ટિએ ભારતમાં બીજી સૌથી મોટી એઆરસી હતી. (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ). કંપની ૩૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ સ્ટેન્ડઅલોન ધોરણે રૂ ૨૭૬૭.૮૦ કરોડની નેટવર્થ સાથે ભારતમાં ખાનગી એઆરસીમાં બીજી સૌથી મોટી નેટવર્થ ધરાવતી હતી. (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ) કંપની ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં ૧૨ રાજ્યોમાં (દિલ્હી સહિત) ૧૩ કચેરીઓના નેટવર્ક દ્વારા દેશભરમાં કાર્યરત છે અને ૨૦૬ કર્મચારીઓને રોજગારી આપે છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ, તેણે ૨૧૮ નોંધાયેલા મૂલ્યાંકનકારો, ૨૦૬ કલેક્શન એજન્ટો સાથે કામ કર્યું હતું અને તેની સાથે ૯૮૮ વકીલો પેનલ પર હતા.

ભારતમાં એસેટ રિન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં તેનો ફર્સ્ટ મુવર લાભ અને લાંબો કાર્યકારી ઇતિહાસ તેને ભારતમાં એસેટ રિન્સ્ટ્રક્શન અને સિક્યુરિટાઇઝેશન માટે વિકસતા નિયમનકારી પરિદ્રશ્યને નેવિગેટ કરવા માટે સજ્જ કરે છે, જે તેને નોંધપાત્ર સ્પર્ધાત્મક લાભો પૂરા પાડે છે. ઓક્ટોબર ૨૦૨૨ માં કંપની નિયમનકારી જરૂરિયાત કરતાં વધુ નેટ ઓન્ડ ફંડ ધરાવતી ચાર એઆરસીમાંથી એક હતી, (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ) જેણે તેને પરંપરાગત રિઝોલ્યુશન મિકેનિઝમ્સથી આગળ વધીને રિઝોલ્યુશન અરજદાર તરીકે સ્ટ્રેસ્ડ એસેટ્‌સ મેળવવા માટે અને તેનાથી તેના એયુએમનો વધુ વિસ્તાર કરવા માટે બીજું પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. ક્રિસિલ રિપોર્ટ મુજબ, ૩૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ ભારતમાં માત્ર પાંચ એઆરસી આવા માપદંડો ધરાવતી હતી.

આર્સિલ ત્રણ બિઝનેસ વર્ટિકલ્સમાં કામ કરે છે – કોર્પોરેટ લોન, એસએમઈ અને અન્ય લોન અને રિટેલ લોન અને તે તેના આંતરિક મૂલ્યાંકનને આધીન ઉપયોગમાં લેવાતા રિઝોલ્યુશન મિકેનિઝમના આધારે મેળવેલી સ્ટ્રેસ્ડ એસેટ્‌સનું વર્ગીકરણ કરે છે. કંપની સ્ટ્રેસ્ડ એસેટ્‌સ માટે બોલી લગાવે છે અને અંડરલાઈંગ લોન પોર્ટફોલિયો અથવા સિંગલ ક્રેડિટ સ્ટ્રેસ્ડ એસેટના સ્વરૂપના આધારે રિઝોલ્યુશન અને કલેક્શન વ્યૂહરચનાઓનું મિશ્રણ લાગુ કરે છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં, તેણે કુલ મુખ્ય દેવાના રૂ ૮૯૯૦૯.૩૪ કરોડ મેળવ્યા હતા, જેનો ખર્ચ રૂ ૪૪૧૧૪.૪૩ કરોડ અથવા કુલ મુખ્ય દેવાના ૪૯.૦૭% હતો અને તેણે રૂ ૩૧૯૧૪.૭૮ કરોડની રિકવરી કરી હતી. તે નાણાકીય સંસ્થાઓ પાસેથી સિંગલ-ક્રેડિટ અને સ્ટ્રેસ્ડ સુરક્ષિત અને અસુરક્ષિત અસ્કયામતોના પોર્ટફોલિયો બંને પ્રાપ્ત કરે છે અને પછી વિવિધ કાનૂની અને ડેટા એનાલિટિક્સ મિકેનિઝમ્સનો ઉપયોગ કરીને પુનઃરચના, રિઝોલ્યુશન તેમજ કલેક્શન વ્યૂહરચનાઓ લાગુ કરે છે, જેથી તેના માટે ફી આવક અને રોકાણ આવક બંને ઉત્પન્ન થાય છે.

તેણે બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે મજબૂત સંબંધો સ્થાપિત કર્યા છે જે તેને સ્ટ્રેસ્ડ એસેટ્‌સ મેળવવામાં મદદ કરે છે અને તેની સ્થાપના પછી, તેણે ૩૨ ખાનગી ક્ષેત્રની બેંકો (જેમાં બે અગાઉની બેંકો જે ત્યારબાદ વિલીન થઈ ગઈ છે અને નવ વિદેશી બેંકોનો સમાવેશ થાય છે), બે સહકારી બેંકો, ૨૮ જાહેર ક્ષેત્રની બેંકો (૧૬ અગાઉની જાહેર ક્ષેત્રની બેંકો સહિત જે ત્યારબાદ વિલીન થઈ ગઈ છે), ૫૧ નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એક અગાઉની નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સહિત જે ત્યારબાદ વિલીન થઈ ગઈ છે), ૧૮ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (એક અગાઉની હાઉસિંગ ફાઇનાન્સ કંપની સહિત જે ત્યારબાદ વિલીન થઈ ગઈ છે) અને સાત અન્ય વેચાણ કરતી સંસ્થાઓ (ચાર વીમા કંપનીઓ અને ત્રણ નાણાકીય સંસ્થાઓ) સાથે કામ કર્યું છે.

આર્સિલે તેના પોર્ટફોલિયોમાં રિટેલ લોનનું પ્રમાણ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તે ૨૦૦૮ થી રિટેલ લોન અને સ્થાપના સમયથી એસએમઈ અને અન્ય લોનને સફળતાપૂર્વક મેળવવામાં અને રિઝોલ્વ કરવામાં સક્રિય છે, જેણે ટીમ, પ્રક્રિયાઓ, શાખાઓ અને ટેકનોલોજી સહિતના જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રચના કરી છે, જેનાથી તેને ફર્સ્ટ-મૂવર લાભ મળ્યો છે. ક્રિસિલ રિપોર્ટ અનુસાર, સ્ટ્રેસ્ડ એસેટ્‌સની તક કોર્પોરેટથી નોન-કોર્પોરેટ લોન તરફ શિફ્ટ થઈ રહી છે જેમાં ખાસ કરીને રિટેલ ક્ષેત્ર વધતા સ્ટ્રેસ લેવલનો અનુભવ કરી રહ્યું છે.

 

(ડાબેથી જમણે)ઃ સાગર મહેતા (આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ, આઇઆઇએફએલ કેપિટલ સર્વિસિસ લિમિટેડ, જે પહેલાં આઇઆઇએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી હતી), પ્રમોદ કુમાર ગુપ્તા (ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર, એસેટ રિન્સ્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) લિમિટેડ), ફણિન્દ્રનાથ કાકરલા (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર, એસેટ રિન્સ્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) લિમિટેડ), રાજ કિશોર સિંહ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર, આઇડીબીઆઇ કેપિટલ માર્કેટ્‌સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ) અને સોનિયા દાસગુપ્તા (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ) એસેટ રિન્સ્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) લિમિટેડ આઈપીઓ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરી રહ્યા છે.

ઇશ્યૂની વિગતો/મૂડીનો ઇતિહાસઃ
કંપની ૫૨૭૩૧૯૪૬ ઇક્વિટી શેર્સનો તેનો પ્રથમ બુક બિલ્ડિંગ રૂટ સેકન્ડરી આઈપીઓ લાવી રહી છે (અપર કેપ પર રૂ ૭૩૨.૯૭ કરોડનું મૂલ્ય). કંપનીએ રૂ ૧૦ ના દરેક ઇક્વિટી શેર માટે રૂ ૧૩૨ – રૂ ૧૩૯ ની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. આ ઇશ્યૂ સબ્સ્ક્રિપ્શન માટે ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ ખુલશે અને ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ બંધ થશે. કરવા પાત્ર ન્યૂનતમ અરજી ૧૦૭ શેર્સ માટે અને ત્યારબાદ તેના ગુણાંકમાં કરવાની રહેશે. એલોટમેન્ટ પછી, શેર્સ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે. આ ઇશ્યૂ આઈપીઓ પછીની પેઇડ-અપ ઇક્વિટી મૂડીના ૧૬.૨૩% હિસ્સો ધરાવે છે. આ એક પ્યોર ઓફર ફોર સેલ (ઓએફએસ) છે અને તેથી કંપનીને કોઈ ફંડ જઈ રહ્યું નથી. કંપની ઇક્વિટીના ડિલ્યુશન માટે અને લિસ્ટિંગના લાભો સાથે તેનું વાસ્તવિક મૂલ્ય લિસ્ટિંગ/અનબ્લોક કરવાના મુખ્ય હેતુ માટે આ ઓએફએસ કરી રહી છે.

આ ઇશ્યૂના સંયુક્ત બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) આઇઆઇએફએલ કેપિટલ સર્વિસિસ લિમિટેડ, આઇડીબીઆઇ કેપિટલ માર્કેટ્‌સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ, અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ છે, જ્યારે એમયુએફજી ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. જેએમ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ સિન્ડિકેટ મેમ્બર છે.

ફેસ વેલ્યુ પર પ્રારંભિક ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કર્યા પછી, કંપનીએ નવેમ્બર ૨૦૦૬ અને ડિસેમ્બર ૨૦૦૮ વચ્ચે રૂ ૩૦.૦૦ – રૂ ૮૪.૦૦ ની પ્રાઇસ રેન્જમાં વધુ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કર્યા છે. પ્રમોટર્સ/સેલિંગ સ્ટેકહોલ્ડર્સ દ્વારા શેર્સના સંપાદનની સરેરાશ કિંમત શેરદીઠ રૂ ૩૫.૪૩, રૂ ૩૬.૭૬, રૂ ૫૫.૬૨ અને રૂ ૮૪.૦૦ છે.

આઈપીઓ પછી, તેની રૂ ૩૨૪.૯૦ કરોડની હાલની પેઇડ-અપ ઇક્વિટી મૂડી (૩૨૪૮૯૭૧૪૦ ઇક્વિટી શેર્સ) સમાન રહેશે કારણ કે આ પ્યોર સેકન્ડરી ઇશ્યૂ છે. પ્રાઇસ બેન્ડની અપર કેપના આધારે, કંપની રૂ ૪૫૧૬.૦૭ કરોડની માર્કેટ કેપ મેળવવા માંગે છે.

નાણાકીય કામગીરીઃ
નાણાકીય કામગીરીના મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષો માટે, કંપનીએ (એકત્રિત ધોરણે) કુલ આવક/ચોખ્ખો નફો રૂ ૬૦૯.૪૯ કરોડ / રૂ ૩૧૦.૮૯ કરોડ (નાણાકીય વર્ષ ૨૪), રૂ ૬૦૭.૮૪ કરોડ / રૂ ૩૦૯.૨૪ કરોડ (નાણાકીય વર્ષ ૨૫), અને રૂ ૭૪૯.૯૨ કરોડ / રૂ ૩૨૨.૬૯ કરોડ (નાણાકીય વર્ષ ૨૬) નોંધાવ્યો છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૪ થી નાણાકીય વર્ષ ૨૬ સુધી તેની ટોપ અને બોટમ લાઇનમાં વૃદ્ધિ નોંધાવી છે, અને અહેવાલ આપેલ સમયગાળા માટે સરેરાશ ૫૦+% ચોખ્ખો માર્જિન નોંધાવ્યો છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ તેની સંભવિત જવાબદારી રૂ ૨.૦૦ કરોડ હતી.

છેલ્લા ત્રણ નાણાકીય વર્ષો માટે, કંપનીએ સરેરાશ ઈપીએસ રૂ ૧૦.૪૯ અને સરેરાશ આરઓએનડબલ્યુ ૧૨.૯૪ % નોંધાવ્યો છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ તેની રૂ ૯૦.૯૬ ની એનએવી તેમજ આઈપીઓ પછીના આધાર પર આ ઇશ્યૂ પી/બીવી ૧.૫૩ પર પ્રાઇસ્ડ છે.

જો આપણે તેના આઈપીઓ પછીના ફુલ્લી ડિલ્યુટેડ પેઇડ-અપ ઇક્વિટી કેપિટલમાં નાણાકીય વર્ષ ૨૬ ની સુપર કમાણી ઉમેરીએ, તો માંગવામાં આવેલી કિંમત ૧૪.૦૦ ના પી/ઈ પર છે. નાણાકીય વર્ષ ૨૫ ની કમાણીના આધારે, પી/ઈ ૧૪.૬૦ પર છે. તેની તાજેતરની સરેરાશ કામગીરીના આધારે ઇશ્યૂ ફુલ્લી પ્રાઇસ્ડ જણાય છે.

અહેવાલ આપેલ સમયગાળા માટે, કંપનીએ સંદર્ભિત સમયગાળા માટે અનુક્રમે ૧૦.૨૫% (નાણાકીય વર્ષ ૨૪), ૮.૧૮% (નાણાકીય વર્ષ ૨૫), ૬.૯૫% (નાણાકીય વર્ષ ૨૬) નો એવરેજ ટોટલ એસેટ્‌સ પર રિટર્ન અને ૧૪.૧૫%, ૧૨.૯૫%, ૧૨.૫૨% નો આરઓએઈ દર્શાવ્યો છે.

ડિવિડન્ડ નીતિઃ
કંપનીએ નાણાકીય વર્ષ ૨૪ માટે ૧૫%, નાણાકીય વર્ષ ૨૫ માટે ૩૦% અને નાણાકીય વર્ષ ૨૬ માટે ૧૦% ડિવિડન્ડ ચૂકવ્યું છે. તેણે તેની નાણાકીય કામગીરી અને ભવિષ્યની સંભાવનાઓના આધારે ઓગસ્ટ ૨૦૨૨ માં ડિવિડન્ડ નીતિ અપનાવી છે (અને મે ૨૦૨૪ માં તેમાં સુધારો કર્યો છે).

લિસ્ટેડ પીઅર્સ સાથે સરખામણીઃ
ઓફર ડોક્યુમેન્ટ મુજબ, સરખામણી કરવા માટે કંપની પાસે કોઈ લિસ્ટેડ પ્લેયર નથી.

મર્ચન્ટ બેન્કરનો ટ્રેક રેકોર્ડઃ
આ ઇશ્યૂ સાથે સંકળાયેલા ત્રણ બીઆરએલએમએ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં ૮૮ આઈપીઓ સંભાળ્યા છે અને તેમાંથી ૨૬ આઈપીઓ લિસ્ટિંગ તારીખે ઇશ્યૂ કિંમતથી નીચે બંધ થયા હતા.

નિષ્કર્ષઃ
આર્સિલ સમગ્ર ભારતમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી સ્ટ્રેસ્ડ એસેટ્‌સ મેળવવામાં રોકાયેલ છે અને આ ક્ષેત્રમાં અગ્રણી પ્લેયર છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૪ અને નાણાકીય વર્ષ ૨૬ વચ્ચે તેની ટોપ અને બોટમ લાઇનમાં વૃદ્ધિ નોંધાવી છે. તે આ ક્ષેત્રમાં ફર્સ્ટ મૂવર છે અને ભારતમાં બીજી સૌથી નફાકારક ખાનગી એઆરસી છે. તેના તાજેતરના સરેરાશ નાણાકીય ડેટાના આધારે, ઇશ્યૂ ફુલ્લી પ્રાઇસ્ડ જણાય છે. લિસ્ટિંગ પછી તે ફર્સ્ટ મૂવર ફેન્સી મેળવશે. સારા માહિતગાર રોકાણકારો મધ્યમથી લાંબા ગાળાના વળતર માટે આ અગ્રણી કંપનીમાં રોકાણનું આયોજન કરી શકે છે.

Review By Dilip Davda on August, 2026

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. My reviews do not cover GMP market and operators game plans. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based the on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the recent past, SME IPOs drew the attention of investors across the board and lead to seer madness. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at their own risk. The above information is based on information available as of date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

 

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detailed fundamental and financial analysis of companies coming up with IPOs helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

(Dilip Davda -SEBI registered Research Analyst-Mumbai,

Registration no. INH000003127 (Perpetual)

Email id: dilip_davda@rediffmail.com ).

Related posts

રિદ્ધિ ડિસ્પ્લે બીએસઈ એસએમઈ આઈપીઓ સમીક્ષા

Compiled by Narendra Joshi

Tolins Tyres IPO review (Apply)

Compiled by Narendra Joshi

ઈએમએસ લી. આઈપીઓ પૃથ્થકરણ (અરજી કરો)