The Economic Revolution – Financial Weekly Newspaper Ahmedabad, Gujarat, India
IPOIPO Analysis By Dilip DavdaIPO Analysis GujaratiMain Stream IPO Gujarati

કાનોહર ઇલેક્ટ્રિકલ્સ આઈપીઓ સમીક્ષા

– દિલીપ દાવડા દ્વારા

•કંપની પાવર ડિસ્ટ્રિબ્યુશન માટે ટ્રાન્સફોર્મર ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી ખેલાડીઓમાંથી એક છે.
•૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ તેની એકંદરે ઓર્ડર બુક રૂ. ૧૮૧૮.૩૨ કરોડ હતી.
•તેના બેકવર્ડ ઇન્ટિગ્રેશનથી ખર્ચ નિયંત્રણ અને માર્જિનમાં સુધારાના ઇચ્છિત લાભો મળ્યા છે.
•તે અત્યંત સ્પર્ધાત્મક અને વિભાજિત વ્યવસાયિક ક્ષેત્રમાં કામ કરી રહી છે.
•તેના તાજેતરના સરેરાશ નાણાકીય ડેટાના આધારે, ઇશ્યૂ અત્યંત મોંઘી કિંમતનો દેખાય છે.
•માત્ર સારી માહિતી ધરાવતા/કેશ સરપ્લસ ધરાવતા રોકાણકારો મધ્યમથી લાંબા ગાળા માટે ભંડોળ રોકી શકે છે.

કંપની વિશેઃ
કાનોહર ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (કેઈએલ) નાણાકીય વર્ષ ૨૦૨૬ માં આવકની દ્રષ્ટિએ ટ્રાન્સફોર્મર ઉત્પાદનમાં દેશની અગ્રણી કંપનીઓમાંથી એક છે. તે પાવર ટ્રાન્સમિશન, રેલવે, રિન્યુએબલ એનર્જી અને પાવર ડિસ્ટ્રિબ્યુશન જેવા ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા ઉદ્યોગોને સેવા આપે છે (સ્રોતઃ કેર રિપોર્ટ). ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ, તે પાવર ટ્રાન્સમિશન ઉદ્યોગમાં વપરાતા ૫૦૦ એમવીએ ૪૦૦ કેવી ટ્રાન્સફોર્મર્સ માટે શોર્ટ સર્કિટ ટેસ્ટ સર્ટિફિકેશન ધરાવતી ભારતમાં પાંચ કંપનીઓમાંથી એક છે (સ્રોતઃ કેર રિપોર્ટ). કંપની મોટા પાયે તેના ટ્રાન્સફોર્મર્સનું શોર્ટ સર્કિટ ટેસ્ટિંગ કરે છે અને ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ ૨૦૦ થી વધુ રેટિંગ્સનું પરીક્ષણ કર્યું છે. તે ભારતના ચાર ઉત્પાદકોમાંથી એક છે જે ભારતીય રેલવેની સંશોધન અને વિકાસ પાંખ, રિસર્ચ ડિઝાઇન અને સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન (આરડીએસઓ) દ્વારા ૧૦૦ એમવીએ ૧૩૨ કેવી સ્કોટ ટ્રાન્સફોર્મર્સના ઉત્પાદન માટે પ્રમાણિત છે. કંપની ૧૦૦ એમવીએ ૨૨૦ કેવી સ્કોટ ટ્રાન્સફોર્મર્સનું ઉત્પાદન કરવા માટે પ્રમાણિત બે ભારતીય ઉત્પાદકોમાંથી એક છે, જે બંને ભારતીય રેલવે તરફથી રેલ નેટવર્ક ઇલેક્ટ્રિફિકેશનની માંગ પૂરી કરે છે (સ્રોતઃ કેર રિપોર્ટ).

તેની બેકવર્ડ ઇન્ટિગ્રેટેડ સુવિધાઓ દ્વારા, કંપની ખાસ કરીને તેની ઇન-હાઉસ ટેકનોલોજી સાથે ટ્રાન્સફોર્મર્સના ઉત્પાદનમાં ભારતની ઊર્જા માળખાકીય સુવિધાઓ માટે ઉત્પાદનો અને ઉકેલોની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. તે બે વિભાગોમાં તેનો વ્યવસાય ચલાવે છે, એટલે કે, (૧) ટ્રાન્સફોર્મર મેન્યુફેક્ચરિંગ બિઝનેસ; અને (૨) ઈપીસી બિઝનેસ. ઈપીસી બિઝનેસ, તે તેના ટ્રાન્સફોર્મર ઉત્પાદન કામગીરી ઉપરાંત પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરમાં એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્‌સ હાથ ધરે છે, જે કંપનીને સબસ્ટેશનો અને ટ્રાન્સમિશન લાઈનો માટે ટર્નકી પ્રોજેક્ટ્‌સ હાથ ધરવા સક્ષમ બનાવે છે. તેના ઈપીસી બિઝનેસ હેઠળ, તે એર અને ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશનોની ટર્નકી સ્થાપના, ૪૦૦ કેવી વર્ગ સુધીના વર્તમાન સબસ્ટેશનોમાં બે ઓગમેન્ટેશન, અને ૧૩૨ કેવી, ૨૨૦ કેવી અને ૪૦૦ કેવી માં ટ્રાન્સમિશન લાઈનોની સ્થાપના હાથ ધરે છે.

ઈપીસી પ્રોજેક્ટ્‌સમાં સામાન્ય રીતે ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિઝાઇન, એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, સપ્લાય, ઇરેક્શન, ટેસ્ટિંગ અને કમિશનિંગનો સમાવેશ થાય છે. તે મોટા પાયે તેના ટ્રાન્સફોર્મર્સનું શોર્ટ સર્કિટ પરીક્ષણ કરે છે અને ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ, ૫૦૦ એમવીએ અને ૪૦૦ કેવી ટ્રાન્સફોર્મર્સ સહિત ૨૦૦ થી વધુ રેટિંગ્સનું પરીક્ષણ કર્યું છે. આવા સફળ લેબ ટેસ્ટિંગે તેને ચોક્કસ મુખ્ય ઓર્ડર માટે બોલી લગાવવા માટે પાત્ર અને લાયક સજ્જ ટ્રાન્સફોર્મર્સ ઉત્પાદકોના પસંદગીના જૂથમાં સ્થાન આપ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ માં ૫૦૦ એમવીએ ૪૦૦ કેવી પાવર ટ્રાન્સફોર્મર્સના વેચાણમાં થયેલા વધારા અને જૂન ૨૦૨૫ માં ભારતની સૌથી મોટી વીજળી ટ્રાન્સમિશન કંપની, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (પાવરગ્રીડ) તરફથી ૫૦૦ એમવીએ ૪૦૦ કેવી પાવર ટ્રાન્સફોર્મર્સ માટે રૂ. ૫૬૮.૬૭ કરોડના તાજેતરના ઓર્ડરથી આ જોઈ શકાય છે (સ્રોતઃ કેર રિપોર્ટ).

તે ગેસ ઇન્સ્યુલેટેડ સ્વિચગિયર (“જીઆઈએસ”) નું ઉત્પાદન કરવાની ક્ષમતા પણ ધરાવે છે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનો જેવા કમ્પેક્ટ વાતાવરણમાં ઇલેક્ટ્રિકલ સાધનોને સુરક્ષિત રીતે અને વિશ્વસનીય રીતે નિયંત્રિત કરવા અને સુરક્ષિત કરવા માટે ઉચ્ચ વોલ્ટેજ પાવર નેટવર્ક્સમાં થાય છે. તેની પાસે જીઆઈએસ એસએફ૬ ટેકનોલોજીની વૈશ્વિક ખેલાડી કંપની ચુંગ-હસિન ઇલેક્ટ્રિક અને મશીનરી મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન, તાઇવાન (“સીએચઈએમ”) સાથે તકનીકી સહયોગ છે (સ્રોતઃ કેર રિપોર્ટ). કેઈએલ એ ૨૦૧૭ માં સીએચઈએમ સાથે સહયોગ કરાર કર્યો હતો, જેના હેઠળ તે તેની ગંગોલ ઉત્પાદન સુવિધામંથી ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની ટ્રાન્સમિશન યુટિલિટીઝ માટે સીએચઈએમ ને ૨૫૨ કેવી સુધીની જીઆઈએસ બે નું ઉત્પાદન અને સપ્લાય કરે છે. સહયોગ કરારની માન્યતા અવધિ નવેમ્બર ૨૦૨૭ સુધીની છે જે બે વર્ષ સુધી આપમેળે લંબાવવામાં આવે છે.
જ્યારે તેણે સીએચઈએમ સાથેના સહયોગ કરાર અનુસાર તેની ગંગોલ ઉત્પાદન સુવિધામાંથી ૨૫૨ કેવી સુધીની જીઆઈએસ બે નું ઉત્પાદન અને સપ્લાય કર્યું છે, છતાં કંપનીને જીઆઈએસ જરૂરી હોય તેવા કોઈ ટેન્ડર પ્રાપ્ત થયા ન હોવાથી છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં જીઆઈએસના ઉત્પાદનમાંથી કોઈ આવક મેળવી નથી.

તેની પાસે બેકવર્ડ ઇન્ટિગ્રેટેડ સેટઅપ છે જે તેના ટ્રાન્સફોર્મર્સ માટેના ટ્રાન્સફોર્મર ટેન્ક અને રેડિએટર્સ જેવા જટિલ ઘટકોના ઇન-હાઉસ ઉત્પાદનને સપોર્ટ કરે છે. આ બેકવર્ડ ઇન્ટિગ્રેશન કડક ગુણવત્તા નિયંત્રણ, ઓપરેશનલ કાર્યક્ષમતા અને ટ્રાન્સફોર્મર ટેન્ક અને રેડિએટર્સના ખર્ચનું ઓપ્ટિમાઇઝેશન સુનિશ્ચિત કરે છે. થર્ડ-પાર્ટી સપ્લાયર્સ પાસેથી ટ્રાન્સફોર્મર ટેન્ક મેળવવાને બદલે કંપની સ્ટીલ પ્લેટો મેળવે છે જેને પછી કાપવામાં, વેલ્ડિંગ કરવામાં અને ટ્રાન્સફોર્મર ટેન્કમાં રુપાંતરિત કરવામાં આવે છે. તે ઇન-હાઉસ પ્રેસ્ડ સ્ટીલ રેડિએટર્સનું ઉત્પાદન પણ કરે છે, જે ટ્રાન્સફોર્મર્સ માટે કૂલિંગ ઘટકો તરીકે સેવા આપે છે. કોલ્ડ રોલ્ડ ક્લોઝ એનિલીડ સ્ટીલ કોઇલ્સને કાપીને, પ્રેસ કરીને, વેલ્ડિંગ કરીને રેડિએટર એલિમેન્ટ્‌સમાં એસેમ્બલ કરવામાં આવે છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ, તેના પેરોલ પર ૫૨૬ કર્મચારીઓ અને વધારાના ૪૬ કોન્ટ્રાક્ટ કામદારો હતા. તે જ તારીખે, તેની ઓર્ડર બુક રૂ. ૧૮૧૮.૩૨ કરોડ હતી.

ઇશ્યૂની વિગતો / કેપિટલ હિસ્ટ્રીઃ
કંપની અંદાજે ૧,૬૭,૦૪,૭૫૦ ઇક્વિટી શેરનો (અપર કેપ પર રૂ. ૧૦૫૫.૭૪ કરોડનું મૂલ્ય) તેનો પ્રથમ બુક બિલ્ડિંગ રૂટ કોમ્બો આઈપીઓ લાવી રહી છે. આઈપીઓ માં રૂ. ૩૦૦.૦૦ કરોડના નવા ઇક્વિટી શેર (અપર કેપ પર અંદાજે ૪૭,૪૬,૮૩૫ ઇક્વિટી શેર) અને ૧,૧૯,૫૭,૯૧૫ ઇક્વિટી શેરનો ઓફર ફોર સેલ (ઓએફએસ) (અપર કેપ પર રૂ. ૭૫૫.૭૪ કરોડનું મૂલ્ય) સામેલ છે. કંપનીએ રૂ. ૨ ના દરેક ઇક્વિટી શેર માટે રૂ. ૬૦૧ થી રૂ. ૬૩૨ ની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. આ ઇશ્યૂ સબ્સ્ક્રિપ્શન માટે ૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ ખુલશે અને ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ બંધ થશે. લઘુત્તમ અરજી ૨૩ શેર માટે અને ત્યારબાદ તેના ગુણાંકમાં કરવાની રહેશે. એલોટમેન્ટ પછી, શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ થશે. આ ઇશ્યૂ આઈપીઓ પછીની પેઇડ-અપ ઇક્વિટી મૂડીના ૨૧.૧૦% હિસ્સો ધરાવે છે. નવા ઇક્વિટી ઇશ્યૂની ચોખ્ખી આવકમાંથી, કંપની નવી મશીનરી/સાધનોની ખરીદી, તેની ઓફિસ બિલ્ડિંગ માટે સિવિલ કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયર, સોલર પાવર પ્લાન્ટ સ્થાપવા પર મૂડી ખર્ચ (કેપેક્ષ) માટે રૂ. ૬૪.૧૮ કરોડ, વર્કિંગ કેપિટલ માટે રૂ. ૧૫૫.૦૦ કરોડ અને બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.
આ ઇશ્યૂના જોઈન્ટ બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ અને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ છે, જ્યારે એમયુએફજી ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ સિન્ડિકેટ મેમ્બર પણ છે.

ફેસ વેલ્યુ પર પ્રારંભિક ઇક્વિટી શેર ઇશ્યૂ કર્યા પછી, કંપનીએ ઓક્ટોબર ૧૯૯૫ થી નવેમ્બર ૨૦૧૧ વચ્ચે રૂ. ૫.૦૦ થી રૂ. ૫૦.૦૦ પ્રતિ શેરની રેન્જમાં (રૂ. ૨ ની ફેસ વેલ્યુના આધારે) વધુ ઇક્વિટી શેર ઇશ્યૂ કર્યા છે. તેણે ઓગસ્ટ ૧૯૮૯ માં ૮ પર ૭, નવેમ્બર ૧૯૯૦ માં ૫ પર ૧, જુલાઈ ૧૯૯૨ માં ૪ પર ૧, નવેમ્બર ૧૯૯૪ માં ૧ પર ૧ અને સપ્ટેમ્બર ૨૦૨૫ માં ૧ પર ૩ ના ગુણોત્તરમાં બોનસ શેર પણ જારી કર્યા છે. પ્રમોટર્સ / વેચાણકર્તા સ્ટેકહોલ્ડર્સ દ્વારા શેર સંપાદનનો સરેરાશ ખર્ચ રૂ. શૂન્ય પ્રતિ શેર છે.
આઈપીઓ પછી, તેની વર્તમાન પેઇડ-અપ ઇક્વિટી મૂડી રૂ. ૧૪.૮૯ કરોડ (૭,૪૪,૪૦,૦૦૦ ઇક્વિટી શેર) વધીને રૂ. ૧૫.૮૪ કરોડ (૭,૯૧,૮૬,૮૩૫ ઇક્વિટી શેર) થશે. પ્રાઇસ બેન્ડની અપર કેપ પર આધારિત, કંપની રૂ. ૫૦૦૪.૬૧ કરોડની માર્કેટ કેપ જોઈ રહી છે.

નાણાકીય કામગીરીઃ
નાણાકીય કામગીરીના મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષો માટે, કંપનીએ રૂ. ૨૮૧.૧૨ કરોડ / રૂ. ૧૭.૭૬ કરોડ (નાણાકીય વર્ષ ૨૪), રૂ. ૪૫૭.૩૦ કરોડ / રૂ. ૬૫.૧૨ કરોડ (નાણાકીય વર્ષ ૨૫), અને રૂ. ૬૬૨.૮૬ કરોડ / રૂ. ૧૨૯.૭૩ કરોડ (નાણાકીય વર્ષ ૨૬) ની કુલ આવક / ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ અહેવાલ કરેલા સમયગાળા માટે તેની ટોપ અને બોટમ લાઈન્સમાં સતત વૃદ્ધિ નોંધાવી છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ તેની આકસ્મિક જવાબદારી રૂ. ૩૩૨.૨૯ કરોડ હતી જે ચિંતા ઊભી કરે છે.

છેલ્લા ત્રણ નાણાકીય વર્ષો માટે, કંપનીએ રૂ. ૧૨.૦૩ ની સરેરાશ ઈપીએસ અને ૨૭.૯૯% ની સરેરાશ આરઓએનડબલ્યુ નોંધાવી છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ રૂ. ૫૦.૦૯ ની એનએવી ના આધારે ઇશ્યૂની કિંમત ૧૨.૬૨ ના પી/બીવી પર અને અપર કેપ પર આઈપીઓ પછીની રૂ. ૮૪.૯૭ પ્રતિ શેરની એનએવી ના આધારે ૭.૪૪ ના પી/બીવી પર રાખવામાં આવી છે.

જો આપણે નાણાકીય વર્ષ ૨૬ ની સુપર કમાણીને તેની આઈપીઓ પછીની પૂર્ણ ડાઇલ્યુટેડ પેઇડ-અપ ઇક્વિટી મૂડીને આભારી ગણીએ, તો માગવામાં આવેલી કિંમત ૩૮.૫૮ ના પી/ઈ પર છે. નાણાકીય વર્ષ ૨૫ ની કમાણીના આધારે, પી/ઈ ૭૬.૮૯ છે. તેની તાજેતરની સરેરાશ કામગીરીના આધારે ઇશ્યૂ અત્યંત મોંઘી કિંમતનો દેખાય છે.

અહેવાલ કરેલા સમયગાળા માટે, કંપનીએ સંદર્ભિત સમયગાળા માટે અનુક્રમે ૬.૩૨% (નાણાકીય વર્ષ ૨૪), ૧૪.૨૪% (નાણાકીય વર્ષ ૨૫), ૧૯.૫૭% (નાણાકીય વર્ષ ૨૬) ના પીએટી માર્જિન અને ૧૬.૬૯%, ૪૭.૬૧%, ૭૦.૧૩% ના આરઓસીઈ માર્જિન નોંધાવ્યા છે.

ડિવિડન્ડ નીતિઃ
કંપનીએ ઓફર ડોક્યુમેન્ટના અહેવાલ કરેલા સમયગાળા માટે કોઈ ડિવિડન્ડ ચૂકવ્યું નથી. તેણે જાન્યુઆરી ૨૦૨૬ માં તેની નાણાકીય કામગીરી અને ભવિષ્યની સંભાવનાઓના આધારે ડિવિડન્ડ નીતિ અપનાવી લીધી છે.

લિસ્ટેડ પીઅર્સ સાથે સરખામણીઃ
ઓફર ડોક્યુમેન્ટ મુજબ, કંપનીએ હિતાચી એનર્જી, ભેલ, સ્નેઇડર ઇલેક્ટ્રિક ઇન્ફ્રા, સીજી પાવર, ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ, અને જીઈ વર્નોવાને તેના લિસ્ટેડ પીઅર્સ તરીકે દર્શાવ્યા છે. તેઓ હાલમાં ૧૧૮.૦૦, ૬૧.૬, ૧૫૨.૦, ૧૧૧.૦, ૩૪.૯, અને ૮૧.૮ ના પી/ઈ પર ટ્રેડિંગ કરી રહ્યાં છે (૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ). જો કે, તેઓ ખરેખર સરખામણી કરવા યોગ્ય નથી. આ સરખામણી આઈવોશ (આંખમાં ધૂળ નાખવા સમાન) હોય તેવું લાગે છે. આ સરખામણી આઈવોશ (આંખમાં ધૂળ નાખવા સમાન) હોય તેવું લાગે છે.

મર્ચન્ટ બેંકરનો ટ્રેક રેકોર્ડઃ
આ ઇશ્યૂ સાથે સંકળાયેલા બે બીઆરએલએમ એ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં ૭૧ આઈપીઓ સંભાળ્યા છે અને તેમાંથી ૨૩ આઈપીઓ લિસ્ટિંગ તારીખે ઇશ્યૂ કિંમતથી નીચે બંધ થયા હતા.

નિષ્કર્ષઃ
કેઈએલ પાવર ડિસ્ટ્રિબ્યુશન માટે ટ્રાન્સફોર્મર ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી ખેલાડીઓમાંથી એક છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ તેની એકંદરે ઓર્ડર બુક રૂ. ૧૮૧૮.૩૨ કરોડ હતી. તેના બેકવર્ડ ઇન્ટિગ્રેશનથી ખર્ચ નિયંત્રણ અને માર્જિનમાં સુધારાના ઇચ્છિત લાભો મળ્યા છે. તે અત્યંત સ્પર્ધાત્મક અને વિભાજિત વ્યવસાયિક ક્ષેત્રમાં કામ કરી રહી છે. તેના તાજેતરના સરેરાશ નાણાકીય ડેટાના આધારે, ઇશ્યૂ અત્યંત મોંઘી કિંમતનો દેખાય છે. માત્ર સારી માહિતી ધરાવતા/કેશ સરપ્લસ ધરાવતા રોકાણકારો મધ્યમથી લાંબા ગાળા માટે ભંડોળ રોકી શકે છે.

Review By Dilip Davda on August, 2026

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. My reviews do not cover GMP market and operators game plans. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based the on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the recent past, SME IPOs drew the attention of investors across the board and lead to seer madness. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at their own risk. The above information is based on information available as of date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

 

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detailed fundamental and financial analysis of companies coming up with IPOs helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

(Dilip Davda -SEBI registered Research Analyst-Mumbai,

Registration no. INH000003127 (Perpetual)

Email id: dilip_davda@rediffmail.com ).

Related posts

રોકસ હાઈ-ટેક એનએસઈ એસ એમ ઈ આઈપીઓ પૃથ્થકરણ (અરજી કરો)

Narendrabhai Joshi

Bagmane Prime ReIT Review

રચિત પ્રિન્ટ્‌સ બીએસઈ એસએમઈ આઈપીઓ સમીક્ષા

Compiled by Narendra Joshi