The Economic Revolution – Financial Weekly Newspaper Ahmedabad, Gujarat, India
IPOIPO Analysis By Dilip DavdaIPO Analysis Gujaratisme-ipo-gujarati

ઈંજેક્ટો પોલી બીએસઈ એસએમઈ આઈપીઓ સમીક્ષા

– દિલીપ દાવડા

• કંપની પેકેજિંગ ઉદ્યોગો માટે પોલિપ્રોપિલિન વુવન ફેબ્રિક્સ, બેગ્સ, બીઓપીપી બેગ્સ વગેરેના ઉત્પાદનમાં રોકાયેલી છે.
• આઈપીએલના ઉત્પાદનોનો ઉપયોગ વિવિધ પ્રકારના ઉદ્યોગોમાં થાય છે અને બીટુબી મોડેલ હેઠળ સપ્લાય કરવામાં આવે છે.
• કંપની અત્યંત સ્પર્ધાત્મક અને વિભાજિત વિભાગમાં કામ કરી રહી છે.
• તેના તાજેતરના સરેરાશ નાણાકીય ડેટાના આધારે, આઈપીઓનું પ્રાઇસિંગ આક્રમક રીતે કરવામાં આવ્યું છે.
• માત્ર માહિતગાર/જોખમ લેનારાઓ જ મધ્યમ ગાળા માટે મધ્યમ ભંડોળ રોકી શકે છે.

કંપની વિશેઃ
ઈંજેક્ટો પોલિમર્સ લિમિટેડ (આઈપીએલ) પોલિપ્રોપિલિન વુવન ફેબ્રિક્સ (પોલિપ્રોપિલિન વુવન બેગ બનાવવા માટે પ્લાસ્ટિક સામગ્રી તરીકે વપરાય છે), પોલિપ્રોપિલિન વુવન બેગ્સ (ઔદ્યોગિક અને કૃષિ ઉપયોગ માટે વપરાય છે), બાયએક્સિયલી ઓરિએન્ટેડ પોલિપ્રોપિલિન (બીઓપીપી) બેગ્સ (ખાદ્ય ઉત્પાદનો, પ્રાણી ઉત્પાદનો, ગ્રાહક ઉત્પાદનો, તબીબી પુરવઠો અને સ્વચ્છતા ઉત્પાદનોના પેકિંગ માટે વપરાય છે), લેનો બેગ્સ (ફળો અને શાકભાજીના પેકિંગ માટે વપરાય છે), લો ડેન્સિટી અને પોલિએસ્ટર પાઉચ (ખાદ્ય, ફાર્માસ્યુટિકલ, કોસ્મેટિક અને ઔદ્યોગિક પેકેજિંગમાં વપરાય છે) ની સાથે ફ્લેક્સિબલ ઈન્ટરમીડિએટ બલ્ક કન્ટેનર (“એફઆઈબીસી”) બેગ્સ (કેમિકલ, સ્ટીલ, ખાતર અને ખનિજ ઉદ્યોગોમાં વપરાય છે) અને નોન-વુવન બેગ્સ (તબીબી, સ્વચ્છતા, કૃષિ પેકેજિંગ અને ફરીથી વાપરી શકાય તેવી શોપિંગ બેગમાં વપરાય છે) ના ઉત્પાદનમાં રોકાયેલી છે.

કંપનીના ઉત્પાદિત ઉત્પાદનોનો ઉપયોગ કૃષિ, બાંધકામ, કાપડ, રસાયણો અને ગ્રાહક ઉપયોગી વસ્તુઓ જેવા વિવિધ ઉદ્યોગોમાં થાય છે. તે મુખ્યત્વે બિઝનેસ-ટુ-બિઝનેસ (બીટુબી) મોડેલ હેઠળ કામ કરે છે, જે સંસ્થાકીય અને ઔદ્યોગિક ગ્રાહકો પાસેથી મોટા પ્રમાણમાં ઓર્ડર મેળવીને આવકનો મુખ્ય હિસ્સો બનાવે છે. તેના ઉત્પાદનો ગ્રાહકની પસંદગીઓ અને જરૂરિયાતો અનુસાર વિવિધ આકારો અને કદમાં કસ્ટમાઇઝ કરવામાં આવે છે. ઉત્પાદનોના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા કાચા માલમાં પોલિપ્રોપિલિન (પીપી) ગ્રેન્યુલ્સ, લીનિયર લો-ડેન્સિટી પોલિએથિલિન (એલએલડીપીઈ), લો-ડેન્સિટી પોલિએથિલિન (એલડીપીઈ), હાઇ-ડેન્સિટી પોલિએથિલિન (એચડીપીઈ), પ્લાસ્ટિક રેઝિન અને સ્પેશિયાલ્ટી પોલિમર્સનો સમાવેશ થાય છે.

ઉત્પાદનની ગુણવત્તા અને લાગુ કાયદાઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે, આઈપીએલ ઉત્પાદન ચક્રના બહુવિધ તબક્કાઓ પર ગુણવત્તા તપાસ કરે છે. ઇન-હાઉસ ટેસ્ટિંગ સુવિધા નિયમિત કામગીરી અને પાલન પરીક્ષણ દ્વારા આ પ્રક્રિયાઓને સમર્થન આપે છે. તેના ઉત્પાદન એકમો આઈએસઓ ૯૦૦૧ઃ૨૦૧૫ (ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ્સ) અને આઈએસઓ ૨૨૦૦૦ઃ૨૦૧૮ (ફૂડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ્સ) સાથે પ્રમાણિત છે. વધુમાં, કંપની પાસે ફૂડ-ગ્રેડ પેકેજિંગ માટે બીઆઈએસ (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડડ્‌ર્સ) પ્રમાણપત્ર પણ છે, જે ખાદ્ય ચીજોના સંગ્રહ અને પરિવહન માટે પેકેજિંગ ઉત્પાદનોની યોગ્યતાને સાબિત કરે છે.

કંપની પ્લાસ્ટિક ગ્રેન્યુલ્સ અને પોલિવિનાઇલ ક્લોરાઇડ (પીવીસી) રેઝિન મોટા પ્રમાણમાં મેળવે છે. આવી વેપારી ચીજવસ્તુઓનો એક ભાગ કેપ્ટિવ વપરાશ માટે પણ ઉપયોગમાં લેવાય છે, જ્યારે બાકીનો ભાગ વેપાર પ્રવૃત્તિઓ તરફ જોડવામાં આવે છે. મોટા પ્રમાણમાં ખરીદી કરીને, કંપની સપ્લાયર્સ પાસેથી બલ્ક ઓર્ડર ડિસ્કાઉન્ટ મેળવવા માટે સક્ષમ છે. ૩૧ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં, તેના પેરોલ પર ૧૫૮ કર્મચારીઓ હતા.

ઇશ્યૂની વિગતો / કેપિટલ હિસ્ટ્રીઃ
કંપની અપર કેપ પર રૂ. ૫૬.૧૨ કરોડ એકત્ર કરવા માટે દરેક રૂ. ૧૦ ના ૫૬,૧૨,૪૦૦ ઈક્વિટી શેરોનો પ્રથમ બુક બિલ્ડિંગ રૂટ આઈપીઓ લાવી રહી છે. કંપનીએ શેર દીઠ રૂ. ૯૮ – રૂ. ૧૦૦ ની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. લઘુત્તમ અરજી ૨૪૦૦ શેર માટે અને ત્યારબાદ તેના ૧૨૦૦ શેરના ગુણાંકમાં કરવાની રહેશે. આ ઇશ્યૂ સબ્સ્ક્રિપ્શન માટે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ ખુલશે અને ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ બંધ થશે. આ શેર બીએસઈ એસએમઈ પર લિસ્ટેડ થશે. આ આઈપીઓ કંપનીની આઈપીઓ પછીની પેઇડ-અપ કેપિટલના ૨૭.૦૦% હિસ્સો ધરાવે છે. નવા ઇશ્યૂની ચોખ્ખી રકમમાંથી, કંપની તેના યુનિટ-ૈં ખાતે ફેઝ ૈંફ ની સ્થાપના માટે કેપેક્સ તરીકે રૂ. ૩૦.૫૦ કરોડ, અમુક લોનની પુનઃચુકવણી/અગાઉથી ચુકવણી માટે રૂ. ૧૦.૦૦ કરોડ અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરશે.

આ આઈપીઓનું એકમાત્ર લીડ મેનેજમેન્ટ ઈન્ડકેપ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે, જ્યારે ઈન્ટિગ્રેટેડ રજિસ્ટ્રી મેનેજમેન્ટ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ આ ઈશ્યૂના રજિસ્ટ્રાર છે. કેપિટલસ્ક્વેર ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, માર્કેટ મેકર અને સિન્ડિકેટ મેમ્બર પણ છે. આ આઈપીઓ ઈન્ડકેપ એડવાઈઝર્સ દ્વારા ૧૫% અને કેપિટલસ્ક્વેર ફાઈનાન્શિયલ સર્વિસીસ દ્વારા ૮૫% સુધી અંડરરાઈટ કરવામાં આવ્યો છે.

ફેસ વેલ્યુ પર પ્રારંભિક ઈક્વિટી કેપિટલ ઇશ્યૂ કર્યા પછી, કંપનીએ ડિસેમ્બર ૨૦૧૮ અને માર્ચ ૨૦૨૫ વચ્ચે શેર દીઠ રૂ. ૧૦.૭૦ – રૂ. ૧૦૦.૦૦ ની પ્રાઇસ રેન્જમાં વધુ ઈક્વિટી શેર ઇશ્યૂ કર્યા. પ્રોમોટર્સ દ્વારા શેર સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ. ૧૦.૭૦, રૂ. ૧૦.૯૯, રૂ. ૧૧.૩૨, રૂ. ૧૧.૪૩, રૂ. ૧૨.૧૨ અને રૂ. ૩૧.૩૯ છે.

આઈપીઓ પછી, કંપનીની વર્તમાન પેઇડ-અપ ઇક્વિટી કેપિટલ રૂ. ૧૫.૧૮ કરોડ (૧,૫૧,૭૭,૨૦૦ ઇક્વિટી શેર) વધીને રૂ. ૨૦.૭૯ કરોડ (૨,૦૭,૮૯,૬૦૦ ઇક્વિટી શેર) થશે. આઈપીઓ પ્રાઇસિંગની અપર બેન્ડના આધારે, કંપની રૂ. ૨૦૭.૯૦ કરોડનું માર્કેટ કેપ ઈચ્છે છે.

નાણાકીય કામગીરીઃ
નાણાકીય કામગીરીના મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષો માટે, કંપનીએ કુલ આવક/ ચોખ્ખો નફો અનુક્રમે રૂ. ૧૦૯.૮૦ કરોડ / રૂ. ૪.૪૪ કરોડ (નાણાકીય વર્ષ ૨૪), રૂ. ૨૬૧.૮૫ કરોડ / રૂ. ૮.૧૧ કરોડ (નાણાકીય વર્ષ ૨૫), રૂ. ૩૭૫.૮૩ કરોડ / રૂ. ૧૬.૦૧ કરોડ (નાણાકીય વર્ષ ૨૬) નોંધાવ્યો છે. કંપનીએ અહેવાલ આપેલી મુદત માટે તેની ટોપ અને બોટમ લાઇન માટે વૃદ્ધિ નોંધાવી છે. વર્ષ-દર-વર્ષ વધતા ટ્રેડ રિસિવેબલ્સ ચિંતા ઉપજાવે છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં તેની સંભવિત જવાબદારી રૂ. ૧.૫૪ કરોડ હતી.

છેલ્લા ત્રણ નાણાકીય વર્ષો માટે, કંપનીએ સરેરાશ ઈપીએસ રૂ. ૭.૮૭ (બેઝિક) અને સરેરાશ આરઓએનડબલ્યુ ૨૧.૮૪% નોંધાવ્યો છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં શેર દીઠ રૂ. ૪૧.૭૩ ના એનએવી ના આધારે આ ઇશ્યૂ પી/બીવી ૨.૪૦ પર અને આઈપીઓ પછીના શેર દીઠ રૂ. ૫૭.૪૬ ના એનએવી ના આધારે (અપર કેપ પર) પી/બીવી ૧.૭૪ પર પ્રાઇસ કરવામાં આવ્યો છે.

જો આપણે નાણાકીય વર્ષ ૨૬ ની સુપર કમાણીને આઈપીઓ પછીની સંપૂર્ણ ડાઇલ્યુટેડ પેઇડ-અપ ઇક્વિટી કેપિટલ સાથે સરખાવીએ, તો માંગવામાં આવેલી કિંમત ૧૨.૯૯ ના પી/ઈ પર છે, અને નાણાકીય વર્ષ ૨૫ ની કમાણીના આધારે પી/ઈ ૨૫.૬૪ પર છે. તેની તાજેતરની સરેરાશ કમાણીના આધારે ઇશ્યૂ આક્રમક રીતે પ્રાઇસ થયેલો જણાય છે.

કંપનીએ ઉલ્લેખિત સમયગાળા માટે અનુક્રમે ૪.૦૭% (નાણાકીય વર્ષ ૨૪), ૩.૧૦% (નાણાકીય વર્ષ ૨૫), ૪.૨૬% (નાણાકીય વર્ષ ૨૬) ના પીએટી માર્જિન અને ૧૦.૬૮%, ૧૩.૯૧%, ૧૫.૬૪% ના આરઓસીઈ માર્જિન નોંધાવ્યા છે.

ડિવિડન્ડ નીતિઃ
કંપનીએ ઓફર ડોક્યુમેન્ટના અહેવાલ આપેલ સમયગાળા માટે કોઈ ડિવિડન્ડ ચૂકવ્યું નથી. તે તેની નાણાકીય કામગીરી અને ભવિષ્યની સંભાવનાઓના આધારે વિવેકપૂર્ણ ડિવિડન્ડ નીતિ અપનાવશે.

લિસ્ટેડ પીઅર્સ સાથે સરખામણીઃ
ઓફર ડોક્યુમેન્ટ મુજબ, કંપનીએ એમબી ઈન્ડિયા, આરડીબી રસાયણને તેના લિસ્ટેડ પીઅર્સ તરીકે દર્શાવ્યા છે. તેઓ હાલમાં ૧૮.૭ અને ૮.૦૩ ના પી/ઈ પર ટ્રેડ કરી રહ્યા છે (૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં). જોકે, તેઓ ખરેખર સરખામણી કરી શકાય તેવા નથી. આ સરખામણી માત્ર આંકડાનો દેખાવ હોય તેમ લાગે છે.

મર્ચન્ટ બેન્કરનો ટ્રેક રેકોર્ડઃ
છેલ્લા બે નાણાકીય વર્ષોમાં (ચાલુ નાણાકીય વર્ષ સહિત) ઈન્ડકેપ એડવાઈઝર્સ તરફથી આ ૪ થી મેન્ડેટ છે. છેલ્લા ૩ લિસ્ટિંગમાંથી ૨ ડિસ્કાઉન્ટ પર ખૂલ્યા હતા, અને બાકીનું લિસ્ટિંગના દિવસે ૩૧.૩૬% ના પ્રીમિયમ સાથે લિસ્ટ થયું હતું. મર્ચન્ટ બેન્કર સરેરાશ ટ્રેક રેકોર્ડ ધરાવે છે.

નિષ્કર્ષઃ
આઈપીએલ પેકેજિંગ ઉદ્યોગો માટે પોલિપ્રોપિલિન વુવન ફેબ્રિક્સ, બેગ્સ, બીઓપીપી બેગ્સ વગેરેના ઉત્પાદનમાં રોકાયેલી છે. આઈપીએલના ઉત્પાદનોનો ઉપયોગ વિવિધ પ્રકારના ઉદ્યોગોમાં થાય છે અને બીટુબી મોડેલ હેઠળ સપ્લાય કરવામાં આવે છે. કંપની અત્યંત સ્પર્ધાત્મક અને વિભાજિત વિભાગમાં કામ કરી રહી છે. તેના તાજેતરના સરેરાશ નાણાકીય ડેટાના આધારે, આઈપીઓ આક્રમક રીતે પ્રાઇસ થયેલો છે. માત્ર માહિતગાર/જોખમ લેનારાઓ જ મધ્યમ ગાળા માટે મધ્યમ ભંડોળ રોકી શકે છે.

Review By Dilip Davda on August, 2026

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. My reviews do not cover GMP market and operators game plans. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based the on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the recent past, SME IPOs drew the attention of investors across the board and lead to seer madness. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at their own risk. The above information is based on information available as of date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

 

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detailed fundamental and financial analysis of companies coming up with IPOs helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

(Dilip Davda -SEBI registered Research Analyst-Mumbai,

Registration no. INH000003127 (Perpetual)

Email id: dilip_davda@rediffmail.com ).

Related posts

ફાર્મ પીસ બીએસઈ એસએમઈ આઈપીઓ (આર) સમીક્ષા

પાલક ટેક્નો બીએસઈ એસએમઈ આઈપીઓ (આર) સમીક્ષા

સનશીલ્ડ કેમ બીએસઈ આરઆઈ સમીક્ષા

Compiled by Narendra Joshi